GUJARAT : રાજ્યમાં કોરોનાની લેટેસ્ટ જાણકારી સાથે જાણો મહત્વના અન્ય સમાચાર, માત્ર એક ક્લિકમાં

Gujarat Corona Update : રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસોની સંખ્યા 8,27,184 (8 લાખ 27 હજાર 184) થઇ છે. રાજ્યમાં આજે કોરોનાથી મૂક્ત થઇ 44 દર્દીઓ સાજા થયા છે.

GUJARAT : રાજ્યમાં કોરોનાની લેટેસ્ટ જાણકારી સાથે જાણો મહત્વના અન્ય સમાચાર, માત્ર એક ક્લિકમાં
Gujarat Corona Update

AHMEDABAD : રાજ્યમાં બે દિવસ કોરોના વાયરસના કેસોમાં વધારો થયા બાદ ગઈકાલે 19 નવેમ્બરે 36 કેસ નોંધાયા હતા, તો આજે 20 નવેમ્બરે પણ 36 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસોની સંખ્યા 8,27,184 (8 લાખ 27 હજાર 184) થઇ છે. રાજ્યમાં આજે કોરોનાના કારણે એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી, જેના કારણે કુલ મૃત્યુઅંક 10,091 પર સ્થિર છે.

રાજ્યમાં આજે 20 નવેમ્બરે કોરોનાથી મુક્ત થઇને સાજા થયેલા 44 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે, જેમાં સૌથી વધુ અમદાવાદમાં 16 દર્દીઓને રજા અપાઈ છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,16,770( 8 લાખ 16 હજાર 770) દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. રાજ્યમાં આજે એક્ટીવ કેસની સંખ્યા 323 થઇ છે તેમજ રીકવરી રેટ 98.74 ટકા છે.

રાજ્યના અન્ય મહત્વના સમાચાર જોઈએ તો

1.CM ભુપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ અને રાજકોટ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરીનું ખાતમુહૂર્ત

મુખ્યપ્રધાને કહ્યું કે સરકારી સેવાઓમાં લઘુત્તમ હ્યુમન ઇન્ટરફેસ થાય તે પ્રકારની સુવિધાઓ વ્યવસ્થાઓ સરકાર વિકસાવી રહી છે.આ અંગેની વિગતો આપતા મુખ્યપ્રધાને કહ્યુ કે, વાહન વ્યવહાર કચેરીમાં 20 જેટલી સેવાઓ ફેશલેસ બનતા રાજ્યના 63 લાખથી વધુ નાગરિકોને લાભ થશે.

2.Gandhinagar : કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગિફ્ટ સિટીમાં આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા કરોડોની ફાળવણી કરી

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ(Nirmala Sitharaman) ગુજરાતની(Gujarat) મુલાકાતે છે. શનિવારે નિર્મલા નિર્મલા સીતારમણ ગાંધીનગર ગિફ્ટ સિટીની(Gift City) મુલાકાત લીધી હતી.

3.સુરત હકીકતમાં ખુબસુરત : સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત દેશમાં બીજા સ્થાને, સુરતીઓમાં જોવા મળી આનંદની લાગણી

Swachh Survekshan 2021 : દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે એવોર્ડ સમારોહ યોજાયો હતો. જેમાં સ્વચ્છતામાં શ્રેષ્ઠ રેન્ક મેળવનાર સુરત શહેરને એવોર્ડ આપવામાં આવ્યો હતો.

4.Swachh Survekshan Awards 2021: ઈન્દોરને સતત પાંચમી વખત સૌથી સ્વચ્છ શહેર જાહેર કરાયું, સુરત બીજા ક્રમે, અમદાવાદ સૌથી સ્વચ્છ કેન્ટોનમેન્ટ

Cleanest City Awards :રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે દેશના 342 સ્વચ્છ શહેરોનું સન્માન કર્યું. આ શહેરોને ‘સ્વચ્છ સર્વેક્ષણ 2021’માં સ્વચ્છ અને કચરો મુક્ત હોવા માટે કેટલાક સ્ટાર રેટિંગ આપવામાં આવ્યા છે.

5.JAMNAGAR : ગ્રીન એનર્જી ક્ષેત્રમાં રિલાયન્સનો પ્રવેશ, ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સ સ્થાપવાની જાહેરાત કરી

રિલાયન્સના બિઝનેસ પોર્ટફોલિયોના વિકસતા વૈવિધ્યના કારણે, રિલાયન્સ અને સાઉદી અરામકોએ પરસ્પર નક્કી કર્યું છે કે બદલાયેલા સંદર્ભના પ્રકાશમાં O2C બિઝનેસમાં સૂચિત રોકાણનું પુનઃમૂલ્યાંકન કરવું બંને પક્ષો માટે ફાયદાકારક રહેશે.

6.“મારું અપહરણ થયું છે ,મને બચાવો!”, આત્મહત્યા પહેલા નવસારીની યુવતીએ કોને કર્યો હતો આ મેસેજ?

યુવતીની માતાનું કહેવું છે કે આત્મહત્યાના દિવસે પીડિતાએ ત્રણ લોકોને પોતાને બચાવવા માટે મેસેજ કર્યા હતા તે ત્રણેય માંથી એક પણ વ્યક્તિએ આજ સુધી આવો મેસેજ મળ્યા નો ખુલાસો કર્યો નથી.

7.GOA : 21 નવેમ્બરે પણજી ખાતે “સદાકાળ ગુજરાત કાર્યક્રમ” યોજાશે, હર્ષ સંઘવીના હસ્તે ઉદ્ઘઘાટન થશે

કાર્યક્રમ અંતર્ગત તા.21/11/2021 ના રોજ સવારે 11 કલાકે કાર્યક્રમનું ઉદ્ઘાટન થશે. ત્યારબાદ સ્થાનિક બિન-નિવાસી ગુજરાતીના યુવા ભાઇ-બહેનો તરફથી સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થશે અને બપોર પછીના સેશનમાં જૂથ ચર્ચાનું આયોજન કરાયું છે.

8.રાજકોટમાં સી.આર.પાટીલ અને વજુભાઈ વાળા વચ્ચે બંધ બારણે બેઠક યોજાઈ, વિખવાદ ડામવા કવાયત

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ તેમજ ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સાથે બેઠક કરી હતી.બંને નેતાઓ વચ્ચે બંધ બારણે બેઠક ચાલી હતી.

9.ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ સાથે સી.આર.પાટીલે કરી મુલાકાત, બેઠક બાદ નરેશ પટેલનું મોટું નિવેદન

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપે ગતિવિધીઓ તેજ કરી છે. જેના ભાગરૂપે ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સંગઠનની સમીક્ષા અને કાર્યકરોને મળવા માટે રાજ્યભરમાં પ્રવાસ કરી રહ્યા છે.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati