રાજકોટમાં સી.આર.પાટીલ અને વજુભાઈ વાળા વચ્ચે બંધ બારણે બેઠક યોજાઈ, વિખવાદ ડામવા કવાયત

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ તેમજ ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સાથે બેઠક કરી હતી.બંને નેતાઓ વચ્ચે બંધ બારણે બેઠક ચાલી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 20, 2021 | 3:58 PM

RAJKOT : રાજકોટ ભાજપ સંગઠનમાં આંતરિક જૂથવાદના સમાચારો વચ્ચે આજે 20 નવેમ્બરે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ તેમજ ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સાથે બેઠક કરી હતી.બંને નેતાઓ વચ્ચે બંધ બારણે બેઠક ચાલી હતી. આ બેઠક અંગે સાંસદ મોહન કુંડારિયાએ કહ્યું કે માત્ર સૌજન્ય મુલાકાત હતી. તો સી.આર. પાટીલે પણ કહ્યું કે આ રૂટીન મુલાકાત હતી.

આ બેઠક અંગે પ્રશ્ન પૂછવામાં આવતા વજુભાઈ વાળાએ પણ કહ્યું કે આ એક સૌજન્ય મુલાકાત હતી. અહી વજુભાઈ વાળાએ પોતાના રમૂજી સ્વભાવ મૂજબ ટીપ્પણી કરી હતી કે હવે પગ નહિ પણ મગજ ચલાવવાનું છે. એટલે કે વજુભાઈનો ઈશારો એના તરફ હોઈ શકે કે રાજકોટ ભાજપમાં ઉભા થયેલા આ વિખવાદને સમજાવટથી પતાવવો જોઈએ. જો કે સી.આર.પાટીલની જેમ તેમણે પણ રાજકોટ ભાજપમાં વિખવાદ અને જૂથવાદ ન હોવાનું કહ્યું હતું. તેમણે કહ્યું કે આ એક ગેરસમજ છે. રાજકોટ ભાજપમાં વિખવાદ પહેલા પણ ન હતો, અત્યારે પણ નથી અને આગળના સમયમાં પણ નહી થાય.

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપે ગતિવિધીઓ તેજ કરી છે. જેના ભાગરૂપે ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સંગઠનની સમીક્ષા અને કાર્યકરોને મળવા માટે રાજ્યભરમાં પ્રવાસ કરી રહ્યા છે. જેના ભાગરૂપે સી. આર. પાટીલે શનિવારે રાજકોટની મુલાકાત લીધી હતી. દિવાળી બાદ પ્રદેશ ભાજપ પ્રમુખ પ્રથમ વખત રાજકોટ આવ્યાં હતા.

આ પણ વાંચો : વડોદરા : RTO અને પોલીસ દ્વારા વાહન નિયમ ભંગના 1,289 કેસોમાં રુ.37 લાખની વસૂલાત, જિલ્લા કક્ષાની રોડ સેફટી કાઉન્સીલની બેઠક મળી

આ પણ વાંચો : Gandhinagar : કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગિફ્ટ સિટીના રોકાણકારો અને સ્ટોક હોલ્ડર્સ સાથે બેઠક યોજી

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">