અમદાવાદ મેયરની ઓફિસની નેમ પ્લેટ ભગવા રંગે રંગાઈ ! મેયરે આપ્યુ ઉપરથી વિવાદિત નિવેદન, જુઓ Video
અમદાવાદમાં નવા મેયર તરીકે પ્રતિભા જૈનની (Pratibha Jain) નિમણુંક થઇ છે. જો કે તેમણે પદભાર સંભાળતાની સાથે જ વિવાદોમાં સપડાયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં મેયરની ઓફિસ બહાર ભગવા રંગની નેમ પ્લેટ લગાવવામાં આવી છે. વાદળી રંગ પછી હવે મેયરની ઓફિસ બહાર ભગવા રંગની નેમ પ્લેટ લગાવાતા વિવાદ સર્જાયો છે.
Ahmedabad : અમદાવાદમાં નવા મેયર તરીકે પ્રતિભા જૈનની (Pratibha Jain) નિમણુંક થઇ છે. જો કે તેમણે પદભાર સંભાળતાની સાથે જ વિવાદોમાં સપડાયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં મેયરની ઓફિસ બહાર ભગવા રંગની નેમ પ્લેટ લગાવવામાં આવી છે. વાદળી રંગ પછી હવે મેયરની ઓફિસ બહાર ભગવા રંગની નેમ પ્લેટ લગાવાતા વિવાદ સર્જાયો છે.
મેયરની ઓફિસની સાથે ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, દંડક અને નેતાની ઓફિસ બહાર કેસરી રંગની નેમ પ્લેટ લગાવવામાં આવી છે. જેને લઇને વિવાદ સર્જાયો છે. જો કે વધુ વિવાદ તો કેસરી રંગની નેમ પ્લેટ અંગે મેયરને પુછાયેલા સવાલ બાદ વકર્યો છે. કોર્પોરેશનની ઓફિસમાં કેસરી રંગની નેમ પ્લેટ મામલે નવા મેયર પ્રતિભા જૈનને સવાલ પૂછાયો તો નિવેદન આપતા પહેલા તો મેયર નિઃશબ્દ થઇ ગયા હતા.
બાદમાં મેયરે જવાબ આપ્યો કે “ભારતીય જનતા પક્ષનો રંગ પણ ભગવો છે માટે જેથી આ રંગ પસંદ કરાયો છે.” આ પ્રકારના નિવેદનથી વિવાદ ઉભો થયો છે. આગામી સમયમાં તમામ ચેરમેનની ઓફિસ બહાર કેસરી રંગની નેમ પ્લેટ જોવા મળે તો નવાઈ નહી. આ પહેલા મેયરની ઓફિસ બહાર વાદળી રંગની નામની પ્લેટ જોવા મળતી હતી.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સુરભી જ્યોતિના કિલર લુક પર ફિદા થયા ફેન્સ, જુઓ Photos

વર્લ્ડ કપ ટ્રોફી પહોંચી હૈદરાબાદ, સ્ટેડિયમમાં ફેન્સ માટે પ્રદર્શનમાં મુકવામાં આવી

ભારતીય ક્રિકેટરની પત્ની ધનશ્રી વર્માએ શેર કરી બોલ્ડ તસવીરો, જુઓ Photos

27 સપ્ટેમ્બરે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રાજકોટમાં વન ડે

રાજકોટમાં "જે.કે ચોક કા રાજા" બન્યા આકર્ષણનું કેન્દ્ર, જુઓ Photos

ઘરે બેઠા જૂના ફોન વેચો, આ કંપની આપી રહી છે 40 હજાર રૂપિયા સુધીની ડીલ