Botad : જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામીએ આદિવાસી વિસ્તારના વિકાસની દર્શાવી પ્રતિબદ્ધતા, ગઢડા ગોપીનાથજીના કર્યા દર્શન

|

Dec 11, 2022 | 2:13 PM

ડી.કે. સ્વામીએ  ગઢડા ખાતે જણાવ્યું હતું કે આ વિધાનસભા  ચૂંટણી પહેલા આ બેઠક અગાઉ કોંગ્રેસ પાસે હતી અને  હવે જયારે મતદારોએ મારી પર વિશ્વાસ મૂકીને મને 27, 650 મતથી વિજયી બનાવ્યો છે ત્યારે હવે સૌના વિકાસ અને સૌના વિશ્વાસ વિચાર અંતર્ગત જંબુસર-આમોદ વિસ્તારના ખેડૂતોના  નહેર અને પાણીના પ્રશ્નોનોનો  સાથે મળીને ઉકેલ લાવવામાં આવશે.

Botad : જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામીએ આદિવાસી વિસ્તારના વિકાસની દર્શાવી પ્રતિબદ્ધતા, ગઢડા ગોપીનાથજીના કર્યા દર્શન
જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીએ ગઢડા ગોપીનાથજી મંદિરમાં કર્યા દર્શન

Follow us on

ભરૂચ જિલ્લાના જંબુસરના ધારાસભ્ય તરીકે ચૂંટાયેલ સંન્યાસી ડી.કે.સ્વામીએ બોટાદ જિલ્લામાં આવેલા ગઢાડાના સ્વામિનારાયણ સંપ્રદાયના ગોપીનાથજી મંદિરના દર્શન કર્યા હતા. ડી.કે.સ્વામીના સ્વાગતમાં મંદિરમાં આતશબાજી પણ કરવામાં આવી હતી. તેમજ ગઢડા ગોપાનાથજી મંદિરના ચેરમેન અને સંતો દ્વારા ધારાસભ્ય ડી.કે. સ્વામીનું સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું. ડી.કે.સ્વામીએ જણાવ્યું હતું કે તેઓ જંબુસરના આદિવાસી વિસ્તારમાં વિકાસના કાર્યો કરશે તેમજ માળખાગત સુવિધાઓના, પાણીની કેનાલ સહિતના પ્રશ્નો માટે કામ કરશે. ઉલ્લેખનીય છે કે ગઢડા એસસી બેઠકના ધારાસભ્ય તરીકે શંભુપ્રસાદ ટુંડિયા વિજયી બન્યા હતા.  ગઢડા તીર્થ સ્થળ તરીકે વધારે જાણીતું છે  અહીં સ્વામિનારાયણ સંપ્રદાયના બે મોટા મંદિરો આવેલા છે તેના કારણે ગઢડાનું આધ્યાત્મિક મહત્વ વધારે છે.

ડી.કે. સ્વામીએ ગઢડા ખાતે જણાવ્યું હતું કે આ વિધાનસભા  ચૂંટણી પહેલા આ બેઠક અગાઉ કોંગ્રેસ પાસે હતી અને હવે જયારે મતદારોએ મારી ઉપર વિશ્વાસ મૂકીને મને  27, 650 મતથી વિજયી બનાવ્યો છે ત્યારે હવે સૌના વિકાસ અને સૌના વિશ્વાસ વિચાર અંતર્ગત જંબુસર-આમોદ વિસ્તારના ખેડૂતોના  નહેર અને પાણીના પ્રશ્નોનોનો  સાથે મળીને ઉકેલ લાવવામાં આવશે.

ગુજરાતની જંબુસર વિધાનસભા બેઠક પરથી આ વખતે ભાજપે સાધુ ડી. કે. સ્વામી (દેવકિશોરદાસજી) ને ટિકિટ આપી હતી. આમ આદમી પાર્ટીએ સાજીદ રેહાનને ટિકિટ આપી હતી તેમજ બીટીપીએ પણ પોતાનો ઉમેદવાર મણીલાલ પંડ્યાને મેદાનમાં ઉતાર્યા હતા. જોકે જંબુસરની જનતાએ ડી.કે.સ્વામી પર પસંદગી ઉતારી હતી અને ચૂંટણીમાં ડી.કે.સ્વામીને 27  હજાર કરતાં પણ વધુ મત મળ્યા હતા. જંબુસર બેઠકના મતદારોએ મતદાન પ્રત્યે ભારે સજાગતા બતાવી હતી. જેથી અત્યાર સુધીની એકપણ ચૂંટણીમાં જંબુસર બેઠક પર 50 ટકાથી ઓછું મતદાન થયું નથી. તેથી અહીં રાજકીય પક્ષોએ ભારે સક્રિયતા સાથે ચૂંટણી કાર્યક્રમો યોજવાની ફરજ પડે છે. જંબુસર બેઠકમાં મુસ્લિમ મતો અને કોળી પટેલ સમાજના મત નિર્ણાયક હોય છે. જંબુસર ગુજરાતની વિધાનસભા બેઠક છે. આ બેઠક ઉપરથી 2017માં સંજયભાઈ જેસંગભાઈ સોલંકી ને ધારાસભ્ય તરીકે ચૂંટવામાં આવ્યા હતા. તે કોંગ્રેસના ધારાસભ્ય હતા.

ઘરમાં વારંવાર નીકળતી કીડીઓને ભગાવવા અપનાવો આ 5 દેશી ઉપાય
ઘરના મંદિરમાં પૂજા કરતી વખતે ઘંટડી કયા હાથથી વગાડવી જોઈએ?
EX તારા સાથે 4 વર્ષ કર્યો ટાઈમપાસ! પત્ની સામે આ શું બોલી ગયો આદર જૈન-Video
બજરંગી ભાઈજાનની મુન્ની હવે લાગે છે આટલી સુંદર! ગ્લેમરસ લુકનો જુઓ-Video
Jioનો માત્ર 189 રૂપિયાનો પ્લાન ! મળશે 2GB ડેટા અને કોલિંગનો લાભ
Plant In Pot : ઉનાળામાં છોડને લીલોછમ રાખવાની સરળ ટીપ્સ જાણો

ઇનપુટ ક્રેડિટઃ બ્રિજેશ સાકરિયા,  ગઢડા ટીવી9