અમદાવાદથી ખસેડીને ગાંધીનગરને કેમ બનાવવામાં આવ્યું ગુજરાતનું પાટનગર ? જાણો
આજે જ્યાં હરિયાળું ગાંધીનગર આવેલું છે, આ જગ્યા એક સમયે વેરાન અને સુમસામ હતી. ચારેય કોર ધુળની ડમરીઓ ઉડતી હતી. ક્યાંય લોકો જોવા મળતા ન હતા ત્યાં આજે ધમધમતું શહેર જોવા મળે છે. ગાંધીનગરની કહાની ઘણી રસપ્રદ છે, ત્યારે આ લેખમાં જાણીશું કે આંઘીનગર અને ધૂળિયું શહેર ગણાતું આ શહેર કેવી રીતે પાટનગર બન્યું.

આજે ગુજરાતનો 64મો સ્થાપના દિવસ છે. 1 મે 1960ના રોજ બોમ્બે રાજ્યમાંથી અલગ પડી બે રાજ્યો મહારાષ્ટ્ર અને ગુજરાત અસ્તિત્વમાં આવ્યા. ગુજરાતની સ્થાપના સમયે અમદાવાદને પાટનગર બનાવવામાં આવ્યું હતું. જો કે, બાદમાં ગાંધીનગરને ગુજરાતનું પાટનગર બનમાવવામાં આવ્યું હતું. આજના આ લેખમાં ગાંધીનગર ગુજરાતનું પાટનગર કેવી રીતે બન્યું ? ગાંધીનગરને જ કેમ ગુજરાતનું પાટનગર બનાવાયું અને ગાંધીનગરની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તે અંગે વિસ્તારથી જણાવીશું. આજે જ્યાં હરિયાળું ગાંધીનગર આવેલું છે, આ જગ્યા એક સમયે વેરાન અને સુમસામ હતી. ચારેય કોર ધુળની ડમરીઓ ઉડતી હતી. ક્યાંય લોકો જોવા મળતા ન હતા ત્યાં આજે ધમધમતું શહેર જોવા મળે છે, રાજ્યની સરકાર પણ આ શહેરથી ચાલે છે. ગાંધીનગરની કહાની ઘણી રસપ્રદ છે, ત્યારે આ લેખમાં જાણીશું કે આંઘીનગર અને ધૂળિયું શહેર ગણાતું આ શહેર કેવી રીતે પાટનગર બન્યું. ...
