Rain Breaking : અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો, રાજ્યમાં આગામી 3 કલાકમાં વરસાદની આગાહી, જુઓ Video

Rain Breaking : અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો, રાજ્યમાં આગામી 3 કલાકમાં વરસાદની આગાહી, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 25, 2023 | 9:40 AM

રાજ્યમાં આગામી 3 કલાકમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આગાહીને લઇને અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ સાથે અમદાવાદના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.

Rain News : રાજ્યમાં આગામી 3 કલાકમાં  વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગાહીને લઇને અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ સાથે અમદાવાદના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ચોમાસાની એક સિસ્ટમને લઇને રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, મહીસાગરમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.

આ પણ વાંચો : Gujarat Weather Forecast : આજે રાજ્યમાં જુનાગઢ સહિતના જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી, જુઓ Video

તો પંચમહાલ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, ગીર સોમનાથ, દીવમાં પણ આગાહી કરાઇ છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, જામનગરમાં વરસાદની આગાહી છે. તો આણંદ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપીમાં સામાન્ય વરસાદની આગાહી કરાઇ છે.

 

 

તો બોટાદ, ભાવનગર, અમરેલીમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે આગામી 24 કલાકમાં રાજ્યમાં ચોમાસું બેસવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 25, 2023 09:36 AM
g clip-path="url(#clip0_868_265)">