Cyclone Tauktae Gujarat Update: બંદર ઉપર લગાવાતા સિગ્નલનો અર્થ શુ તમે જાણો છો ? જાણો કયારે કયા નંબરનું લગાવાય છે સિગ્નલ

|

May 16, 2021 | 9:01 PM

Tauktae Cyclone Gujarat Update: દરિયામાથી આવતા વાવાઝોડા કે પછી કાંઠે ફુકાતા ભારે પવનને લઈને બંદર ઉપર 1થી 12 નંબરના સિગ્નલ લગાવવામાં આવી રહ્યાં છે. જેના આધારે દરિયામા રહેલી બોટ, સ્ટીમર, જહાજના ચાલકને એ ખબર પડે કે દરિયો કેટલો ગાંડોતુર બનશે.

Cyclone Tauktae Gujarat Update: બંદર ઉપર લગાવાતા સિગ્નલનો અર્થ શુ તમે જાણો છો ? જાણો કયારે કયા નંબરનું લગાવાય છે સિગ્નલ
બંદર ઉપર લાગાવાતા સિગ્નલનો અર્થ શુ તમે જાણો છો ?

Follow us on

દરિયામાથી આવતા વાવાઝોડા કે પછી કાંઠે ફુકાતા ભારે પવનને લઈને બંદર ઉપર વિવિધ પ્રકારના સિગ્નલ લગાવવામાં આવે છે. દરિયા કિનારે ફુકાતા પવનની ઝડપના આધારે બંદર ઉપર વિવિધ નંબરના સિગ્નલ લગાવવામાં આવે છે. જેમાં ખાસ કરીને 1થી 12 નંબરના સિગ્નલ લગાવવામાં આવી રહ્યાં છે. જેના આધારે દરિયામા રહેલી બોટ, સ્ટીમર, જહાજના ચાલકને એ ખબર પડે કે દરિયો કેટલો ગાંડોતુર બનશે. જેમ જેમ સિગ્નલમાં અંક વધતો જાય તેમ તેમ વાવાઝોડાની તિવ્રતામાં વધારો હોય તેમ માનવામાં આવી રહ્યું છે.

જાણો, કયારે ? કયા નંબરનું લગાવાય છે સિગ્નલ ?

સિગ્નલ નંબર-01
જ્યારે પવનની ગતિ એકથી પાંચ કિલોમીટરની હોય ત્યારે એક નંબરનું સિગ્નલ લગાવાય છે. બહુ ગંભીર નથી હોતો પવન.

OYO room Booking : રિલેશનશિપ સ્ટેટ્સ જાણવા માટે OYO માં ક્યા ડોક્યુમેન્ટ્સ જોઈશે?
Dry fruits and Nuts : ડ્રાયફ્રુટ્સ અને નટ્સ વચ્ચે શું તફાવત છે? જાણો
જાણો સ્વાસ્થ્ય માટે સફેદ અને કાળા મરી, બંન્નેમાંથી ક્યાં છે ફાયદાકારક
આજનું રાશિફળ તારીખ : 22-01-2025
રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર

સિગ્નલ નંબર-02
પવનની ગતિ 6થી 12 કિલોમીટરની ઝડપે ફુકાતો હોય ત્યારે, બંદર ઉપર 2 નંબરનું સિગ્નલ લગાવાય છે.

સિગ્નલ નંબર-03
આ પ્રકારનુ સિગ્નલ ત્યારે લગાવાય છે, જ્યારે પવનની ઝડપ 13 થી 20 કિલોમીટરની ઝડપે ફુકાતો હોય.

સિગ્નલ નંબર-04
ચાર નંબરનુ સિગ્નલ, દરિયાકાંઠે 21 થી 29 કિલોમીટરની ઝડપે પવન ફુકાતો હોય ત્યારે લગાવાય છે.

સિગ્નલ નંબર-05
બંદર ઉપર પાંચ નંબરનું સિગ્નલ ત્યારે લગાવાય છે, જ્યારે ફુંકાતા પવનની ગતી 30 થી 39 કિલોમીટરની હોય છે.

સિગ્નલ નંબર-06
જ્યારે દરિયામાં પવનની ઝડપ 40થી 49 કિલોમીટરની હોય ત્યારે બંદર ઉપર ભયસુચક 6 નંબરનું સિગ્નલ લગાવાય છે.

સિગ્નલ નંબર-07
જ્યારે વહેતા પવનની ઝડપી 50 થી 61 કિલોમીટરની હોય ત્યારે બંદર ઉપર સાત નંબરનું સિગ્નલ લગાવવામાં આવે છે.

સિગ્નલ નંબર-08
દરિયામાં કે દરિયાકાંઠે ફુકાઈ રહેલા પવનની ઝડપ જ્યારે 62થી 74 કિલોમીટરની વચ્ચે હોય ત્યારે બંદર ઉપર આઠ નંબરનું ભયસુચક સિગ્નલ લગાવાય છે.

સિગ્નલ નંબર-09
જ્યારે પવનની ઝડપ 75 થી 88 કિલોમીટર સુધીની હોય ત્યારે બંદર ઉપર ભયસૂચક 09 નંબરનું સિગ્નલ લગાવાય છે.

સિગ્નલ નંબર-10
જ્યારે દરિયામાં ફુકાતા પવનની ગતી, 89 થી વધુ પરંતુ 102 કિલોમીટર સુધીની હોય ત્યારે બંદર ઉપર 10 નંબરનું સિગ્નલ લગાવાય છે.

સિગ્નલ નંબર -11
સમુદ્રમાં ફુકાતા તોફાની પવનની ઝડપ 103 થી 118 કિલોમીટર સુધીની હોય છે. જ્યારે આટલી ઝડપે પવન ફુકાઈ રહ્યો હોય ત્યારે બંદર ઉપર 11 નંબરનું સિગ્નલ લગાવાય છે.

સિગ્નલ નંબર-12
જ્યારે તોફાની પવનની ઝડપ 119થી 220 કિલોમીટર ની હોય ત્યારે બંદર ઉપર 12 નંબરનું સિગ્નલ લગાડવામાં આવે છે.

મોટાભાગે 11 નંબર સુધીના જ સિગ્નલ ભારતમાં લગાવાય છે. ક્યારેક જ 12 નંબરનું સિગ્નલ લગાવાય છે. 1946મા પવનની ગતીને ધ્યાને લઈને કુલ 17 નંબર સુધીના સિગ્નલો રાખવાનું નક્કી કરાયુ હતું. પરંતુ મોટે ભાગે ભય સુચક સિગ્નલનો વપરાશ 12 નંબર સુધીનો જ કરાતો હોય છે. ભારતમાં સામાન્ય રીતે 11 નંબર સુધીના જ સિગ્નલનો વપરાશ કરવામાં આવે છે.

Published On - 7:43 pm, Sun, 16 May 21

Next Article