AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમરેલીમાં હત્યાના ગુનામાં 17 વર્ષથી ફરાર લિસ્ટેડ આરોપીની LCBએ કરી ધરપકડ, 10 હજારનુ મેળવ્યુ ઈનામ

અમરેલીમાં હત્યાના ગુનામાં છેલ્લા 17 વર્ષથી નાસતા ફરતા લિસ્ટેડ આરોપીની અમરેલી LCBએ ધરપકડ કરી છે. આ લિસ્ટેડ આરોપી માટે 10 હજારનું ઈનામ પણ જાહેર કરાયુ હતુ. રાજુલા પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુનામાં આરોપી છેલ્લા 17 વર્ષથી ફરાર હતો. SPએ લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમને બિરદાવી પ્રશંસા કરી છે.

અમરેલીમાં હત્યાના ગુનામાં 17 વર્ષથી ફરાર લિસ્ટેડ આરોપીની LCBએ કરી ધરપકડ, 10 હજારનુ મેળવ્યુ ઈનામ
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2024 | 2:14 PM
Share

રાજ્યના ગૃહ વિભાગ તરફથી સૂચના બાદ અમરેલી જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીને પકડવા માટે જિલ્લા SP હિમકર સિંહ દ્વારા સૂચના આપતા ગંભીર ગુન્હામાં સંડોવાયેલા 10 નાસ્તા ફરતા ટોપ આરોપીઓની યાદી તૈયાર કરવામાં આવી હતી. જેમાં રૂપિયા 10,000ની જાહેરાત કરવામાં આવી હતી. અમરેલી LCB પીઆઇ અલ્પેશ પટેલની ટિમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરતા રાજુલા પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુન્હામાં લિસ્ટેડ આરોપી છેલ્લા 17 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ટેક્નિકલ સોર્સ અને બાતમી અને માહિતીને આધારે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના લોંગડી ગામ નજીકથી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દબોચી લઈ રાજુલા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે. રાજુલા પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુ પુરાવા માટે પૂછપરછ શરૂ કરવામાં આવી છે

આરોપી મનુભાઈ ઉર્ફે મનો વેલજીભાઇ ઉર્ફે વાલાભાઇ સોલંકીને ઉંમર 57 રહેવાસી ધુડીયા આગરીયા રાજુલા પોલીસ આજે કોર્ટમાં રજૂ કરાશે. અત્યાર સુધીમાં ક્યાં ક્યાં વિસ્તારમાં નાસ્તો ફરતો હતો. તેને લઈ પૂછપરછ શરૂ કરી તપાસ હાથ ધરી છે.

અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળી

અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ અલ્પેશ પટેલની ટીમના બહાદુરભાઈ વાળા,લીલેશભાઈ બાબરીયા,જયેન્દ્રભાઈ બસીયા,યુવરાજ સિંહ વાળા સહીત પોલીસ કર્મચારીઓને સફળતા મળી છે. આ કામગીરીની અમરેલી એસપીએ પ્રસંશા કરી બિરદાવ્યા હતા.

Input Credit- Jayde Kathi- Amreli

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">