AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટ્રેનમાં જ્વલનશીલ પદાર્થ લઈ જશો તો થશે જેલ, રેલ્વેએ અભિયાન હાથ ધરી કાર્યવાહી કરી

તહેવારોની સિઝન ચાલી રહી છે. આ સિઝન દરમિયાન કોઈ ઘટના ન બને તેના માટે નવી દિલ્હી, આનંદ વિહાર, જબલપુર, વિજયવાડા સાહિત વિવિધ સ્ટેશનો પર વિવિધ સ્થળોએ ટ્રેનોમાં ફટાકડા મળી આવ્યા હતા. જે આગ સહિત મોટી દુર્ઘટના સર્જી શકે છે. જે ઘટના ન બને માટે રેલ્વે મંત્રાલયે ઝોનલ રેલ્વેને સમગ્ર રેલ્વે નેટવર્કમાં જ્વલનશીલ વસ્તુઓના લઈ જવા સામે ડ્રાઇવ કરવા સૂચનાઓ આપી છે.

ટ્રેનમાં જ્વલનશીલ પદાર્થ લઈ જશો તો થશે જેલ, રેલ્વેએ અભિયાન હાથ ધરી કાર્યવાહી કરી
અભિયાન હાથ ધરી કાર્યવાહી કરી
Darshal Raval
| Edited By: | Updated on: Nov 18, 2023 | 7:17 PM
Share

રેલ્વે દ્વારા સ્ટેશનો પર નિયમિત સ્પીકર મારફતે જાહેરાત કરવી જેવી કે ટ્રેનની મુસાફરી દરમિયાન પેસેન્જરે ટ્રેનોમાં ફટાકડા, ગેસ સિલિન્ડર, એસિડ, પેટ્રોલ, કેરોસીન વગેરે જેવા જ્વલનશીલ અને વિસ્ફોટક વસ્તુઓ સાથે ન રાખવી. તેમજ ઝોનલ રેલ્વેના અધિકારીઓને ટ્રેનમાં મુસાફરી કરતી વખતે મુસાફરોની હિલચાલ પર કડક નજર રાખવા સૂચના આપી છે.

આ પણ વાંચોઃ  હિંમતનગર રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ જતી ટ્રેન ભરચક, જુઓ

સાથે જ રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને સરકારી રેલવે પોલીસ (GRP)ના કર્મચારીઓને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. જેથી કરીને સામાન અને પાર્સલ વસ્તુઓ લોડ કરતા પહેલા સારી રીતે સ્કેન કરી મુસાફરોને પ્રવેશ આપી આવા પદાર્થો ઝડપી લોકોને સુરક્ષિત કરી શકાય.

જન જાગૃતિ અભિયાન શરૂ કર્યું

  • વહેંચાયેલા પત્રિકાઓની સંખ્યા: 36,852
  • સ્ટિકર/પોસ્ટરની સંખ્યા: 12,401
  • શેરી નાટકોની સંખ્યા: 638
  • સ્ટેશનોની સંખ્યા જ્યાં ઘોષણા સિસ્ટમ મારફતે ઘોષણાઓ થઈ રહી છે: 14,362
  • પ્રિન્ટ મીડિયામાં પ્રકાશિત જાહેરાત: 171
  • ટીવી ચેનલો/આરડીએનમાં પ્રદર્શિત વીડિયો: 1,320
  • સોશ્યલ મીડિયા પર બેનર પોસ્ટ કરવામાં આવ્યા: 928

જન જાગૃતિ માટે બેઠકો યોજવામાં આવી

  • પાર્સલ પોર્ટર્સની સાથે આયોજિત જાગૃતિ બેઠકોની સંખ્યા: 3,887
  • લીઝ ધારકો અને તેમના કર્મચારીની સાથે આયોજિત જાગૃતિ બેઠકોની સંખ્યા: 2,145
  • પાર્સલ સ્ટાફની સાથે આયોજિત જાગૃતિ બેઠકોની સંખ્યા: 4,694
  • પેન્ટ્રી કાર સ્ટાફની સાથે આયોજિત જાગૃતિ બેઠકોની સંખ્યા: 9,386
  • સ્ટેશનોના કેટરિંગ સ્ટાફની સાથે આયોજિત જાગૃતિ બેઠકોની સંખ્યા: 5,120
  • કુલી સાથે આયોજિત જાગૃતિ બેઠકોની સંખ્યા: 5,094
  • ઓબીએચએસ સ્ટાફની સાથે આયોજિત જાગૃતિ બેઠકોની સંખ્યા: 4,510
  • અન્ય આઉટસોર્સ કર્મચારીઓની સાથે આયોજિત જાગૃતિ બેઠકોની સંખ્યા: 4,977
  • યાત્રીઓની સાથે આયોજિત જાગૃતિ બેઠકોની સંખ્યા: 79,060

નિયમ ભંગ કરનાર સામે કાર્યવાહી કરાઈ

  • ટ્રેનોમાં કરાયેલ તપાસની સંખ્યા: 37,311
  • સ્ટેશનો પર કરાયેલ તપાસની સંખ્યા: 22,110
  • યાર્ડો/વોશિંગ લાઈનો/પિટ લાઈનો/ઇંધણ પોઈન્ટ્સ (fueling points) પર કરાયેલ તપાસની સંખ્યા: 7,656

નિયમ ઉલ્લંઘન કરનારા પર કેસ કરવામાં આવ્યા

  • રેલવે અધિનિયમની ધારા 153/164 હેઠળ જ્વલનશીલ વસ્તુઓ, એટલે કે ફટાકડા અને ગેસ સિલિન્ડર લઈ જવા પર જેલ જનારા ઉલ્લંઘન કરનારાઓની સંખ્યા: 155
  • સિગરેટ અને અન્ય તમાકુ ઉત્પાદનો અધિનિયમ (સીઓટીપીએ) હેઠળ સિગરેટ/બીડી લઈ જવા માટે ઉલ્લંઘન કરનારાઓ પર કેસ નોંધવામાં આવ્યા: 3,284

ભારતીય રેલવેએ મુસાફરોને અપીલ કરી છે કે તેઓ કોઈપણ જ્વલનશીલ પદાર્થ ગેસ સિલિન્ડર, પેટ્રોલ, ડીઝલ અને કેરોસિન, સ્ટવ, માચિસ, સિગરેટ લાઈટર અને ફટાકડા સહિત કોઈપણ વિસ્ફોટક પદાર્થનો સાથે ન લઈ જાય તેનો ઉપયોગ ન કરે. અને જો તેમ છતાં કોઈએ તે કાર્ય કર્યું તો રેલવે અધિનિયમ 1989 ની ધારા 67, 164 અને 165 મુજબ, રેલવે પર જ્વલનશીલ અને વિસ્ફોટક સામગ્રી લઈ જવા પર ગુનો બને છે, જેમાં કોઈપણ નુકસાન કે ઈજા અથવા તકલીફ માટે જવાબદાર હોવા પર 1,000 સુધીનો દંડ અથવા ત્રણ વર્ષ સુધીની જેલ અથવા બંનેની જોગવાઈ છે.

અપીલ કરાઈ

અમદાવાદ રેલવે મંડળ એ વિવિધ સાર્વજનિક સ્થળો જેવા કે પાર્સલ કચેરી, ટ્રેનો, પેન્ટ્રી કાર, ખાનપાન સ્ટોલ વગેરે ઉપર આરપીએફ અને વાણિજ્યિક વિભાગ દ્વારા 300 થી વધુ તપાસ કરી અને આ સંબંધમાં વિવિધ બેઠકો આયોજિત કરી છે. તમામ કેટરિંગ સ્ટાફ, વાણિજ્યિક સ્ટાફ, આરપીએફ સ્ટાફ, સહાયકોને આ સંબંધમાં જાગૃત કરવામાં આવ્યા છે.

આ સાથે જ પશ્ચિમ રેલ્વે પર ટ્રેનોમાં અને રેલ્વે પરિસરમાં જ્વલનશીલ વસ્તુઓ ન લઈ જવા માટે જાગૃતિ લાવવા માટે વિશેષ ડ્રાઈવો હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ 13 કેસ નોંધવામાં આવ્યા હતા. તો 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. અને રૂ.1.63 લાખની કિંમતની જ્વલનશીલ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી. તાજેતરમાં 7 નવેમ્બરના રોજ અમદાવાદ સ્ટેશન પર એક અંકલેશ્વરનો રહેવાસી રોનક પટેલ ફટાકડાના મોટા કન્સાઈનમેન્ટ સાથે ઝડપાઈ ગયો હતો. અને રrpf, અમદાવાદ ક્રાઈમ હેઠળ ગુનો દાખલ કરી કલમ-164 રેલ્વે એક્ટ-1989 હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">