યુક્રેનના કહેવાથી PM મોદી અમેરિકામાં ઝેલેન્સકીને મળ્યા, 3 મહિનામાં ત્રીજીવાર કરી મુલાકાત; જાણો શું થયું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ત્રણ દિવસીય અમેરિકાની મુલાકાતના છેલ્લા દિવસે, ન્યુયોર્કમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકી સાથે મુલાકાત કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠક યુક્રેનની વિનંતી પર ગોઠવવામાં આવી હતી.

યુક્રેનના કહેવાથી PM મોદી અમેરિકામાં ઝેલેન્સકીને મળ્યા, 3 મહિનામાં ત્રીજીવાર કરી મુલાકાત; જાણો શું થયું
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2024 | 1:58 PM

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ત્રણ દિવસીય અમેરિકા મુલાકાતના છેલ્લા દિવસે સોમવારે ન્યુયોર્કમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકી સાથે મુલાકાત કરી. પીએમ મોદી અને ઝેલેન્સકી વચ્ચે ત્રણ મહિનામાં આ ત્રીજીવારની મુલાકાત છે. એક મહિના પહેલા જ પીએમ મોદીએ યુક્રેનની મુલાકાત લીધી હતી અને ઝેલેન્સકી સાથે મુલાકાત કરી હતી.

વિદેશ મંત્રાલયે કહ્યું કે આ બેઠક યુક્રેનિયન પક્ષની વિનંતી પર યોજાઈ હતી. બંને ટોચના નેતાઓ વચ્ચે લાંબી વાતચીત થઈ હતી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા x પર ઝેલેન્સકી સાથેની તેમની મુલાકાતની તસવીરો પણ શેર કરી હતી.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનો ત્રણ દિવસનો યુએસ પ્રવાસ પૂર્ણ કરીને નવી દિલ્હી જવા રવાના થઈ ગયા છે. આ પહેલા સોમવારે તેઓ યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીને મળ્યા હતા. બેઠક બાદ પીએમ મોદીએ સોશિયલ મીડિયા x પર લખ્યું, “ન્યૂયોર્કમાં રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને મળ્યા. અમે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે ગયા મહિને યુક્રેનની મારી મુલાકાતના પરિણામોને અમલમાં મૂકવા માટે પ્રતિબદ્ધ છીએ શાંતિ અને સ્થિરતાની પુનઃસ્થાપના માટે તેના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો.”

PM મોદી અને Zelensky વચ્ચે શું થયું

ANI દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં પીએમ મોદી અને ઝેલેન્સકી એકબીજાના ગળે લગાવતા અને હાથ મિલાવતા જોવા મળે છે. 18 સેકન્ડની આ વીડિયો ક્લિપમાં વિદેશ મંત્રી એસ જયશંકર પણ દ્વિપક્ષીય બેઠકમાં હાજર રહ્યાં હોય તેમ જોવા મળે છે. ઝેલેન્સકીએ યુક્રેન સંઘર્ષ પર ભારતનું ધ્યાન અને શાંતિ લાવવા માટે પીએમ મોદીના પ્રયાસોની પ્રશંસા કરી. ઝેલેન્સકી સાથેની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ હંમેશા શાંતિના પક્ષમાં રહ્યા છે. તેમણે કહ્યું કે તેમણે ઘણા વિશ્વ નેતાઓ સાથે વાત કરી છે જેઓ સંમત છે કે યુદ્ધનો અંત આવવો જોઈએ અને ઉકેલ શોધવો જોઈએ.

વડાપ્રધાન મોદીની ઝેલેન્સકી સાથેની મુલાકાત એટલા માટે પણ મહત્વની હોવાનું કહેવાય છે કારણ કે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન પણ પીએમ મોદીની યુક્રેન મુલાકાતની પ્રશંસા કરી છે. વડાપ્રધાન મોદીએ સોમવારે સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં કહ્યું કે, માનવતાની સફળતા યુદ્ધના મેદાનમાં નહીં, પરંતુ સામૂહિક તાકાતમાં રહેલી છે. નોંધનીય છે કે, પીએમ મોદી અને ઝેલેન્સકી ત્રણ મહિનામાં ત્રીજી વખત રૂબરુ મળ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">