સુરત હકીકતમાં ખુબસુરત : સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત દેશમાં બીજા સ્થાને, સુરતીઓમાં જોવા મળી આનંદની લાગણી

Swachh Survekshan 2021 : દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે એવોર્ડ સમારોહ યોજાયો હતો. જેમાં સ્વચ્છતામાં શ્રેષ્ઠ રેન્ક મેળવનાર સુરત શહેરને એવોર્ડ આપવામાં આવ્યો હતો.

TV9 GUJARATI

| Edited By: Nakulsinh Gohil

Nov 20, 2021 | 5:23 PM

SURAT : સ્વચ્છતા મિશન હેઠળ દર વર્ષે હાથ ધરવામાં આવતા સ્વચ્છ સર્વેક્ષણ 2021 (Swachh Survekshan 2021)નું રેન્કિંગ આજે 20 નવેમ્બરે બહાર પાડવામાં આવ્યું હતું. આ સર્વેમાં દેશના 4 હજારથી વધુ શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં સુરત (Surat) શહેરને બીજું સ્થાન મળ્યું છે. આજે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે એવોર્ડ સમારોહ યોજાયો હતો. જેમાં સ્વચ્છતામાં શ્રેષ્ઠ રેન્ક મેળવનાર શહેરને એવોર્ડ આપવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ram Nath Kovind)ના હસ્તે સુરતના મેયરને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.ત્યારે મેયરે આ એવોર્ડને તમામ સુરતવાસીઓને સમર્પિત કર્યો છે, તો સુરતને સ્વચ્છતા સર્વેક્ષણમાં બીજું સ્થાન મળતા શહેરીજનોમાં પણ ખુશીની લાગણી જોવા મળી છે.

શહેરોને સન્માનિત કરવા માટે, કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા સ્વચ્છ અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઈન્દોરને સૌથી સ્વચ્છ શહેરનો ખિતાબ એનાયત કર્યો. બીજી તરફ, સુરત (ગુજરાત)ને બીજા અને વિજયવાડા (આંધ્રપ્રદેશ)ને દેશનું ત્રીજું શહેર હોવા બદલ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

સ્વચ્છ સર્વેક્ષણની આ છઠ્ઠી આવૃત્તિ વિશ્વના સૌથી મોટા શહેરી સ્વચ્છતા સર્વેક્ષણ તરીકે ઉભરી આવી છે. આ સર્વેના કારણે ઘણા રાજ્યોમાં જાગૃતિ આવી. આ સર્વેક્ષણમાં 5 કરોડથી વધુ નાગરિકોએ રસ દાખવ્યો હતો, જે ગયા વર્ષ કરતાં 1.87 કરોડ વધુ છે. સ્વચ્છ સર્વેક્ષણ 2021 કોરોના રોગચાળાને કારણે જમીન પરના પડકારો હોવા છતાં રેકોર્ડ 28 દિવસમાં હાથ ધરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ સાથે સી.આર.પાટીલે કરી મુલાકાત, બેઠક બાદ નરેશ પટેલનું મોટું નિવેદન

આ પણ વાંચો :GOA : 21 નવેમ્બરે પણજી ખાતે “સદાકાળ ગુજરાત કાર્યક્રમ” યોજાશે, હર્ષ સંઘવીના હસ્તે ઉદ્ઘઘાટન થશે

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati