AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઓનલાઈન ગેમનો યુવકને એવો ચસકો લાગ્યો કે 96 લાખનું દેવું થઈ ગયું, હવે પરિવાર પણ બોલાવતો નથી

આજ-કાલ ઓનલાઈન ગેમિંગની લત દારુથી પણ વધુ ખતરનાક સાબિત થઈ રહી છે. આ લતમાં લોકો કરોડો રુપિયા ગુમાવી રહ્યા છે.ઓનલાઈન ગેમના પ્રભાવથી બરબાદ થઈ ગયો યુવક, 96 લાખનું દેવું થઈ ગયું, મા અને ભાઈ બધાની બોલતી બંધ થઈ ગઈ

ઓનલાઈન ગેમનો યુવકને એવો ચસકો લાગ્યો કે 96 લાખનું દેવું થઈ ગયું, હવે પરિવાર પણ બોલાવતો નથી
| Updated on: Sep 24, 2024 | 1:43 PM
Share

યુવકે રડતા રડતાં કહ્યું મારો ભાઈ ખુબ સારો છે પરંતુ તે મારી સાથે વાત કરતો નથી. હું મારી ભત્રીજી સાથે વાત કરવા માગું છુ પરંતુ ગેમના કારણે કોઈ બોલતું નથી.વડીલો કહેતા હોય છે કે, દારુની લત જેને લાગી જાય તેનું જીવન બરબાદ થઈ જાય છે પરંતુ આજના સમયમાં ઓનલાઈન ગેમિંગની લતને સૌથી ખરાબ માનવામાં આવે છે. એટલા માટે કારણ કે, આ એક એવી લત છે. જેમાં લોકો લાલચમાં લાખો-કરોડો રુપિયા ગુમાવી દે છે. હાલમાં એક યુવકનો આવો જ મામલો સામે આવ્યો છે. જેમાં તેમણે કહ્યું કે, આ લતના કારણે તેના ઉપર 96 લાખનો દેવું થઈ ગયું છે.

જાણો શું છે સમગ્ર મામલો

એક પોડકાસ્ટમાં આ યુવકે પોતાની ગેમિંગની લત વિશે જણાવ્યું છે. જે સાંભળી તમે સૌ હેરાન રહી જશો. JEE પાસ કરનાર હિમાંશુએ રડતા રડતાં કહ્યું કે, તેને ઓનલાઈન ગેમિંગની એવી લત લાગી ગઈ હતી કે, પોતાના એન્જિન્યરિંગના અભ્યાસના પૈસા ઓનલાઈન ગેમમાં ગુમાવી દીધા હતા. આ એક એવી લત છે જેના કારણે તેનો પરિવાર તેનાથી દુર થઈ ગયો છે. હવે તેના ભાવ પુછવાવાળું પણ કોઈ રહ્યું નથી.

આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો

યુવકે કહ્યું તેની માતા શિક્ષક છે , તેના પર 96 લાખનું દેવું થઈ જવાના કારણે પરિવારમાં કોઈ તેની સાથે વાત પણ કરતું નથી. યુવકે રડતાં રડતાં કહ્યું રસ્તામાં જો મને કાંઈ થઈ જાય તો પણ ઘરના લોકો મને જોવા આવશે નહિ.યુવકે જણાવ્યું કે તેણે આ ઓનલાઈન ગેમિંગ મામલામાં ઘણી છેતરપિંડી કરી છે અને લોકો પાસેથી પૈસા પણ લીધા છે. હવે તેઓ પૈસા માંગે છે પણ મારી પાસે તેમને આપવા માટે કંઈ નથી. મારી પરિસ્થિતિથી નિરાશ થઈને મેં આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો પણ સફળતા મળી નહોતી.

આ વીડિયો વાયરલ થતાં એક યુઝરે આ લતથી દુર રહેવાની સલાહ આપી રહ્યા છે. એક યુઝરે કહ્યું કે, માત્ર ઓનલાઇન ગેમિંગ, કારણ કે ટ્રેડિંગ પણ લોકોને બરબાદ કરી રહ્યું છે. તો કોઈએ કહ્યું આ નશો દુરના નશાથી પણ ખતરનાક છે. આને જાણો કેટલા લોકોના ઘર બરબાદ કરી દીધા છે.

g clip-path="url(#clip0_868_265)">