AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો , નિવૃત કર્મચારી વિરુદ્ધ ખાતાકીય તપાસ કે કથિત અનિયમિતતાની કાર્યવાહી ન કરી શકાય

ગુજરાત હાઇકોર્ટે(Gujarat) આ સંદર્ભમાં શુક્રવારે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા તેના ડેપ્યુટી એન્જિનિયર ભૂપેન્દ્ર પટેલ સામેની ખાતાકીય કાર્યવાહીને રદબાતલ ઠેરવી હતી

Gujarat હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો , નિવૃત કર્મચારી વિરુદ્ધ ખાતાકીય તપાસ કે કથિત અનિયમિતતાની કાર્યવાહી ન કરી શકાય
Gujarat Highcourt (File Image)Image Credit source: File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 12, 2022 | 5:09 PM
Share

ગુજરાત હાઈકોર્ટે (Gujarat) નિવૃત્તિ પછીની કર્મચારી વિરુદ્ધની કાર્યવાહી અંગે મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટનું કહેવું છે કે કર્મચારીની નિવૃત્તિ(Retire Employee)પછી સરકારી વિભાગ ન તો તેની સામે ખાતાકીય તપાસ શરૂ કરી શકે છે અને ન તો કોઈપણ કથિત અનિયમિતતા માટે ચાર્જશીટ (Chargsheet) ના બજવી શકે. ગુજરાત હાઈકોર્ટે આ કેસ એમ પણ જણાવ્યું કે કોઇ પણ અધિકારી કર્મચારીને સ્વૈચ્છિક નિવૃત્તિ લેતા અટકાવી શકે નહીં. ગુજરાત હાઇકોર્ટે આ સંદર્ભમાં શુક્રવારે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા તેના ડેપ્યુટી એન્જિનિયર ભૂપેન્દ્ર પટેલ સામેની ખાતાકીય કાર્યવાહીને રદબાતલ ઠેરવી હતી. જેમાં યુનિવર્સિટી દ્વારા કથિત અનિયમિતતાઓ બદલ તેમની સામે પગલાં લેવામાં આવે તે પહેલાં તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધી હતી. આ કેસમાં યુનિવર્સિટીએ 1992માં પટેલને ડેપ્યુટી એન્જિનિયર તરીકે નિયુક્ત કર્યા હતા.

21 મહિના બાદ યુનિવર્સિટીએ સપ્ટેમ્બર 2015માં તેમની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી

20 વર્ષની સેવા પૂરી કર્યા પછી ભૂપેન્દ્ર પટેલે સ્વૈચ્છિક નિવૃત્તિ પસંદ કરી અને ઓક્ટોબર 2013માં ત્રણ મહિનાની નોટિસ આપી. યુનિવર્સિટીએ તેમના રાજીનામાનો જવાબ આપ્યો ન હતો. ભૂપેન્દ્ર પટેલ પર જાન્યુઆરી 2014માં નિવૃત્ત થયાના 21 મહિના બાદ યુનિવર્સિટીએ સપ્ટેમ્બર 2015માં તેમની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી.

નિવૃત્તિ પછીની કોઈપણ ખાતાકીય તપાસ માન્ય ગણાશે નહિ

યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલે 2017માં તેની સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો. બીજી તરફ પટેલે વિવિધ ચુકાદાઓને ટાંકીને યુનિવર્સિટીની કાર્યવાહી સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેમણે કહ્યું કે નિવૃત્ત કર્મચારી સામે ખાતાકીય તપાસ શરૂ કરી શકાય નહીં. તેમણે કહ્યું કે યુનિવર્સિટીએ તેમનું રાજીનામું સ્વીકાર્યું કે નકાર્યું ન હોવાથી તેમને ગુજરાત સિવિલ સર્વિસીસ (પેન્શન) નિયમો, 2002ના નિયમ 48 મુજબ 2014માં નિવૃત્ત ગણવામાં આવે. આવી સ્થિતિમાં તેમની નિવૃત્તિ પછીની કોઈપણ ખાતાકીય તપાસ માન્ય ગણાશે નહિ.

હાઈકોર્ટે ભૂપેન્દ્ર પટેલ સામેની ખાતાકીય કાર્યવાહીને અમાન્ય જાહેર કરી

ગુજરાત હાઈકોર્ટે આ કેસની સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટના આદેશનો ઉલ્લેખ કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે જો કોઈ કર્મચારીએ કોઈ ગેરકાયદેસર કામ કર્યું હોય તો સરકાર તેનું પેન્શન રોકી શકે છે, પરંતુ તેની સ્વૈચ્છિક નિવૃત્તિ રોકી શકાતી નથી. હાઈકોર્ટે ભૂપેન્દ્ર પટેલ સામેની ખાતાકીય કાર્યવાહીને અમાન્ય જાહેર કરી હતી કારણ કે પટેલ વિભાગીય તપાસ શરૂ થાય તે પહેલા જ નિવૃત્ત થયા હોવાનું માનવામાં આવે છે.જો કે, કોર્ટે કહ્યું કે યુનિવર્સિટી તેના તપાસ અહેવાલના તારણોના આધારે પટેલ વિરુદ્ધ કોઈપણ યોગ્ય કાર્યવાહી શરૂ કરી શકે છે.

g clip-path="url(#clip0_868_265)">