ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું, “હું મંત્રી નહી, પણ પોલીસ પરિવારનો સભ્ય છું”

સુરતમાં ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ડ્રગ્સ મુદ્દે કહ્યું કે, લોકો કહે છે કે, આ ગૃહમંત્રી હર્ષ સંઘવીનો હલ્લાબોલ છે પરંતુ આ હર્ષસંઘવીનો હલ્લાબોલ નહીં પરંતુ પોલીસની કામગીરી છે.

SURAT : સુરતમાં ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ડ્રગ્સ મુદ્દે કહ્યું કે, લોકો કહે છે કે, આ ગૃહમંત્રી હર્ષ સંઘવીનો હલ્લાબોલ છે પરંતુ આ હર્ષસંઘવીનો હલ્લાબોલ નહીં પરંતુ પોલીસની કામગીરી છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં 63 દિવસમાં 67 કેસ નોંધાયા છે અને 1350 કરોડથી વધુનું ડ્રગ્સ ગુજરાત પોલીસે ઝડપ્યું છે. હર્ષ સંઘવીએ એમ પણ કહ્યું કે, “હું મંત્રી નહીં પરંતુ પોલીસ પરિવારનો સભ્ય છું. તમારી નાનામાં નાની સમસ્યમાં હું તમારી સાથે છું”

સુરત શહેરમાં પોલીસના ઝાંબાજ કર્મયોગીઓએ કરેલી ઉત્તમ કામગીરી બદલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સાંસદ સી.આર.પાટીલ તથા અન્ય મહાનુભાવોના હસ્તે પોલીસ શૌર્ય પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગૃહરાજયમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજયએ સમગ્ર દેશમાં પ્રથમ વાર ડ્રગ્સ રીવોર્ડ પોલીસી બનાવવાનું કાર્ય કર્યું છે.કોરોનાના કપરાકાળ દરમિયાન પોલિસ જવાનોએ ખડેપગે રહીને કરેલી કામગીરીને યાદ કરીને સૌ પોલીસ જવાનોને અભિનંદન પાઠવ્યા હતા.

આ તકે તેમણે ટ્રાફિક નિયમ તોડનારા નાગરિકો સાથે માનવતાપૂર્વક વ્યવહાર કરવાની ટકોર પણ કરી હતી. પોલીસ સ્ટેશનમાં આવતા સામાન્ય માનવી સાથે સારો સાલશભર્યો વ્યવહાર થાય તે જરૂરી હોવાનું તેમણે કહ્યું હતું. રાજયમાં 63 દિવસમાં 67 કેસોમાં 1350 કરોડનુ ડ્રગ્સ પકડીને ગુજરાત પોલીસે શ્રેષ્ઠ કામગીરી કરી છે.

ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું કે રાજયની શાંતિ, સલામતી અને સુરક્ષાએ ગુજરાતની પોલિસને આભારી છે. આગામી સમયમાં પોલીસ કર્મયોગીને રહેવા માટે મકાનો મળી રહે તે માટે હાઉસીંગ પોલિસી બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. પોલીસની કોઈ મુશ્કેલીઓને હશે તે તેનું સુખદ નિરાકરણ લાવવામાં આવશે તેમ મંત્રીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો : AHMEDABAD :જાસપુરમાં આજથી વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયાના મંદિર ‘વિશ્વ ઉમિયાધામ’ના નિર્માણ કાર્યનો પ્રારંભ

આ પણ વાંચો : સી.આર.પાટીલનું મોટું નિવેદન, કહ્યું “પોલીસને આ રીતે આંદોલન કરવાનો કોઈ અધિકાર નથી”

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati