JAMNAGAR : ગ્રીન એનર્જી ક્ષેત્રમાં રિલાયન્સનો પ્રવેશ, ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સ સ્થાપવાની જાહેરાત કરી
રિલાયન્સના બિઝનેસ પોર્ટફોલિયોના વિકસતા વૈવિધ્યના કારણે, રિલાયન્સ અને સાઉદી અરામકોએ પરસ્પર નક્કી કર્યું છે કે બદલાયેલા સંદર્ભના પ્રકાશમાં O2C બિઝનેસમાં સૂચિત રોકાણનું પુનઃમૂલ્યાંકન કરવું બંને પક્ષો માટે ફાયદાકારક રહેશે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને સાઉદી અરામકોએ ઓગસ્ટ 2019માં રિલાયન્સના O2C બિઝનેસમાં સાઉદી અરામકો દ્વારા સંભવિત 20% હિસ્સાના સંપાદન માટે નોન-બાઈન્ડિંગ લેટર ઓફ ઈન્ટેન્ટ પર હસ્તાક્ષર કર્યા હતા. છેલ્લા બે વર્ષોમાં, બંને કંપનીની ટીમોએ કોવિડ પ્રતિબંધો હોવા છતાં આ પ્રક્રિયામાં નોંધપાત્ર આગળ વધવાના સંનિષ્ઠ પ્રયાસો કર્યા હતા. બંન્ને કંપનીઓ વચ્ચેના પરસ્પર આદર અને લાંબા સમયથી ચાલતા સંબંધોને કારણે જ આ શક્ય બન્યું છે.
રિલાયન્સે તાજેતરમાં જામનગર ખાતે ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સ સ્થાપવાની જાહેરાત કરીને ન્યુ એનર્જી અને મટિરિયલ્સ વ્યવસાયો માટેની તેની યોજનાઓનું અનાવરણ કર્યું હતું. તે વિશ્વની સૌથી મોટી સંકલિત નવિનીકરણીય ઊર્જા ઉત્પાદન સુવિધાઓમાંની એક હશે.
ચાર ગીગા ફેક્ટરીઓ જે સંકુલનો ભાગ હશે તેમાં નીચે મુજબની સુવિધાઓનો સમાવેશ થશે
1. સૌર ઊર્જાના ઉત્પાદન માટે એક સંકલિત સૌર ફોટોવોલ્ટેઇક મોડ્યુલ ફેક્ટરી
2. અલગ-અલગ સ્થળે ઉત્પાદિત ઊર્જાના સંગ્રહ માટે અદ્યતન ઊર્જા સંગ્રહ બેટરી ફેક્ટરી
3. ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન માટે ઇલેક્ટ્રોલાઇઝર ફેક્ટરી અને
4. હાઇડ્રોજનને મોટિવ અને સ્ટેશનરી પાવરમાં રૂપાંતરિત કરવા માટે ઇંધણ સેલ ફેક્ટરી
જામનગર, જે O2C અસ્કયામતોનો મોટો હિસ્સો ધરાવે છે, તે નેટ-ઝીરો પ્રતિબદ્ધતાને ટેકો આપતા રિલાયન્સના રિન્યુએબલ એનર્જી અને ન્યૂ મટિરિયલના નવા વ્યવસાયો માટેનું કેન્દ્ર બને તેવી કલ્પના કરવામાં આવી છે.
રિલાયન્સના બિઝનેસ પોર્ટફોલિયોના વિકસતા વૈવિધ્યના કારણે, રિલાયન્સ અને સાઉદી અરામકોએ પરસ્પર નક્કી કર્યું છે કે બદલાયેલા સંદર્ભના પ્રકાશમાં O2C બિઝનેસમાં સૂચિત રોકાણનું પુનઃમૂલ્યાંકન કરવું બંને પક્ષો માટે ફાયદાકારક રહેશે. પરિણામે, RILમાંથી O2C બિઝનેસને અલગ કરવા માટે NCLT પાસેની વર્તમાન અરજી પાછી ખેંચવામાં આવી રહી છે.
છેલ્લાં બે વર્ષમાં ઊંડી સંલગ્નતાએ રિલાયન્સ અને સાઉદી અરામ્કો બંનેને એકબીજા પ્રત્યેની વધુ સમજણ આપી છે, જે સહકારના વ્યાપક ક્ષેત્રો માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. સાઉદી અરામ્કો અને રિલાયન્સ બંને પક્ષે ફાયદાકારક સહભાગિતા સ્થાપિત કરવા માટે ખૂબ જ પ્રતિબદ્ધ છે અને ભવિષ્યમાં યોગ્ય જાહેરાતો કરશે.
RIL ભારતમાં ખાનગી ક્ષેત્રમાં રોકાણ માટે સાઉદી અરામકોના પસંદગીના ભાગીદાર તરીકે યથાવત્ રહેશે અને સાઉદી અરેબિયામાં રોકાણ માટે સાઉદી અરામકો અને SABIC સાથે સહયોગ કરશે.
સાઉદી અરામ્કો અને RIL વચ્ચે ખૂબ જ ઊંડો, મજબૂત અને પરસ્પર લાભદાયી સંબંધ છે, જે છેલ્લા 25 વર્ષોમાં બંને કંપનીઓ દ્વારા વિકસિત અને પોષવામાં આવ્યો છે. બંને કંપનીઓ આગામી વર્ષોમાં સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે સહયોગ કરવા અને સાથે મળીને કામ કરવા માટે પ્રતિબદ્ધ છે.