નકલીનો ખેલ, 18 વર્ષનો છોકરો 2 લાખ રૂપિયા આપીને નકલી IPS બન્યો, પોલીસના હાથે ઝડપાતા ચોંકાવનારું સત્ય આવ્યું સામે…
બિહારમાંથી પ્રકાશમાં આવેલ નકલી IPSનો એક કિસ્સો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે, જમુઈ જિલ્લામાં એક 18 વર્ષના છોકરાએ 2 લાખ રૂપિયામાં પોલીસનો યુનિફોર્મ અને પિસ્તોલ મેળવી અને પોતાને IPS ઓફિસર ગણાવ્યો.
પકડાયેલો નકલી IPS છોકરો તેના ગામમાં તેની “નવી રેન્ક” બતાવી રહ્યો હતો જ્યારે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી અને તે પકડાઈ ગયો. જ્યારે પોલીસે તેની ધરપકડ કરી ત્યારે મિથલેશ માંઝી નામના આ દેખાદેખી બનાવટી અધિકારીએ કહ્યું, “હું IPS અધિકારી છું”. આરોપીએ સમોસા અને પકોડા પણ ખાધા અને લોકોને કહેતા કે તે ‘આઈપીએસ ઓફિસર’ બની ગયો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં પોલીસ નકલી અધિકારીનું પોલીસ સ્ટેશનમાં “સ્વાગત” કરતી જોવા મળે છે. એક પોલીસકર્મીએ મજાકમાં કહ્યું, “આઇપીએસ સર… સિકંદરા પોલીસ સ્ટેશન આવો.”
2 લાખ રૂપિયા આપીને આ નોકરી
સોશિયલ મીડિયા પર ભલે આ બાબતને મજાક તરીકે જોવામાં આવી રહી હોય, પરંતુ આ મામલો ગંભીર છેતરપિંડી તરફ ઈશારો કરે છે. સિકંદરા પોલીસે નકલી IPS ઓફિસર તરીકે નાસતા ફરતા યુવકની ધરપકડ કરી પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે તેને કોઈએ 2 લાખ રૂપિયા આપીને આ નોકરી અપાવી હતી.
A Police Sub-inspector arrested fake IPS officer in Jamui (The 18-year-old youth was going around wearing uniform and trying to act as an IPS when he was detained) Bihar pic.twitter.com/1C4vWwLDIE
— Ghar Ke Kalesh (@gharkekalesh) September 20, 2024
પૈસાના બદલામાં પોલીસમાં નોકરી
પોલીસનું કહેવું છે કે આ ગેંગમાં સામેલ તમામ સભ્યોની ધરપકડ કરવામાં આવશે.” એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે યુવક પાસેથી પોલીસ યુનિફોર્મ અને પિસ્તોલ મળી આવી છે. માંઝીએ જણાવ્યું કે મનોજ સિંહ નામના વ્યક્તિએ તેને પૈસાના બદલામાં પોલીસમાં નોકરી આપવાનું વચન આપ્યું હતું.
મનોજ સિંહે કહ્યું હતું કે જો હું તેને 2 લાખ રૂપિયા આપીશ તો તે મને પોલીસમાં નોકરી અપાવી દેશે. મેં તેને મોટાભાગની રકમ એક મહિના પહેલા આપી દીધી હતી. તેણે મને ખાખરા સ્કૂલ પાસે યુનિફોર્મ અને પિસ્તોલ આપી. મેં ગામમાં આવીને મારી માતાને આ અંગે જાણ કરી. આ પછી હું બાકીના 30 હજાર રૂપિયા આપવા માટે ખૈરા પાસે ગયો હતો. આ દરમિયાન પોલીસે મને સિકંદરા ચોકમાં પકડી લીધો હતો.