AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monsoon 2023: ગુજરાતમાં આગામી 4 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર, જુઓ Video

રાજ્યમાં ચોમાસું બરાબરનું જામી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 4 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તેમાં પણ સમગ્ર દક્ષિણ ગુજરાત પંથકમાં ધોધમાર વરસાદ પડી શકે છે.

Monsoon 2023: ગુજરાતમાં આગામી 4 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર, જુઓ Video
Rain Breaking
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2023 | 9:18 AM
Share

Rain Breaking : રાજ્યમાં ચોમાસું બરાબરનું જામી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 4 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તેમાં પણ સમગ્ર દક્ષિણ ગુજરાત પંથકમાં ધોધમાર વરસાદ ( Gujarat rain) પડી શકે છે. આજે વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને લઇને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Rain Breaking : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 150 થી વધુ તાલુકામાં મેઘ મહેર, જાણો ક્યા જિલ્લામાં કેટલો વરસાદ વરસ્યો

તો આ તરફ સુરત, ડાંગ અને તાપી જિલ્લાઓમાં પણ આગામી 4 દિવસ અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. આ તરફ ઉત્તર અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદામાં ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. જ્યારે કે સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદમાં પણ મેઘરાજા ધમરોળી શકે છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતે બેઠર યોજાઈ

રાજ્યમાં ગઈ કાલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ગાંધીનગરમાં રાહત કમિશનર આલોકકુમાર પાંડેના અધ્યક્ષસ્થાને વેધર વોચ ગ્રુપની મીટિંગ યોજવામાં આવી હતી. જેમાં ગુજરાતમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે તમામ વિભાગોની તૈયારી અંગે ચર્ચા કરવામાં આવી હતી. હવામાન વિભાગની આગાહી અનુસાર નવસારી (Navsari)અને વલસાડ (Valsad) જિલ્લામાં તા 28 થી 30 જૂન દરમ્યાન ભારેથી અતિ ભારે વરસાદ ૫ડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા NDRFનો ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર હોવા સાથે તમામ ટીમો એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. ગુજરાતમાં 206 જળાશયો માંથી 6 જળાશય હાઈ એલર્ટ આપવામાં આવ્યા છે. તો 3 જળાશયો એલર્ટ પર છે અને 1 જળાશય વોર્નિંગ પર રાખવામાં આવ્યુ છે. SEOCની ગાંધીનગર ખાતે રાહત કમિશનરની અધ્યક્ષતામાં વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી જે બેઠકમાં આ પ્રકારની માહિતી આપવામાં આવી હતી.

આ બેઠકમાં GSDMA, CWC,ઈસરો, ઉર્જા, ફીશરીઝ, માર્ગ અને મકાન, GSRTC, એરફોર્સ, ફાયર, કૃષિ, આરોગ્ય, ફોરેસ્ટ, બાયસેગ, જી.એમ.બી.,પંચાયત, કોસ્ટ ગાર્ડ, યુ.ડી.ડી., ICDS, પશુપાલન, BSF, અન્ન અને નાગરિક પુરવઠા અને માહિતી વિભાગના નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તો આ તરફ NDRF તથા SDRFના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરી લેવામાં આવ્યો છે અને તમામ ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
"ભારતીયો હાથથી કેમ ખાય છે?" અમેરિકન યુઝરે કેમ પૂછ્યો આવો સવાલ?
Amreli: પહેલેથી સાફ થયેલી પ્રાંત કચેરીની સફાઈના નામે કરાયો દેખાડો
Amreli: પહેલેથી સાફ થયેલી પ્રાંત કચેરીની સફાઈના નામે કરાયો દેખાડો
સિંગર કિંજલ રબારીના કથિત અપહરણ કેસમાં મોટો વળાંક
સિંગર કિંજલ રબારીના કથિત અપહરણ કેસમાં મોટો વળાંક
અમદાવાદમાં રિક્ષા ચાલકોની 'દાદાગીરી', પોલીસ કાર્યવાહીના આદેશ
અમદાવાદમાં રિક્ષા ચાલકોની 'દાદાગીરી', પોલીસ કાર્યવાહીના આદેશ
ગુજરાત હાઇકોર્ટ બોમ્બ ધમકી કેસમાં સાયબર ક્રાઈમને 'મોટી સફળતા'
ગુજરાત હાઇકોર્ટ બોમ્બ ધમકી કેસમાં સાયબર ક્રાઈમને 'મોટી સફળતા'
ગુજરાત યુનિવર્સિટીમાં 8 રાઉન્ડ બાદ પણ હજારો UG-PG બેઠકો ખાલી
ગુજરાત યુનિવર્સિટીમાં 8 રાઉન્ડ બાદ પણ હજારો UG-PG બેઠકો ખાલી
ISRO બંધ નહીં થાય, બદલાશે ભૂમિકા- જુઓ Video
ISRO બંધ નહીં થાય, બદલાશે ભૂમિકા- જુઓ Video
ગુજરાતમાં સામાન્ય છૂટાછવાયા વરસાદની સંભાવના
ગુજરાતમાં સામાન્ય છૂટાછવાયા વરસાદની સંભાવના
મૂર્તિપૂજાના વિરોધી મુસ્લિમો નવરાત્રી-દાંડિયામાં ના આવેઃ મુંબઈ VHP
મૂર્તિપૂજાના વિરોધી મુસ્લિમો નવરાત્રી-દાંડિયામાં ના આવેઃ મુંબઈ VHP
નબળા ચોમાસાની મોટી અસર: ગુજરાતના જળાશયો તરસ્યા,207માંથી માત્ર 20 છલોછલ
નબળા ચોમાસાની મોટી અસર: ગુજરાતના જળાશયો તરસ્યા,207માંથી માત્ર 20 છલોછલ
g clip-path="url(#clip0_868_265)">