loksabha Election 2024: અમિત શાહ આજે અમદાવાદ અને ગાંધીનગરમાં કરશે મેગા રોડ-શો, 7 વિધાનસભા બેઠકોને આવરી લેશે, આવતીકાલે ભરશે ફોર્મ

ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 19 એપ્રિલે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવાના છે પણ તે પહેલા આજે તે 6 વિધાનસભા બેઠકોને આવરી લેતો મેરેથોન રોડ શો કરશે. સાણંદથી રોડ શૉ ની શરૂઆત થશે ત્યારબાદ કલોલ, સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા અને છેલ્લે વેજલપુરમાં રોડ શો યોજાશે.

loksabha Election 2024: અમિત શાહ આજે અમદાવાદ અને ગાંધીનગરમાં કરશે મેગા રોડ-શો, 7 વિધાનસભા બેઠકોને આવરી લેશે, આવતીકાલે ભરશે ફોર્મ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 18, 2024 | 8:29 AM

લોકસભા ચૂંટણી 2024:  ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 19 એપ્રિલે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવાના છે, પણ તે પહેલા આજે તે 6 વિધાનસભા બેઠકોને આવરી લેતો મેરેથોન રોડ શો કરશે.

સાણંદથી રોડ શૉ ની શરૂઆત થશે ત્યારબાદ કલોલ, સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા અને છેલ્લે વેજલપુરમાં રોડ શો યોજાશે. વેજલપુરમાં રોડ શો ના સમાપન બાદ અમિત શાહ જાહેરસભાને પણ સંબોધિત કરશે. આ રોડ શો માં મુખ્યપ્રધાન સહિત સ્થાનિક સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહેશે. ગાંધીનગર વિધાનસભા બેઠક પરથી અમિત શાહ બીજી વાર ચૂંટણી લડી રહ્યા છે.

PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ

જાણો રોડ શોનો રુટ

  • જો આજના રોડ શો ના રૂટની વાત કરીએ તો સાણંદના APMC સર્કલથી રોડ શો ની શરૂઆત થશે. ત્યારબાદ સાણંદ તાલુકા પંચાયત કચેરી થઇને ડો બાબાસાહેબ આંબેડકર પ્રતિમા સુધી રોડ શો આગળ વધશે. સાણંદ બસ સ્ટેન્ડ પછી સાણંદ-નળ સરોવર ચોકડી પાસે રોડ શો નું સમાપન થશે.
  • કલોલમાં સવારે સાડા નવ કલાકે જે.પી.ગેટથી રોડ શો ની શરૂઆત થશે. ડો.બાબાસાહેબ આંબેડકર પ્રતિમા થઇને ભવાની નગર ચાલી તરફ રોડ શો આગળ વધશે અને ત્યારબાદ ખુની બંગલા તળાવ રોડ થઇને ટાવર ચોક ખાતે રોડ શો નું સમાપન થશે.
  • સાબરમતીમાં બપોરે 3 કલાકે રામજી મંદિર રોડ પરના સરદાર પટેલ ચોકથી અમિત શાહના રોડ શો નો પ્રારંભ થશે. વિજય રામી સર્કલ, મ્યુનિસિપલ સ્વિમિંગ પુલ થઇને રોડ શો શ્રી રામેશ્વર મહાદેવ મંદિરે આવશે. ત્યારબાદ શાંતારામ કોમ્યુનિટી હોલથી આગળ તરફ ચાંદલોડિયા રોડ પર અમિત શાહના રોડ શોનું સમાપન થશે.
  • સાંજે સાડા ચાર કલાકે ઘાટલોડિયા ખાતે ઉમિયા હોલ જંક્શનથી અમિત શાહના રોડ શોની શરૂઆત થશે જે કે કે નગર રોડ પર આગળ વધી પ્રભાત ચોક, ગૌરવપથ અને રન્નાપાર્ક ખાતે આ રોડ શોનું સમાપન થશે.
  • નારણપુરા વિસ્તારમાં રોડ શોની શરૂઆત સાંજે સાડા પાચ વાગ્યે થશે. રન્નાપાર્કથી રોડ શો શરૂ થશે જે ચાયવાલે, પટેલ ડેરી થઇને. એ.ઇ.સી બ્રિજ થઇને સહજાનંદ એવન્યુ તરફ આગળ વધશે. ત્યારબાદ સોલાર ફ્લેટ, જયદી હોસ્પિટલ થઇને લોયલા સ્કુલ તરફ રોડ શો આગળ વધશે. ક્રિષ્ના ડેરી ખાતે નારણપુરા વિસ્તારના રોડ શોનું સમાપન થશે.
  • સાજે સાડા છ કલાકે વેજલપુર વિસ્તારના રોડ શોની શરૂઆત જીવરાજ પાર્ક પાસેથી થશે. તુલસીવન સોસાયટી થઇને વેજલપુર લાયબ્રેરી થઇને રોડ શો વેજલપુર કોર્પોરેશન વોર્ડ ઓફિસ પહોંચશે. જ્યાં રોડ શોનું સમાપન થશે અને જાહેરસભા યોજાશે. જેમાં અમિત શાહ સંબોધન કરશે.

Latest News Updates

ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
g clip-path="url(#clip0_868_265)">