Rain Breaking : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 150 થી વધુ તાલુકામાં મેઘ મહેર, જાણો ક્યા જિલ્લામાં કેટલો વરસાદ વરસ્યો

રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 150 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે . જેમા 30 તાલુકાઓમાં 1 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.

Rain Breaking : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 150 થી વધુ તાલુકામાં મેઘ મહેર, જાણો ક્યા જિલ્લામાં કેટલો વરસાદ વરસ્યો
Gujarat Rain
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2023 | 9:48 AM

Gujarat Rain : રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 150 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે . જેમા 30 તાલુકાઓમાં 1 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે 11 તાલુકાઓમાં 2 ઈંચ થી વધારે વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં સૌથી વધુ વલસાડના ઉમરગામમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો આ તરફ ખેડના મહેમદાવાદમાં 4.5 ઈચ વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો : Rain Breaking: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં વરસ્યો વરસાદ, સૌથી વધુ ગોધરામાં અને ખેડામાં નોંધાયો, જુઓ Video

તો આ સાથે જ મોરબીમાં 3.5 ઈંચ વરસાદ વરસ્યો છે.જ્યારે વાપી, સુરેન્દ્રનગર, ધંધુકામાં 2.5 ઈંચ વરસાદ વરસ્યો છે. તો આણંદ અને મહુધામાં 2 ઈંચ વરસાદ પડ્યો છે. ખેડાના ગળતેશ્વરમાં 1.8 ઈંચ વરસાદ વરસ્યો છે. પોરબંદરમાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે. રાજકોટમાં 1.2 ઈંચ વરસાદ પડ્યો છે. સુરેન્દ્રનગરના થાનગઢમાં 1.5 ઈંચ વરસાદ વરસ્યો છે. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા 1.2 ઈંચ વરસાદ વરસ્યો છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

સૌરાષ્ટના અનેક તાલુકાઓમાં વરસ્યો વરસાદ

તો બીજી તરફ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. તેમજ કચ્છના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે. માંડવીના શેખાઈબાગ અને પુનડીમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે જેને પગલે ચોતરફ જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. જામનગરના કાલાવડ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. તો જિલ્લાના વાગડીયા, બાંગા, ભલસાણ, ખાનકોટડા અને લલોઈ સહિતના વિસ્તારોમાં મેઘ મહેર થઈ હતી. ભારે વરસાદને પગલે વાગડીયા ગામની નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી.

29 જૂનને રાજ્યના આ જિલ્લામાં વરસાદની સંભાવના

આજે રાજ્યમાં છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી સાથે દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં સહિતના જિલ્લાઓમાં પણ વરસાદ થવાની સંભાવના છે. તો 28 જૂને સુરતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

તો 28 જૂને ડાંગ, તાપી, દમણ અને દાદરાનગર હવેલી, નવસારી, વલસાડમાં ભારે વરસાદ પડશે. આ સાથે જ અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદ ખાબકવાની સંભાવના છે. જો વાત 29 જૂનની કરીએ તો ગુજરાતના વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ થઈ શકે છે. અને સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદ થવાની શક્યતા છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર રહે તેવી સંભાવના છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">