CM ભુપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ અને રાજકોટ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરીનું ખાતમુહૂર્ત

મુખ્યપ્રધાને કહ્યું કે સરકારી સેવાઓમાં લઘુત્તમ હ્યુમન ઇન્ટરફેસ થાય તે પ્રકારની સુવિધાઓ વ્યવસ્થાઓ સરકાર વિકસાવી રહી છે.આ અંગેની વિગતો આપતા મુખ્યપ્રધાને કહ્યુ કે, વાહન વ્યવહાર કચેરીમાં 20 જેટલી સેવાઓ ફેશલેસ બનતા રાજ્યના 63 લાખથી વધુ નાગરિકોને લાભ થશે.

CM ભુપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ અને રાજકોટ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરીનું ખાતમુહૂર્ત
CM lays foundation of regional transport offices and launches its faceless services
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 20, 2021 | 8:26 PM

AHMEDABAD : મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે અમદાવાદના સુભાષબ્રિજ ખાતે સ્થિત આરટીઓ ઓફિસના પ્રાંગણમાં અમદાવાદ અને રાજકોટને પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીના ખાતમુહૂર્ત પ્રસંગે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડિજિટલ ઇન્ડિયાના સંકલ્પને પગલે ગુજરાતમાં સરકારી કચેરીઓમાં નાગરિક સુવિધાઓ વધુ સરળ બની છે. મુખ્યપ્રધાને આ અવસરે સરકારી સેવાઓમાં ડીજીટલાઇઝેશનની ગતિને વધુ વેગવાન બનાવવાનો પણ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

મુખ્યપ્રધાને કહ્યું કે સરકારી સેવાઓમાં લઘુત્તમ હ્યુમન ઇન્ટરફેસ થાય તે પ્રકારની સુવિધાઓ વ્યવસ્થાઓ સરકાર વિકસાવી રહી છે.આ અંગેની વિગતો આપતા મુખ્યપ્રધાને કહ્યુ કે, વાહન વ્યવહાર કચેરીમાં 20 જેટલી સેવાઓ ફેશલેસ બનતા રાજ્યના 63 લાખથી વધુ નાગરિકોને લાભ થશે.અમદાવાદમાં નિર્માણ થનારી વાહન વ્યવહાર કચેરી 39. 40 કરોડ ના ખર્ચે બનશે એટલું જ નહિ 4 માળનું આ ભવન 600 લોકોની ક્ષમતા ધરાવતો એ.સી.હોલ,1000 વાહનોની ટેસ્ટની સુવિધા યુક્ત હશે.

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સામાન્ય નાગરિકની હાલાકીમાં ઘટા઼ડો થાય અને સુખાકારી વધે તે માટેની રાજ્ય સરકારની કટિબદ્ધતા ફરી વાર દોહરાવી હતી. તેમણે નાગરિકોને કોરોના અંગે જરુરી સાવચેતીની પણ સલાહ આપી હતી અને તમામ નાગરિકોને સત્વરે રસી લઈ લેવા અનુરોધ કર્યો હતો.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ અવસરે રાજકોટ પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની કચેરી ખાતેથી રાજ્ય કક્ષાના વાહન વ્યવહાર પ્રધાન અરવિંદ રૈયાણી પણ જોડાયા હતા.વાહન વ્યવહાર પ્રધાન પૂર્ણેશ મોદીએ તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં દરેક જીલ્લા મથકે વહીકલ ફિટનેસ સર્ટિફિકેટ સેન્ટર પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ(PPP)ના ધોરણે ઉભા કરવામાં આવશે. પૂર્ણેશ મોદીએ ઉમેર્યું હતું કે, ગુજરાત સરકારનો વાહન વ્યવહાર વિભાગ સેવા, સુવિધા અને સલામતીના લક્ષ્ય સાથે આગળ ધપી રહ્યો છે.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય અરવિંદ પટેલ,રાકેશ શાહ, અમદાવાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ગીતાબહેન પટેલ, વાહન વ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ, વાહન વ્યવહાર કમિશનર રાજેશ માંજુ, ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના એમ.ડી હર્ષદ પટેલ, અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલે તેમ જ જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો :રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, આધાર બેઝ્ડ e-Kycના ઉપયોગથી ઘરે બેઠા મળશે RTOની સેવાઓ

આ પણ વાંચો : દેવભૂમિ દ્વારકા ડ્રગ્સ કેસના પાંચ આરોપી જેલ હવાલે, 2 આરોપી પાંચ દિવસના રિમાન્ડ પર

g clip-path="url(#clip0_868_265)">