Ahmedabad : હાઇ સ્પીડ બુલેટ ટ્રેન રેલવે સિસ્ટમના ક્ષેત્રમાં HSRIC દ્વારા ‘મેક ઇન ઇન્ડિયા’ સોલ્યુસન્સ, કર્મચારીઓની તાલીમ પર ભાર
HSRICની છઠ્ઠી સલાહકાર પરિષદની બેઠક યોજાઈ હતી. જેમાં મેનેજિંગ ડિરેક્ટર રાજેન્દ્ર પ્રસાદની આગેવાની હેઠળ NHSRCL ડિરેક્ટરો અને વરિષ્ઠ અધિકારીઓ, પ્રમુખ, રેલવે ટેકનિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (જાપાન), યુનિવર્સિટી ઓફ ટોક્યોના ફેકલ્ટી, IIT દિલ્હીના ડિરેક્ટરો, IIT મુંબઈ, IIT કાનપુર, IIT ગાંધીનગર, IIT મદ્રાસ, IIT રૂરકી, IIT તિરુપતિ, IIT ખડગપુર, ચાલુ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવામાં આવી.
Ahmedabad : નેશનલ હાઈ સ્પીડ (Bullet Train) રેલ કોર્પોરેશનના (National High Speed Rail Corporation) નેજા હેઠળ એચએસઆર ઈનોવેશન સેન્ટર (HSRIC)એ રેલવે ડોમેન ખાસ કરીને હાઈ-સ્પીડ રેલવે માટે સ્વદેશી ઉકેલોના વિકાસ માટે વિવિધ આઈઆઈટી અને આઈઆઈએસસી સાથે ઘણા સહયોગી સંશોધન પ્રોજેક્ટ હાથ ધર્યા છે.
આ પણ વાંચો-અમદાવાદ મેયરની ઓફિસની નેમ પ્લેટ ભગવા રંગે રંગાઈ ! મેયરે આપ્યુ ઉપરથી વિવાદિત નિવેદન, જુઓ Video
HSRICની છઠ્ઠી સલાહકાર પરિષદની બેઠક યોજાઈ હતી. જેમાં મેનેજિંગ ડિરેક્ટર રાજેન્દ્ર પ્રસાદની આગેવાની હેઠળ NHSRCL ડિરેક્ટરો અને વરિષ્ઠ અધિકારીઓ, પ્રમુખ, રેલવે ટેકનિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (જાપાન), યુનિવર્સિટી ઓફ ટોક્યોના ફેકલ્ટી, IIT દિલ્હીના ડિરેક્ટરો, IIT મુંબઈ, IIT કાનપુર, IIT ગાંધીનગર, IIT મદ્રાસ, IIT રૂરકી, IIT તિરુપતિ, IIT ખડગપુર, ચાલુ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવામાં આવી.
‘મેક ઈન ઈન્ડિયા’ની દિશામાં કદમ
એનએચએસઆરસીએલના મેનેજિંગ ડિરેક્ટર રાજેન્દ્ર પ્રસાદે જણાવ્યું હતું કે,’આઈઆઈએસસી બેંગ્લોર, આઈઆઈટી બોમ્બે અને આઈઆઈટી દિલ્હીના સહયોગથી ડિઝાઈન માટે એક સાથે સોફ્ટવેરનો સ્વદેશી વિકાસ અને ટ્રેક્શન અને પાવર સપ્લાયની માન્યતા એ એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે. ‘મેક ઈન ઈન્ડિયા’ની દિશામાં અત્યારે આપણે વિદેશી સોફ્ટવેર પર નિર્ભર છીએ. ચાલુ પ્રોજેક્ટ્સ સિવિલ એન્જિનિયરિંગ ડોમેન સાથે સંબંધિત છે. જેમ કે HSR અને રેલવે એપ્લિકેશન્સ માટે રિઇનફોર્સ્ડ અર્થ સ્ટ્રક્ચર્સની ડિઝાઇન, હાઇ સ્પીડ રેલવે ટ્રેક માટે CAM પર વિગતવાર અભ્યાસ કરાશે. હાઇ સ્પીડ રેલવે વાયડક્ટ ડિઝાઇનનું ઑપ્ટિમાઇઝેશન અને પાવર સપ્લાય માટે સિમ્યુલેશન મોડેલિંગ અને OHE ડિઝાઇન્સ જેવા ઇલેક્ટ્રિકલ ડોમેન વગેરે પર અભ્યાસ કરાશે.
ઉપરાંત ઇન્સ્ટિટ્યુટ ઑફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર્સ (IEEE)ની કોન્ફરન્સમાં IITD અને IISc એન્ડ IITB ટીમો દ્વારા HSRICના નેજા હેઠળ ટ્રેક્શન પાવર સપ્લાય સિસ્ટમ અને પેન્ટોગ્રાફ અને કેટનરીની ગતિશીલ ક્રિયાપ્રતિક્રિયાના ક્ષેત્રમાં ઘણા ટેકનિકલ પેપર્સ પ્રકાશિત કરવામાં આવ્યા છે. વર્ષ 2022- 2023માં મશીનરી કોન્ફરન્સ (VETOMAC)ની વાઇબ્રેશન એન્જિનિયરિંગ અને ટેકનોલોજીની કાર્યવાહી કરી છે.
આ સાથે જ જાપાન રેલ્વે ટેકનિકલ સર્વિસ (JARTS)જાપાને, MAHSR એન્જિનિયરોના કૌશલ્યોને વધારવાના હેતુથી વધુ એક તાલીમ અને પ્રમાણપત્ર કાર્યક્રમ શરૂ કર્યો છે. આ તાલીમ હાલમાં ગુજરાતના વડોદરા અને આણંદ જિલ્લામાં ચાલી રહી છે, જેમાં ખાસ કરીને ટ્રેક સ્લેબ મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરો અને સાઇટ એન્જિનિયરો માટે MAHSR માટે ટ્રેક વર્ક્સના નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ વ્યાપક પ્રોગ્રામમાં ટ્રેક વર્કના તમામ પાસાઓને આવરી લેતા 15 વિવિધ અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે. લગભગ 1000 ભારતીય એન્જિનિયરો, કાર્યકારી નેતાઓ અને ટેકનિશિયનોને તાલીમ આપવાનું લક્ષ્ય છે.