Amreli: વરસાદના બીજા રાઉન્ડમાં અમરેલી પંથકમાં ધોધમાર વરસાદ

|

Aug 07, 2022 | 10:32 PM

બાબરા (Babra), રાજુલા, ધારી એમ વિવિધ પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે અને સતત  વરસાદથી ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના નદી નાળા છલકાઈ ગયા છે તો રાજુલા તાલુકાના રિંગણીયાળા ગામ નજીક કોઝવે પર વરસાદને પગલે પાણી ફરી વળ્યા હતા.

Amreli: વરસાદના બીજા રાઉન્ડમાં અમરેલી પંથકમાં ધોધમાર વરસાદ
Amreli: Heavy rain in Amreli Pathanka in second round of rains

Follow us on

અમરેલીમાં (Amreli) હળવાથી ભારે વરસાદની આગાહી વચ્ચે અમરેલીમાં છેલ્લા ત્રણથી ચાર દિવસથી ભારે વરસાદી (Rain) ઝાપટા વરસી રહ્યા છે. આજે પણ સમગ્ર જિલ્લાના બાબરા (Babra) રાજુલા ધારી એમ વિવિધ પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે અને સતત વરસાદથી  ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના નદી નાળા છલકાઈ ગયા છે તો રાજુલા તાલુકાના રિંગણીયાળા ગામ નજીક કોઝવે પર વરસાદને પગલે પાણી ફરી વળ્યા હતા અને રાજુલાની ઘાણો નદીમાં પૂર આવતા નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી. કોઝવે પર પાણી ફરી વળતા થોડીવાર માટે વાહન વ્યવહાર બંધ થયો હતો. ઘાણો નદીનું પાણી  ધાતરવડી-2 ડેમમાં જઈ રહ્યું હોવાના કારણે ડેમમાં પાણીની આવકમાં પણ વધારો થયો છે.

બાબરા પંથકમાં અનરાધાર વરસાદ

બાબરા પંથકમાં બે ઈંચ જેટલા વરસાદને પગલે કાળુભાર નદીમાં  ઘોડાપુર આવ્યું હતું. બાબરાના ગ્રામ્ય વિસ્તારો જેવા કે  ચમારડી, વલારડી, કુંવરગઢ, પીરખીજડીયા, ઈગોરાળા, ભીલા, ભીલડી હિતના ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, તેના પરિણામે બાબરાના ચમારડી ગામે આવેલ કોઝવે ઉપર પાણી ફરી વળ્યા હતા.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

Torrential rain in rural areas of Lathi

અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ત્રણથી ચાર દિવસથી વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલી શહેરમાં અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો જેવા કે ધારી, ચલાલા, સાવરકુંડલા, બાબરામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને ગામમાં  પાણી વહી નીકળ્યા હતા. આજે પણ અમરેલીના ગ્રામ્ય વિસ્તારો તેમજ ધારી (Dhari)માં વરસાદ પડ્યો હતો. ધારીના રાજુલા પંથક તેમજ શહેરમાં અને હિંડોરણા, છતડીયા આસપાસના ગામડાના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.

આજે કુંકાવાવમાં સતત બફારા બાદ વરસાદ વરસતા લોકોએ રાહત અનુભવી હતી. છેલ્લા કેટલાય સમયથી અમરેલીમાં સતત વરસાદ બાદ ઉઘાડ નીકળ્યો હતો. જોકે ઉઘાડ બાદ લોકો ભેજ અને બફારાથી ત્રસ્ત થઈ ગયા હતા. ત્યારે ફરી પાછા નાના મોટા વરસાદી ઝાપટા આવી જતા વાદળછાયા વાતાવરણને પગલે થોડી ઠંડક વ્યાપી હતી અને કુંકાવાવની શેરીઓમાં વરસાદી પાણી વહી ઉઠ્યા હતા.

Next Article