ચૂંટણી કાર્ડમાં ફેરફાર કરાવતા પહેલા રાખો આ સાવચેતી, અજાણી લિંક પરની એક ક્લિક કરી દેશે તમારુ એકાઉન્ટ ખાલી

થોડા દિવસોમાં જ દેશભરમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે.  ત્યારે મોટાભાગના લોકો તેમના ચૂંટણી કાર્ડમાં નાં સરનામુ કે અન્ય સુધારા વધારા ઓનલાઈન કરતા હોય છે. જો કે આજકાલ સાયબર ગઠિયાઓ પણ ચૂંટણી કાર્ડમાં સુધારા વધારા કરાવવાની લિંક મોકલી લોકોને છેતરી રહ્યા છે.આવી કોઈપણ લિંક પર ક્લિક કરતા પહેલા રાખજો સાવધાની નહીં તો તમારી એક ક્લિક તમારુ આખુ બેંક અકાઉન્ટ કરી દેશે ખાલી.

ચૂંટણી કાર્ડમાં ફેરફાર કરાવતા પહેલા રાખો આ સાવચેતી, અજાણી લિંક પરની એક ક્લિક કરી દેશે તમારુ એકાઉન્ટ ખાલી
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Apr 02, 2024 | 10:06 PM

તાજેતરમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે રાજ્યમાં મોટાભાગના લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે તેમના ચૂંટણી કાર્ડમાં નામ, સરનામું કે પછી નામ ઉમેરવું કે કમી કરવું જેવી પ્રક્રિયાઓ કરતા હોય છે. ઇલેક્શન કમિશન દ્વારા પણ ખાસ ચૂંટણી કાર્ડમાં આ પ્રમાણેની કામગીરી માટે કવાયત હાથ ધરવામાં આવતી હોય છે. જોકે આ સમયનો લાભ હવે સાઇબર ગઠિયાઓ લઈ રહ્યા છે. સાયબર ગઠિયાઓ ચૂંટણી સમયે વધુ સક્રિય થયા છે અને જે લોકો ઓનલાઈન ચૂંટણી કાર્ડમાં કોઈ ફેરફાર કરાવવા માટે સર્ચ કરે છે તેમના સુધી સાયબર ગઠિયાઓ પહોંચી રૂપિયા પડાવી રહ્યા છે. આ પ્રમાણેના ફ્રોડના અનેક લોકો શિકાર થયા હોવાની પણ માહિતી સામે આવી છે.

ચૂંટણી કાર્ડમાં સુધારા વધારાની લિંક મોકલી સાયબર ગઠિયાઓ પડાવે છે પૈસા

આમ તો સાઇબર ગઠિયાઓ લોકો પાસેથી પૈસા પડાવવા અનેક નવા નવા રસ્તાઓ અપનાવતા આવ્યા છે, ત્યારે હવે સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ પણ જામ્યો છે અને ચૂંટણીની જાહેરાત પણ થઈ ચૂકી છે. આવા સમયે લોકો પાસેથી રૂપિયા પડાવવા સાઇબર ગઠિયાઓએ નવો રસ્તો અપનાવ્યો છે. સામાન્ય રીતે ચૂંટણી નજીક આવતી હોય છે ત્યારે લોકો તેમના ચૂંટણી કાર્ડમાં કોઈ જરૂરી ફેરફાર અથવા તો નવું નામ ઉમેરવું સહિતની સામાન્ય પ્રક્રિયાઓ કરતા હોય છે, ત્યારે આ સમયનો લાભ હવે સાયબર ગઠિયાઓ ઉઠાવી રહ્યા છે. સામાન્ય નાગરિક પોતાના ચૂંટણી કાર્ડમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવા માટે સૌ પહેલા ઓનલાઇન સર્ચ કરતા હોય છે, ત્યારે સાયબર ગઠિયાઓ હવે આવા લોકો સુધી પહોંચી રહ્યા છે. જે કોઈ વ્યક્તિ કોઈપણ ઓનલાઇન માધ્યમથી ચૂંટણી કાર્ડમાં ફેરફાર કરાવવા સર્ચ કરે છે.  સાઇબર ગઠિયાઓ તેવા લોકો સુધી તેને મેસેજ દ્વારા લિંક મોકલે છે જેના દ્વારા લોકોને તેનું કામ થઈ જશે તેવું જણાવી પૈસા પડાવી રહ્યા છે.

કઈ રીતે સાઇબર ગઠિયાઓ પડાવે છે પૈસા ?

જે રીતે લોકો ઓનલાઈન ચૂંટણી કાર્ડ માં ફેરફાર માટે સર્ચ કરતા હોય છે તેવા લોકો ને સાયબર ગાંઠિયાઓ દ્વારા એક મેસેજ મોકલવામાં આવતો હોય છે જેમાં એક ડમી એટલે કે ખોટી લીંક મોકલવામાં આવતી હોય છે જે બાદ સાયબર ગઠિયાઓ લોકોનો સંપર્ક કરી તેને તે લિંક ઓપન કરી તેમાં તેની માહિતીઓ ભરવા માટે કહેતા હોય છે આ માહિતીઓ ભર્યા બાદ તેમનું કામ થઈ જશે તેવી બાહેંધરી આપતા હોય છે જેના દ્વારા સાયબર ગઠિયાઓ આવા લોકોની તમામ માહિતીઓ મેળવતા હોય છે જે બાદ તેમના એકાઉન્ટ માંથી રૂપિયા પડાવી લે છે આ ઉપરાંત સાયબર ગઠિયાઓ પાસે લોકોની માહિતી આવતા જ તે તેને ચૂંટણી કાર્ડમાં ફેરફાર માટે પૈસા ભરવાનું કહેતા હોય છે અને પોતાના એકાઉન્ટમાં આ પ્રમાણે રૂપિયા જમા કરાવતા હોય છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

લોકોએ શું ધ્યાન રાખવું

  •  મહત્વનું છે કે ચૂંટણી કાર્ડમાં કોઈપણ ફેરફાર અથવા નામ ઉમેરવા કે કમી કરવા માટે કોઈ પણ જાતની ફી લેવામાં આવતી નથી.
  •  કોઈપણ વ્યક્તિ પોતાની નજીકની કલેકટર ઓફિસ કે અન્ય જગ્યાઓ પર ચૂંટણી કાર્ડમાં પોતાનો ફેરફાર કરાવી શકે છે.
  •  ઇલેક્શન કમિશન દ્વારા બી.એલ.ઓ ની નિમણૂક કરવામાં આવેલી હોય છે જેનો પણ લોકો સંપર્ક કરી શકે છે.

હાલ જે રીતે સાઇબર ગઠિયાઓ સક્રિય થયા છે અને લોકો સુધી પહોંચી તેમની પાસેથી રૂપિયા પડાવવાનો પ્રયત્ન પણ કરવામાં આવી રહ્યો છે, ત્યારે લોકોએ પણ સાવધાની રાખવી જોઈએ અને ઇલેક્શન કમિશનની વેબસાઈટ પર જ કોઈ પણ ચૂંટણી કાર્ડ અંગેની પ્રક્રિયાઓ કરવી જોઈએ અથવા તો નજીકની કલેકટર ઓફિસમાં પહોંચી અને ચૂંટણી કાર્ડ ને લગતી કામગીરી કરવી જોઈએ જેથી લોકો આવા સાઈબર ગઠિયાઓને શિકાર થતાં અટકી શકે.

આ પણ વાંચો: અમદાવાદ પોલીસની પહેલ, હેલ્મેટ સંસ્કાર પ્રોજેક્ટ થકી 7 હજાર બાળકોને કર્યુ હેલ્મેટનું વિતરણ, વાલીઓને જાગૃત કરવા શરૂ કરી ઝુંબેશ- જુઓ તસવીરો

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">