ગુજરાતમાં ડિઝીટલ લૂંટારુઓનો ખતરો ! સિનિયર સીટીઝનને ઓનલાઇન એરેસ્ટ કર્યા અને પછી ગેંગના 5 સાગરીતો સાયબર ક્રાઇમની કસ્ટડીમાં..

બેન્ક એકાઉન્ટની લિંકના આધારે અમદાવાદ સાયબર ક્રાઇમ સેલે દુબઇમાં બેઠેલા ચાંચિયાઓ સાથે સંકળાયેલ ગેંગના 5 સાગરીતોને સુરત અને સુરેન્દ્રનગર માંથી ઝડપી પાડ્યા. જાણો કઈ રીતે આપ્યો ગુનાને અંજામ.

ગુજરાતમાં ડિઝીટલ લૂંટારુઓનો ખતરો ! સિનિયર સીટીઝનને ઓનલાઇન એરેસ્ટ કર્યા અને પછી ગેંગના 5 સાગરીતો સાયબર ક્રાઇમની કસ્ટડીમાં..
Follow Us:
yunus.gazi
| Edited By: | Updated on: Sep 21, 2024 | 7:57 PM

CBI મુંબઈ પોલીસ કે પછી એવીજ કોઈ સુરક્ષા એજન્સીઓનું નામ આપીને જો તમને કોઈ વ્યક્તિ કોલ કરે અને રૂપિયાની માંગણી કરે.. તમને કહે કે તમને એરેસ્ટ કરવામાં આવ્યા છે, તો તમે ગભરાશો નહીં.. રકમ આપશો નહીં.. તમે પોલીસની મદદ લઈ શકો છો.

દેશની સાયબર સુરક્ષા એજન્સીઓ દ્વારા નાગરિકોને વારંવાર આ પ્રકારની ચેતવણીઓ આપવા છતાં નિર્દોષ નાગરિકો ડીઝીટલ ચાંચિયાઓના હાથે લૂંટાઈ રહ્યા છે. આવી રીતેજ એક સિનિયર સીટીઝનને ઠગી લેનારી ગેંગને અમદાવાદ સાયબર ક્રાઇમ સેલ દ્વારા ઝડપી પાડવામાં આવી છે.

અમદાવાદ સાયબર ક્રાઇમ સેલ દ્વારા સુરત અને સુરેન્દ્રનગર માંથી પાંચ ડીઝીટલ લૂંટારા ઝડપી પાડવામાં આવ્યા. આ પાંચ સાગરીતોના આકાઓ દુબઇ કે ચીનમાં બેઠેલા છે.

નીતા અંબાણી આકાશ-શ્લોકાની પુત્રી સાથે કર્યું ટ્વિનિંગ, જુઓ દાદી અને પૌત્રીનો ધમાકેદાર ડાન્સ
Bank of Baroda આપી રહી છે SBI કરતા સસ્તી કાર લોન, 5 વર્ષ માટે 8,00,000 ની લોન પર EMI કેટલી?
કરીના લાગી કિલર, જન્મદિવસ પર બેબોએ શેર કરી ગ્લેમરસ તસવીરો
સાંજે ઘરના દરવાજા પર રાખો આ 1 વસ્તુ, માતા લક્ષ્મી થશે પ્રસન્ન!
રોજ ખાલી પેટ કોથમીરના પાન ચાવવાથી જાણો શું થાય છે?
Calcium For Health: કેવી રીતે ખબર પડે છે કે તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ છે?

દુબઇ કે અન્ય સ્થળો એ બેસી લોકોને CBI મુંબઈ પોલીસ કે અન્ય કોઈ પણ સુરક્ષા એજન્સીના અધિકારીના નામે કોલ કરે ..ડરાવે ધમકાવે અને પછી તેઓને ડીઝીટલ એરેસ્ટ કરી જ્યાં હોય ત્યાંજ જે તે સ્થિતિ માંજ રહેવા માટે સૂચના આપવામાં આવે અને જો મામલો પતાવવો હોય તો પછી લાખો રૂપિયાની રકમ માંગવામાં આવે. અમદાવાદના એક સિનિયર સીટીઝન સાથે આવીજ રીતે રૂપિયા 79 લાખ થી વધુની રકમ જુદા જુદા 5 બેન્ક એકાઉન્ટ માં ટ્રાન્સફર કરાવી લીધી.

આ સીનીયર સીટીઝનને જ્યારે ખબર પડી કે તેઓ ઠગાયા છે તો તેઓએ અમદાવાદ સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવી જે બાદ તપાસ નો ધમધમાટ શરૂ થયો.

સાયબર ક્રાઇમ સેલની ટીમે પાંચ બેન્ક એકાઉન્ટની ડિટેલ મેળવી તો સુરેન્દ્રનગર અને સુરત નું કનેક્શન ખુલ્યું અને ઓનલાઈન ડીઝીટલ લૂંટારુઓનો ઓફલાઇન અડ્ડો નીકળ્યો સુરતના સરથાણા માં અમદાવાદ સાયબર ક્રાઇમ સેલ દ્વારા સુરતના સરથાણા માં બે સ્થળોએ સર્ચ ઓપરેશન કર્યું તો મળી આવ્યા 700 થી વધુ એક્ટિવેટ સિમ કાર્ડ, દુબઇના કાર્ડ, ચેકબુક, પાસબુક રોકડ રકમ અને ઘણું બધું.

સાયબર ક્રાઇમ દ્વારા સુરત અને સુરેન્દ્રનગર માંથી કઈ કઈ વસ્તુઓ કબ્જે કરી

  • રોકડ નાણા રુપિયા 12 ,75,000/-
  • સીમકાર્ડ- 708
  • ચેકબુક- 64
  • પાસબુક-34
  • ડેબીટ/ક્રેડીટકાર્ડ- 49
  • ચેક- 48
  • મોબાઇલફોન- 18
  • હિસાબના ચોપડા- 3
  • દુબઇના મેટ્રો કાર્ડ- 3
  • બેંક એકા.ની કીટ-  3
  • સી.પી.યુ.- 2
  • રાઉટર – 2
  • મોબાઇલ સ્વાઇપ મશીન-  1
  • ઓલ ઇન વન કોમ્પ્યુટર- 1
  • લેપટોપ- 1

સુરેન્દ્રનગર અને સુરત થી સાયબર ક્રાઇમ સેલ દ્વારા ઝડપી પાડવામાં આવેલ આરોપીઓ

  • રવી અશોકભાઇ સવાણી.
  • સુમીત અશોકભાઇ મોરડીયા
  • પ્રકાશ રમેશભાઇ ગજેરા
  • પીયુષ જયસુખભાઈ માલવીયા
  • કલ્પેશ મહાદેવભાઈ રોજાસરા

કેવી રીતે ચાલતું હતું આ નેટવર્ક?

કેવી રીતે વાયા સુરેન્દ્રનગર, સુરત દુબઇ થી ચાલતું હતું ડીઝીટલ રોબરીનું આ નેટવર્ક

  • ગરીબ શ્રમજીવી અને જરૂરિયાત મંદ લોકો ના દસ્તાવેજો મેળવી બેન્ક એકાઉન્ટ ખોલવામાં આવતા અને સીમકાર્ડ ખરીદવામાં આવતા
  • બેંક એકાઉન્ટની કીટ દુબઇ ખાતે રહેતા રોકીભાઇ નામના ઇસમને મોકલવામાં આવતી
  • એક એકાઉન્ટ ના કમિશન પેટે ૧ ડેબીટ કાર્ડ દિઠ રૂા.25,000/- (અંકે રૂપિયા પચ્ચીસ હજાર પુરા) કમિશન અલગ-અલગ વ્યકિતઓ મારફતે દુબઇ ખાતે રહેતા રોકીને મોકલવામાં આવતી
  • રૂપિયા 25 હજારમાંથી એકાઉન્ટ હોલ્ડરને રૂા.17,000/- આપવામાં આવતા, એકાઉન્ટ પ્રોવાઇડ કરનારને રૂપિયા 3000/- આપવામાં આવતા.
  • આરોપી રવી અશોકભાઇ સવાણી તથા સુમીત અશોકભાઇ મોરડીયા દુબઇ સ્થિત રોકીને એકાઉન્ટની વિગત આપી રૂા.5000/- ડેબીટ કાર્ડ દિઠ મેળવતાં હતા.

અમદાવાદ સાયબર ક્રાઇમ સેલના DCP ડો લવીના સિન્હા એ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું કે ડીઝીટલ એરેસ્ટ અથવા અન્ય રીતે સાયબર ઠગાઈ કરી મેળવવામાં આવતી રકમ આવા બેન્ક એકાઉન્ટ માં જમા થઈ ઇન્ટરનેશનલ એકાઉન્ટ મા ઓનલાઇન જમા થતી અથવા દુબઇ સ્થિત ATM સેન્ટર માંથી રકમ કાઢી લેવામાં આવતી.

વકીલે સાયબર ક્રાઇમના PI અને તેઓના સ્ટાફ વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો

અમદાવાદ સાયબર ક્રાઇમ સેલ જ્યારે આ ડીઝીટલ લૂંટારુ ગેંગના સરથાણા સ્થિત ઓફલાઇન અડ્ડા પર દરોડો પાડી પંચનામું કરી રહી હતી ત્યારે આ ગેંગના સાગરીતોએ અમદાવાદ સાયબર ક્રાઇમ સેલ થી બચવા માટે એક વકીલ ને મોકલી પંચનામાંની પ્રકીર્યા માં વિક્ષેપ પાડવાની કોશિશ કરી હતી.. ચોરી ઉપરથી સીના જોરીની માફક વકીલે સાયબર ક્રાઇમના PI અને તેઓના સ્ટાફ વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો. પરંતુ બાદ માં અમદાવાદ સાયબર ક્રાઇમ સેલ ના PI પારસ મકવાણા એ વકીલ અને તેઓના સાગરીતો વિરુદ્ધ સરકારી કામગીરી માં દખલગીરી બદલ ગુનો દાખલ કરાવ્યો.

બેન્ક એકાઉન્ટ અને સીમકાર્ડની તપાસ શરૂ કરવામા આવી

અમદાવાદ સાયબર ક્રાઇમ સેલ દ્વારા હાલ તો તમામ 5 આરોપીઓની ઘનિષ્ઠ પૂછપરછ અને તેઓના કનેક્શન તથા બેન્ક એકાઉન્ટ અને સીમકાર્ડની તપાસ શરૂ કરવામા આવી છે. સરહદ પાર દુબઇ અને ચીન માં બેઠેલા આ ગેંગના આકાઓ અને તેઓના કારનામાં ઓ પરથી આગામી દિવસોમાં વધુ ખુલાસાઓ થશે.

આ શહેરમાં નથી વાગતા 12, ઘડિયાળ 11 પછી બતાવે છે સીધો 1 વાગ્યાનો સમય
આ શહેરમાં નથી વાગતા 12, ઘડિયાળ 11 પછી બતાવે છે સીધો 1 વાગ્યાનો સમય
ગોધરા પંથકની શાળામાં દાઝેલી 13 વર્ષીય વિદ્યાર્થીનીનું મોત
ગોધરા પંથકની શાળામાં દાઝેલી 13 વર્ષીય વિદ્યાર્થીનીનું મોત
ખંભાળિયા તાલુકામાં વીજ ધાંધિયાને કારણે ખેડૂતો હેરાન
ખંભાળિયા તાલુકામાં વીજ ધાંધિયાને કારણે ખેડૂતો હેરાન
રાજકોટમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ, 7 લોકોએ પીધી ઝેરી દવા
રાજકોટમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ, 7 લોકોએ પીધી ઝેરી દવા
વડોદરા: શિનોર સહિતના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ
વડોદરા: શિનોર સહિતના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ
ડુમસ બીચ ખાત આંતરરાષ્ટ્રીય ક્લિન દિવસ અંતર્ગત યોજાઈ સ્વચ્છતા ડ્રાઈવ
ડુમસ બીચ ખાત આંતરરાષ્ટ્રીય ક્લિન દિવસ અંતર્ગત યોજાઈ સ્વચ્છતા ડ્રાઈવ
પરીક્ષામાં ગેરરીતિ રોકવા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિ.એ લીધો આ નિર્ણય
પરીક્ષામાં ગેરરીતિ રોકવા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિ.એ લીધો આ નિર્ણય
અંબાલાલની વરસાદને લઈને મોટી આગાહી, નવરાત્રીમાં વરસાદ બનશે વિલન - Video
અંબાલાલની વરસાદને લઈને મોટી આગાહી, નવરાત્રીમાં વરસાદ બનશે વિલન - Video
સાયબર માફીયાઓ બન્યા બેફામ, વકીલ મંડળનું વોટ્સઅપ ગ્રુપ કર્યું હેક
સાયબર માફીયાઓ બન્યા બેફામ, વકીલ મંડળનું વોટ્સઅપ ગ્રુપ કર્યું હેક
જખૌ નજીક બિનવારસી હાલતમાં 10 ડ્રગ્સના પેકેટ મળ્યા
જખૌ નજીક બિનવારસી હાલતમાં 10 ડ્રગ્સના પેકેટ મળ્યા
g clip-path="url(#clip0_868_265)">