ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ સાથે સી.આર.પાટીલે કરી મુલાકાત, બેઠક બાદ નરેશ પટેલનું મોટું નિવેદન

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપે ગતિવિધીઓ તેજ કરી છે. જેના ભાગરૂપે ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સંગઠનની સમીક્ષા અને કાર્યકરોને મળવા માટે રાજ્યભરમાં પ્રવાસ કરી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 20, 2021 | 5:01 PM

RAJKOT : રાજકોટમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન અને પાટીદાર અગ્રણી નરેશ પટેલ સાથે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની મુલાકાત થઈ. ચૂંટણી પહેલાંની નરેશ પટેલ અને સી.આર.પાટીલની મુલાકાતથી રાજ્યનું રાજકારણ ગરમાયું છે. જો કે, આ મુલાકાતને નરેશ પટેલે માત્ર ઔપચારિક મુલાકાત ગણાવી હતી અને કહ્યું હતું કે, શુભેચ્છા મુલાકાત અગાઉથી જ નક્કી હતી. આ ઉપરાંત તેઓએ પાટીદારો પર થયેલા કેસ મુદ્દે કહ્યું હતું કે, સી.આર.પાટીલે કેસ પાછા ખેંચવા માટે નિર્દેશ આપ્યા છે તે બદલ આભાર માનું છું સાથે જ વહેલીતકે કેસ પાછા ખેંચવા માટે મુખ્યમંત્રીને પણ ફરી રજૂઆત કરીશું.

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપે ગતિવિધીઓ તેજ કરી છે. જેના ભાગરૂપે ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સંગઠનની સમીક્ષા અને કાર્યકરોને મળવા માટે રાજ્યભરમાં પ્રવાસ કરી રહ્યા છે. જેના ભાગરૂપે સી. આર. પાટીલે શનિવારે રાજકોટની મુલાકાત લીધી હતી. દિવાળી બાદ પ્રદેશ ભાજપ પ્રમુખ પ્રથમ વખત રાજકોટ આવ્યાં હતા.

નરેશ પટેલ સાથેની બેઠક પહેલા સી.આર. પાટીલે વજુભાઈ વાળા સાથે મુલાકાત કરી હતી. રાજકોટ ભાજપ સંગઠનમાં આંતરિક જૂથવાદના સમાચારો વચ્ચે આજે 20 નવેમ્બરે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ તેમજ ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સાથે બેઠક કરી હતી.બંને નેતાઓ વચ્ચે બંધ બારણે બેઠક ચાલી હતી. આ બેઠક અંગે સાંસદ મોહન કુંડારિયાએ કહ્યું કે માત્ર સૌજન્ય મુલાકાત હતી. તો સી.આર. પાટીલે પણ કહ્યું કે આ રૂટીન મુલાકાત હતી. વજુભાઈ વાળાએ રાજકોટ ભાજપમાં વિખવાદ અને જૂથવાદ ન હોવાનું કહ્યું હતું. તેમણે કહ્યું કે આ એક ગેરસમજ છે. રાજકોટ ભાજપમાં વિખવાદ પહેલા પણ ન હતો, અત્યારે પણ નથી અને આગળના સમયમાં પણ નહી થાય.

આ પણ વાંચો : “મારું અપહરણ થયું છે ,મને બચાવો!”, આત્મહત્યા પહેલા નવસારીની યુવતીએ કોને કર્યો હતો આ મેસેજ?

આ પણ વાંચો : GOA : 21 નવેમ્બરે ગોવાના પણજી ખાતે “સદાકાળ ગુજરાત કાર્યક્રમ” યોજાશે, હર્ષ સંઘવીના હસ્તે ઉદ્ઘઘાટન થશે

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">