ઓક્ટોબરના છેલ્લા સપ્તાહ અને નવેમ્બરના પહેલા સપ્તાહમાં મુંબઈ જતા કે આવતા પહેલા જોઈ લેજો રેલવે બ્લોકની આ તારિખ, ક્યાંક તમે અધવચ્ચે અટવાઈ ના જાવ

|

Oct 18, 2024 | 7:40 PM

ઉદવાડા-વાપી સ્ટેશનો વચ્ચે રોડ ઓવર બ્રિજના નિર્માણ માટે બો સ્ટ્રિંગ ગર્ડરના કામકાજ માટે અને અતુલ-વલસાડ વચ્ચે ગર્ડરના કામકાજ માટે બ્લોક લેવામાં આવશે. જેના કારણે પશ્ચિમ રેલવેની કેટલીક ટ્રેનોને અસર થશે.

ઓક્ટોબરના છેલ્લા સપ્તાહ અને નવેમ્બરના પહેલા સપ્તાહમાં મુંબઈ જતા કે આવતા પહેલા જોઈ લેજો રેલવે બ્લોકની આ તારિખ, ક્યાંક તમે અધવચ્ચે અટવાઈ ના જાવ

Follow us on

ઉદવાડા-વાપી સ્ટેશન અને અતુલ-વલસાડ વચ્ચે રોડ ઓવર બ્રિજના નિર્માણ માટે બ્લોક થવાને કારણે પશ્ચિમ રેલવેની કેટલીક ટ્રેન પ્રભાવિત થશે. પશ્ચિમ રેલવે દ્વારા જાહેર કરાયેલ યાદી અનુસાર, આગામી 21, 22 અને 24, ઓક્ટોબર અને 1લી, 4, 8, 9 અને 11 નવેમ્બર, 2024ના રોજ ઉદવાડા-વાપી સ્ટેશનો વચ્ચે રોડ ઓવર બ્રિજના નિર્માણ માટે બો સ્ટ્રિંગ ગર્ડરના કામકાજ માટે અને અતુલ-વલસાડ વચ્ચે ગર્ડરના કામકાજ માટે બ્લોક લેવામાં આવશે. જેના કારણે પશ્ચિમ રેલવેની કેટલીક ટ્રેનોને અસર થશે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી દ્વારા જાહેર કરવામાં આવેલી અખબારી યાદી મુજબ, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-

ટ્રેનોનું શોર્ટ ટર્મિનેશન/રદ્દ :-

1. ટ્રેન નંબર 20908/20907 ભુજ – દાદર સયાજીનગરી એક્સપ્રેસ વલસાડ સુધી દોડશે અને વલસાડ અને દાદર વચ્ચે 3જી નવેમ્બર, 2024 એક્સ ભુજ અને 4થી નવેમ્બર, 2024 એક્સ દાદરના રોજ શરૂ થનારી મુસાફરી માટે આંશિક રીતે રદ કરવામાં આવશે.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

2. ટ્રેન નંબર 09154/09153 વલસાડ – ઉમરગામ રોડ મેમુ સ્પેશિયલ 4 નવેમ્બર, 2024 રદ થશે.

રેગ્યુલેટ થનારી ટ્રેનો:-

1. ટ્રેન નંબર 20907 દાદર – ભુજ સયાજીનગરી એક્સપ્રેસ 21મી, 22મી અને 24મી ઓક્ટોબર અને 9મી અને 11મી નવેમ્બર, 2024ના રોજ 55 મિનિટ વિલંબ સાથે ઉપડશે.

2. ટ્રેન નંબર 20908 ભુજ – દાદર સયાજીનગરી એક્સપ્રેસ 21મી, 22 અને 24મી ઓક્ટોબર અને 9મી અને 11મી નવેમ્બર, 2024ના રોજ 45 મિનિટ અને 1લી અને 8મી નવેમ્બર, 2024ના રોજ 30 મિનિટ દ્વારા નિયમન કરવામાં આવશે.

3. ટ્રેન નંબર 12926 અમૃતસર – મુંબઈ સેન્ટ્રલ પશ્ચિમ એક્સપ્રેસ 21, 22 અને 24 ઑક્ટોબર અને 9 અને 11 નવેમ્બર, 2024ના રોજ 30 મિનિટ અને 1 અને 8 નવેમ્બર, 2024ના રોજ 20 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.

4. ટ્રેન નંબર 16588 બિકાનેર – યશવંતપુર એક્સપ્રેસ 21મી ઑક્ટોબર અને 11મી નવેમ્બર, 2024ના રોજ 25 મિનિટ અને 4થી નવેમ્બર, 2024ના રોજ 1 કલાક 10 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.

5. ટ્રેન નંબર 19028 જમ્મુ તાવી – બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ 22 ઓક્ટોબર, 2024 ના રોજ 25 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે

6. ટ્રેન નંબર 12996 અજમેર – બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ 1લી અને 8મી નવેમ્બર, 2024 ના રોજ 30 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.

7. ટ્રેન નંબર 14806 બાડમેર – યશવંતપુર એક્સપ્રેસ 1લી અને 8મી નવેમ્બર, 2024ના રોજ 25 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.

8. ટ્રેન નંબર 09055 બાંદ્રા ટર્મિનસ – ઉધના સ્પેશિયલ 1લી નવેમ્બર, 2024 ના રોજ 40 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.

9. ટ્રેન નંબર 19015 દાદર – પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 4 નવેમ્બર, 2024 ના રોજ 50 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.

10. ટ્રેન નંબર 09145 મુંબઈ સેન્ટ્રલ – બરૌની સ્પેશિયલ 4 નવેમ્બર, 2024 ના રોજ 30 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.

11. ટ્રેન નંબર 22954 અમદાવાદ – મુંબઈ મધ્ય ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ 4 નવેમ્બર, 2024 ના રોજ 1 કલાક રેગ્યુલેટ કરવામાં આવશે.

12. ટ્રેન નંબર 02134 જબલપુર – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ 9મી નવેમ્બર, 2024 ના રોજ 1 કલાક રેગ્યુલેટ કરવામાં આવશે.

 

Next Article