Monsoon 2022: રાજ્યમાં ફરી જામશે વરસાદી માહોલ, 22 ઓગસ્ટથી વરસાદનું જોર વધવાની હવામાન વિભાગની આગાહી

|

Aug 20, 2022 | 3:20 PM

ગુજરાતમાં (Gujarat) ફરી વરસાદી માહોલ જામવાની આગાહી હવામાન વિભાગે (Meteorological Department) કરી છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ગુજરાતમાં આગામી 2 દિવસ સામાન્ય વરસાદ રહેશે.

Monsoon 2022: રાજ્યમાં ફરી જામશે વરસાદી માહોલ, 22 ઓગસ્ટથી વરસાદનું જોર વધવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં વરસાદ સાથે પવન ફૂંકાવાની આગાહી

Follow us on

ગુજરાતમાં (Gujarat) અત્યાર સુધીમાં સીઝનનો 97 ટકા વરસાદ (Rain) વરસી ચુક્યો છે. ચોમાસાની સીઝનમાં આ વર્ષે સારો વરસાદ પડતા ખેડૂતોમાં (Farmers) પણ ખુશીનો માહોલ છે. જો કે આ વર્ષે 100 ટકા કરતા વધુ વરસાદ થવાની શક્યતા છે. કારણ કે 97 ટકા વરસાદ વરસી ચુક્યા બાદ હજુ પણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગે (Meteorological Department) કરી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ રહેશે. જે પછી વરસાદનું જોર વધશે.

આગામી 2 દિવસ સામાન્ય વરસાદ રહેશે

ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ગુજરાતમાં આગામી 2 દિવસ સામાન્ય વરસાદ રહેશે. જ્યારે 22 તારીખથી રાજ્યભરમાં વરસાદનું જોર વધશે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને પગલે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેથી ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે વલસાડ, નવસારી, સુરતમાં ભારે વરસાદની આગાહી છે તો અમદાવાદમાં મધ્યમ વરસાદ રહેશે. 22 અને 23 ઓગસ્ટથી ગુજરાતમાં વરસાદનું જોર વધવાની આગાહી છે. જે અનુસાર ગુજરાતના દરિયાકાંઠે રહેતા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

વરસાદ બાદ હાલાકી

ગુજરાતમાં વરસાદ બાદની સ્થિતિની વાત કરીએ તો રાજ્યમાં વરસાદને પગલે ક્યાંક રસ્તા તો ક્યાંક જમીન ધોવાઈ ગઈ છે. સૌથી પહેલા વાત કરીએ ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા અમદાવાદની સાબરમતી નદીની જળસપાટી વધી છે. જેને લઈ ધોળકાથી સરોડા થઈ અમદાવાદ જતો માર્ગ બંધ કરાયો છે. નદી કાંઠાના 15 ગામને એલર્ટ કરાયા છે. જસદણના આટકોટ સ્થિત અંબાજી મંદિરે જન્માષ્ટમીના મેળામાં અનેક લોકોએ પોતાનો જીવ જોખમમાં મુક્યો છે. કોઝવે પરથી અસંખ્ય લોકો સમસતા પાણીમાંથી પસાર થઈને મેળામાં પહોંચ્યા હતા.

રોહિત શર્માએ 11,000 રન બનાવી તોડ્યો વર્લ્ડ રેકોર્ડ
ગુજરાતનું મુખ્ય વિમાનમથક અમદાવાદ એરપોર્ટ ક્યાં આવેલું છે ?
સસ્તો થયો દારુ ! અમેરિકાની 'Bourbon Whisky' પર ભારત સરકારે ઘટાડ્યો 50% ટેક્સ
શરીરના 7 ચક્રોને જાગૃત કરવા શું કરવું?
શું તમે તાંબાના વાસણમાં પાણી પીવો છો? આ 5 ભૂલો ન કરો,નહીં તો થશે નુકસાન
ઘરમાં વારંવાર નીકળતી કીડીઓને ભગાવવા અપનાવો આ 5 દેશી ઉપાય

બનાસકાંઠાના લાખણીના વાસણા ગામ નજીક રોડનું ધોવાણ થયું છે. જ્યારે લાખણી બજારના માર્ગો પર પાણી ન ઓસરતા વેપારીઓ પરેશાન છે. આ તરફ પાટણના સરસ્વતી તાલુકાના વડુ ગામના મુખ્ય ગરનાળામાં પાણીના તેજ પ્રવાહના કારણે બંન્ને બાજુ જમીનનું ધોવાણ થયું છે. બીજી તરફ સુરતમાં ખાડીના પૂરના પાણી ઓસરતા લોકોએ જાતે જ સાફ-સફાઈ શરૂ કરી છે.