સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પરીક્ષામાં ગેરરીતિ રોકવા લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય- Video

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં તાજેતરમાં પરીક્ષાઓ યોજનાર છે. આ પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવા માટે વીર નર્મદ યુનિવર્સિટીએ મોટો નિર્ણય કર્યો છે. હવેથી પરીક્ષામાં જે કોઈપણ વિદ્યાર્થી ગેરરીતિ કરતા પકડાશે તેમની પાસેથી 2500 રૂપિયા થી લઈને 10 હજાર સુધીને દંડ વસુલવામાં આવશે.

Baldev Suthar
| Edited By: | Updated on: Sep 21, 2024 | 2:47 PM

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં ઓક્ટોબર મહિનાથી પરીક્ષા શરુ થઇ રહી છે ત્યારે પરીક્ષામાં ગેરરીતી ના થાય તે માટે કડક પગલા લેવામાં આવી રહ્યા છે. જો કોઈ વિદ્યાર્થી ગેરરીતી કરતા પકડશે તો વિદ્યાર્થીને 2500 થી શરુ કરીને 10 હજાર સુધીનો દંડ વસુલવામાં આવશે. આ ઉપરાંત પરીક્ષા માટે 120 સભ્યોની કૂલ 18 ટીમ બનાવવામાં આવી છે. જેઓ આકસ્મિક રીતે 200 કરતા વધારે યુનિવર્સીટી પરીક્ષાના કેન્દ્રો પર ગેરરીતી અંગે તપાસ કરશે.

કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની શૈક્ષણિક વર્ષ 2024-25ની ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી ચાલનારી યુનિવર્સિટી પરીક્ષા માટે 120 સભ્યોની કુલ 18 ટીમ બનાવવામાં આવી છે. જેઓ આકસ્મિક રીતે 200 કરતા વધુ પરીક્ષાના કેન્દ્રો પર ગેરરીતી અંગે તપાસ કરશે અને આ અંગે જે કઈ ગેરરીતી પકડાશે તે ઓનલાઈન માધ્યમથી તરત જ યુનિવર્સીટીને જાણ કરશે.

આ ઉપરાંત યુનિવર્સીટી પોતાના તમામ 200 સેન્ટરના આઈપીથી કનેક્ટેડ છે. જેથી પ્રશ્નપત્ર ખોલવા, સ્વીકારવા, ઉતરવહીના બંડલો આ પ્રકારની સંવેદનશીલ બાબતોનું રેકોર્ડિંગ થશે. સ્ટ્રોંગ રૂમ પર 24 કલાક કેમેરા રહેશે અને તેનું રેકોર્ડિંગ પણ શરુ રહેશે. આ ઉપરાંત જેટલા પણ પરીક્ષા ખંડો છે, તેનું લાઈવ નિરીક્ષણ પણ કરવામાં આવશે. જેથી તેની અંદર કોઈ પણ પ્રકારની ગેરરીતિ ના થાય. જો કોઈ વિદ્યાર્થી ગેરરીતિ કરતા પકડશે તો વિદ્યાર્થીને 2500 થી શરુ કરીને 10 હજારથી પણ વધુના દંડની જોગવાઈ કરવામાં આવી છે. જેથી વિદ્યાર્થીઓને પણ વિનંતી છે કે તેઓ ગેરરીતીથી દુર રહે.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
પરીક્ષામાં ગેરરીતિ રોકવા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિ.એ લીધો આ નિર્ણય
પરીક્ષામાં ગેરરીતિ રોકવા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિ.એ લીધો આ નિર્ણય
અંબાલાલની વરસાદને લઈને મોટી આગાહી, નવરાત્રીમાં વરસાદ બનશે વિલન - Video
અંબાલાલની વરસાદને લઈને મોટી આગાહી, નવરાત્રીમાં વરસાદ બનશે વિલન - Video
સાયબર માફીયાઓ બન્યા બેફામ, વકીલ મંડળનું વોટ્સઅપ ગ્રુપ કર્યું હેક
સાયબર માફીયાઓ બન્યા બેફામ, વકીલ મંડળનું વોટ્સઅપ ગ્રુપ કર્યું હેક
જખૌ નજીક બિનવારસી હાલતમાં 10 ડ્રગ્સના પેકેટ મળ્યા
જખૌ નજીક બિનવારસી હાલતમાં 10 ડ્રગ્સના પેકેટ મળ્યા
તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદનો વિવાદ પહોંચ્યો ગુજરાત
તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદનો વિવાદ પહોંચ્યો ગુજરાત
છોટાઉદેપુરના પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજાની થઈ હત્યા
છોટાઉદેપુરના પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજાની થઈ હત્યા
મધ્ય પ્રદેશમાં પકડાયેલ દવાની તપાસનો તાર વડોદરામાં
મધ્ય પ્રદેશમાં પકડાયેલ દવાની તપાસનો તાર વડોદરામાં
સુરતમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્રનો પર્દાફાશ- જુઓ-Video
સુરતમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્રનો પર્દાફાશ- જુઓ-Video
આગામી દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
આગામી દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
આ 5 રાશિના જાતકો ગુસ્સા પર રાખે નિયંત્રણ, નહીં તો બનતુ કામ બગડશે
આ 5 રાશિના જાતકો ગુસ્સા પર રાખે નિયંત્રણ, નહીં તો બનતુ કામ બગડશે
g clip-path="url(#clip0_868_265)">