100 કરોડનું કૌભાંડ : પીપાવાવ પોર્ટ પર UAEના નામે ઘુસાડી દેવાયેલા પાકિસ્તાની ખજૂરના 80 કન્ટેનર ડિટેઈન
હાલ કસ્ટમ્સે 100 કરોડની ડ્યુટી ચોરી બાદ 1600 ટન ખજૂર ડિટેઈન કર્યો છે અને કસ્ટમ્સના ઉચ્ચ અધિકારીઓની તાત્કાલિક બેઠક બોલાવાઈ છે.તેમજ 500 કન્ટેનરની તપાસ કર્યા વગર OC આપનાર કસ્ટમ્સના અધિકારીઓ સામે કાર્યવાહી કરવા પણ તાકીદ કરી છે.
AMRELI : રાજુલાના પીપાવાવ પોર્ટ પર દિલ્હીની ડમી પેઢીના નામે આચરેલા કરોડોના કૌભાંડનો પર્દાફાશ થયો છે.પોર્ટ પર UAEના નામે ઘુસાડી દેવાયેલા પાકિસ્તાની ખજૂરના 80 કન્ટેનર ડિટેઈન કરાયા છે.પાકિસ્તાનથી ખજૂરના કન્ટેનરો આવતા હતા.પરંતુ આ કન્ટેનરોને UAEના બતાવી 100 કરોડની ડ્યૂટી ચોરી કરવામાં આવી છે. પાકિસ્તાનથી આયાત બતાવે તો 200 ટકા ડ્યુટી લાગે જ્યારે UAE માટે 30 ટકા ડ્યુટી લાગે છે, જેથી આરોપીઓ 170 ટકા ડયુટીની ચોરી કરતા હોવાનું સામે આવ્યુ છે.
ઉલ્લેખનીય છે કે કસ્ટમ્સને શંકા જાય તે પહેલા જ તેમણે 500 કન્ટેનર ક્લિયર કર્યા હતા.જે બાદમાં તપાસ કરતા સમગ્ર મોડસ ઓપરેન્ડ સામે આવી હતી.જોકે હાલ કસ્ટમ્સે 100 કરોડની ડ્યુટી ચોરી બાદ 1600 ટન ખજૂર ડિટેઈન કર્યો છે અને કસ્ટમ્સના ઉચ્ચ અધિકારીઓની તાત્કાલિક બેઠક બોલાવાઈ છે.તેમજ 500 કન્ટેનરની તપાસ કર્યા વગર OC આપનાર કસ્ટમ્સના અધિકારીઓ સામે કાર્યવાહી કરવા પણ તાકીદ કરી છે.તેમજ ખજૂર વેપાર થકી પાકિસ્તાની આકાઓ ટેરર ફંડિગ કરતા હોવાની પણ આશંકાઓ હાલ સેવાઈ રહી છે.
આ પણ વાંચો : KUTCH : BSFની આગેવાનીમાં આર્મી, નેવી, કોસ્ટગાર્ડ અને પોલીસ સહિતની 4 દિવસની સંયુક્ત કવાયત
આ પણ વાંચો : ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું, “હું મંત્રી નહી, પણ પોલીસ પરિવારનો સભ્ય છું”