અમરેલી લેટરકાંડમાં પાયલ ગોટીને ન્યાય અપાવવા પરેશ ધાનાણીએ રાજકમલ ચોકમાં શરૂ કર્યા ધરણા, પોલીસની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ

|

Jan 09, 2025 | 5:45 PM

અમરેલીના ચકચારી લેટરકાંડના ગાંધીનગર સુધી પડઘા પડ્યા છે. આ મુદ્દે અમરેલી જિલ્લાનું રાજકારણ સૌથી વધુ ગરમાયુ છે. પાયલ ગોટીની ધરપકડ મુદ્દે પરેશ ધાનાણી સહિત કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો અને અગ્રણીઓ રાજકમલ ચોકમાં ધરણા પર બેઠા છે. આ ધરણામાં પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા પણ જોડાયા છે. પરેશ ધાનાણીએ નારણ કાછડિયા અને અમરેલીના પાંચ ધારાસભ્યો સામે સવાલ કર્યા છે અને અમરેલી પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે.

છેલ્લા 15 દિવસથી રાજ્યમાં પાટીદાર દીકરીના મુદ્દાની ખુબ જ ગૂંજ સંભળાઇ રહી છે. અમરેલી જિલ્લાનું રાજકારણ હાલ આ મુદ્દે સૌથી વધુ ગરમ છે. આમ તો ભાજપના લેટરકાંડથી આ મુદ્દો ચર્ચામાં આવ્યો. જો કે કોંગ્રેસે આ મુદ્દાને હાઇજેક કરી. પાટીદાર પોલિટિક્સ જ શરૂ કરી દીધું અને હવે તો પાટીદારની દીકરીને ન્યાય અપાવવા માટે લડત જ શરૂ કરી દીધી છે.

અમરેલીના ચકચારી લેટરકાંડના ગાંધીનગર સુધી પડઘા પડ્યા છે. આ મુદ્દે અમરેલી જિલ્લાનું રાજકારણ સૌથી વધુ ગરમાયુ છે. પાયલ ગોટીની ધરપકડ મુદ્દે પરેશ ધાનાણી સહિત કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો અને અગ્રણીઓ રાજકમલ ચોકમાં ધરણા પર બેઠા છે. આ ધરણામાં પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા પણ જોડાયા છે. પરેશ ધાનાણીએ નારણ કાછડિયા અને અમરેલીના પાંચ ધારાસભ્યો સામે સવાલ કર્યા છે અને અમરેલી પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે.

કોંગ્રેસની માંગ છે કે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે અને જ્યાં સુધી પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી નહીં થાય. ત્યાં સુધી કોંગ્રેસ પોતાનું આંદોલન યથાવત્ જ રાખશે. કોંગ્રેસના નેતાઓ આ સમગ્રકાંડ માટે ભાજપના નેતાઓ પર નિશાન સાધી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 10-01-2025
સચિને કાંબલીને કોની સાથે લગ્ન કરવા કહ્યું હતું?
ચહલ બાદ આ સ્ટાર ક્રિકેટર પણ લેશે છૂટાછેડા?
કેનેડામાં આ ધર્મના લોકો છે સૌથી વધુ, અહીં જુઓ આખું List
Elaichi Benefits : રાત્રે સૂતા પહેલા 2 ઈલાયચી ચાવો, ફાયદા જાણીને તમે ચોંકી જશો.
દુનિયાના 8 દેશો જ્યાં કોઈ Income Tax નથી લાગતો

આ તરફ કોંગ્રેસના ધરણાં સામે ભાજપે પ્રહાર કર્યા છે. કોંગ્રેસના નેતાઓ રાજનીતિ કરતા હોવાનો ભાજપે આરોપ લગાવ્યો છે. ભાજપનું કહેવું છે કે ધરણાં પર બેઠેલા લોકો તમામ ચૂંટણી હાર્યા છે. જનતાએ તેઓને નકારી દીધા છે. કોંગ્રેસના કારણે અમરેલી વિકાસથી વંચિત થયું છે.

આમ તો આ કેસમાં પાયલ ગોટીને જામીન મળી ગયા છે. કેસમાંથી પણ છૂટકારો થઇ જાય તેવી શકયતાઓ છે કારણ કે ફરિયાદીએ જ પાયલ સામેની ફરિયાદ રદ કરવાની માંગ કોર્ટ સમક્ષ કરી છે. જો કે એક બાદ એક ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસને લાગી રહ્યું છેકે આ દીકરી મુદ્દે સમગ્ર પાટીદાર સમાજ તેઓની પડખે આવી શકે છે. જેથી હાલ કોંગ્રેસના નેતાઓ આ મુદ્દાને સતત ઉઠાવી રહ્યા. રાજ્યમાં અન્ય સ્થળ પર આ મુદ્દાની કેટલી અસર થશે તે તો નક્કી નથી. પરંતુ અમરેલીના રાજકારણમાં આ મુદ્દો કોઇ અસર ઉભી કરી શકે છે. 2017ની ચૂંટણીમાં કોંગ્રેસે અમરેલી જિલ્લાની તમામ વિધાનસભા બેઠક જીતી હતી. ત્યારે લાગી રહ્યું છે કે કોંગ્રેસ ફરી અમરેલીમાં મજબૂત થવાની કોશિશ કરી રહી છે.

Input Credit- Jaydev Kathi- Amreli

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article