રાજ્યના મોટાભાગના ડેમમાં છલોછલ પાણી….જાણો સરકાર કોને કેટલું પાણી આપશે, શું ખેડૂતોનો હક નથી?
ગુજરાતમાં એક તરફ વરસાદનો આંકડો 100 ટકાને પાર કરી ગયો છે. તો બીજી તરફ રાજ્યમાં 100થી વધુ ડેમો હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છે. તો અલેર્ટ અને વોર્નિગની સ્થિતિમાં 24 ડેમો રાખવામાં આવ્યા છે. મહત્વની છે કે, રાજ્યના 203 નાના-મોટા ડેમો પૈંકી 72 ડેમ 100 ટકાના સ્તર પર પહોંચી ગયા છે. ત્યારે રાજ્ય સરકારે દાવો કર્યો […]
ગુજરાતમાં એક તરફ વરસાદનો આંકડો 100 ટકાને પાર કરી ગયો છે. તો બીજી તરફ રાજ્યમાં 100થી વધુ ડેમો હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છે. તો અલેર્ટ અને વોર્નિગની સ્થિતિમાં 24 ડેમો રાખવામાં આવ્યા છે. મહત્વની છે કે, રાજ્યના 203 નાના-મોટા ડેમો પૈંકી 72 ડેમ 100 ટકાના સ્તર પર પહોંચી ગયા છે. ત્યારે રાજ્ય સરકારે દાવો કર્યો છે કે, આગામી બે વરસ સુધી રાજ્યમાં પીવા કે સિંચાઈના પાણીની અછત સર્જાશે નહીં. સાથે રાજ્ય સરકાર છૂટથી પાણી આપવાનું પણ વિચારી રહી છે. જેના માટે યોજના તૈયાર કરી રહ્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
રાજ્યનો કડાણા ડેમ હોય કે પાનમ, મચ્છુ ડેમ હોય કે આજી, સુખી ડેમ હોય કે ધોળી, તમામને હાઈએલર્ટમાં મૂકાયા છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે, નર્મદાના નીર જે રીતે સૌની યોજના મારફતે સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી પહોંચ્યા છે. તેનાથી આ વિસ્તારોમાં પાણીની તંગી નહી સર્જાઈ.
રાજ્યભરના ડેમોની વર્તમાન પરિસ્થિતિ
ઝોન | ડેમોની સંખ્યા | 100 ટકા ભરાયેલા ડેમ | જળ સંગ્રહની સ્થિતિ |
ઉત્તર ગુજરાત | 15 | 2 | 48.66 ટકા |
મધ્ય ગુજરાત | 17 | 9 | 95.82 ટકા |
દક્ષિણ ગુજરાત | 13 | 9 | 87.15 ટકા |
કચ્છ | 20 | 9 | 75.37 ટકા |
સરદાર સરોવર | 1 | — | 91.26 ટકા |
સૌરાષ્ટ્ર | 139 | 43 | 75 ટકા |
આ મુદ્દે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના હિસાબે આ વર્ષે રાજ્યમાં સારો વરસાદ થયો છે. પરિણામે નર્મદા કે કડાણા ડેમમાંથી ઉત્તરગુજરાતમાં સુજલામ-સુફલામ યોજના હેઠળ અને સૌરાષ્ટ્રમાં સૌની યોજના હેઠળ ડેમોમાં પાણી પહોંચી રહયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ઉદ્યોગોનો મળશે પૂરતું પાણીઃ CM વિજય રુપાણી
બીજી તરફ સરકારની નર્મદાના પાણી સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છના 100થી વધુ ડેમો ભરવાની કોશિશ છે. સરકારના દાવા પ્રમાણે ડેમોમાં જે રીતે પાણી આવ્યા તેનાથી કૂવાઓના જળસ્તર ઊંચા આવ્યા છે. સરકારી અધિકારીઓ માને છે કે, રાજ્યના 12 હજાર ગામડાઓમાં પીવાના પાણી સાથે પાંચ મિલિયન એકર ફીટ વિસ્તારમાં સિંચાઇનું પાણી આપી શકાશે. હાલ માત્ર સાત લાખ હેક્ટરમાં જ સિંચાઇનું પાણી સરકાર આપી શકતી હતી. સાથે 129 નગર પાલિકા અને આઠ મહાનગરપાલિકાને પાણી આપી શકાશે. સાથે રાજ્યના 3 કરોડની વસ્તીને તો 2 વરસ સુધી શહેરી વિસ્તારમા ઉનાળાના સમયમાં પાણી કાપની સ્થિતિ સર્જાશે નહીં. તે સિવાય સરપ્લસ પાણી રહેવાથી હવે ઉદ્યોગોને પણ પાણી અપાશે. આ દાવો ખૂદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો છે.
ખેડૂત આગેવાનોનો વિરોધ
સરકાર ઉદ્યોગોને પણ પાણી આપવાની યોજના બનાવી રહી છે. ખેડૂત આગેવાન સાગર રબારીનો મત એવો છે કે, આ વર્ષે ખૂબ સારો વરસાદ થયો છે અને નર્મદા સહિતના ડેમોમાં પાણીનો સારો સંગ્રહ થયો છે. ત્યારે સરકારે હવે આ પાણીનું ખેડૂતોના હિતમાં ઉપયોગ કરવા માટે પ્રાથમિકતા આપવાની જરુર છે. 2017ની વિધાનસભા ચૂંટણીને જીતવા સરકારે સી-પ્લેન જેવી કાલ્પનિક યોજનાઓ માટે કરોડો લીટર પાણી વેડફી નાખ્યું હતું. ત્યારે આ વખતે પણ ઉદ્યોગો કરતા પીવાના પાણી અને ખેડૂતોને સિંચાઇનું પાણી આપવાની પ્રાથમિકતા સરકારની હોવી જોઇએ. સરકાર ઉદ્યોગોને કેટલુ પાણી આપે છે. તેના આંકડા કહેતી નથી. જેથી તેની નિયત ખેડૂતો માટે સ્પષ્ટ નથી.
ઉદ્યોગોની માગણી કે સસ્તી કિંમતે પાણી આપો
સાણંદ જીઆઇડીસી એસોસિએશનના પ્રમુખ અજીત શાહની માનીએ તો, સરકાર હાલ કેટલાક વિસ્તારોમાં ઉદ્યોગોને પાણી આપે છે. લગભગ 33 રુપિયામાં એક હજાર લીટર પાણી સરકાર પહોંચાડે છે. જેના કારણે ઉદ્યોગોની કોસ્ટમાં વધારો થાય છે. સરકાર કેટલાક વિસ્તારોમાં 12થી 15 રુપિયામાં એક હજાર લીટર પાણી આપે છે. જો તમામ ઉદ્યોગોને 15 રુપિયામાં હજાર લિટર પાણી આપે તો ફાયદો થશે. જ્યારે અમદાવાદ ટેક્ષટાઇલ એસેસિએશનના ઉપપ્રમુખ નરેશ શર્માનું કહેવું છે કે, અમદાવાદ GIDCમાં ટેક્ષટાઇલ માટે પાણી અપાતું નથી. અમે બોરમાંથી પણ પાણી મેળવીએ છીએ. જો સરકાર સસ્તા દરે પાણી આપે તો ઉદ્યોગોને રાહત મળી શકે છે.