Ahmedabad : ત્રણ દિવસીય સહયોગ મેળાનો રાજ્ય કૃષિમંત્રીએ પ્રારંભ કરાવ્યો, કૃષિ ક્ષેત્રને આગળ વધારવાનો પ્રયાસ
રિવરફ્રન્ટ ખાતે નાબાર્ડ દ્વારા યોજાયેલ સહયોગ મેળા 2.0 માં ખેડૂત અને અન્ય એગ્રીકલચર તેમજ હેંડીક્રાફટ ક્ષેત્ર અને વેપારીને પ્રોત્સાહીત કરવાનો પ્રયાસ કરાયો. જે મેળામાં ગુજરાતના 60 જેટલા જ્યારે અન્ય 10 રાજ્યના 40 જેટલા સ્ટોલ રખાયા હતા.
એક તરફ વધુ પડતા વરસાદને કારણે ખેડૂતોને મોટાપાયે નુકશાન થયું છે. તેમજ કોરોના કાળ દરમિયાન પણ ખેડૂતો અને નોન ખેડૂત ક્ષેત્રને પણ નુકશાન થયું છે. ત્યારે આવા ક્ષેત્રને આગળ લાવવા માટે આજે નાબાર્ડ દ્વારા સહયોગ મેળા 2.0 નું આયોજન કરવામાં આવ્યું. જેની શરૂઆત આજે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે કરાવી.
અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે વલ્લભસદન નજીક આ સહયોગ મેળાનું આયોજન કરવામાં આવ્યું. 1 ઓક્ટોબરથી શરૂ થયેલ આ મેળો 3 ઓક્ટોબર સુધી ચાલશે. જેની શરૂઆત આજે રાજ્ય કૃષિ મંત્રી રાઘવજી પટેલે કરાવી. જે કાર્યક્રમમાં નાબાર્ડના અધિકારી અને કર્મચારી સહિત લોકો જોડાયા.
નાબાર્ડએ ખેડૂત અને બિન ખેડૂત પ્રોડક્ટને લોકો સુધી પહોંચાડવાનું કામ કરે છે. જેના કારણે કોરોનામાં ખેડૂત અને બિનખેડૂત ક્ષેત્રને જે અસર પડી અને લોકો સુધી તે પ્રોડક્ટ ન પહોંચી શકી. જેના કારણે ખેડૂત પૂરતો પાક ન લઈ શક્યો. જે તમામ બાબતોને ધ્યાને રાખી આ સહયોગ મેળા 2.0 નું આયોજન કરવામાં આવ્યું. જેથી ખેડૂત અને બિન ખેડૂત ક્ષેત્રની પ્રોડક્ટ લોકો સુધી પહોંચાડી શકાય. અને ખેડૂતનો પાક વધારી શકાય.
રિવરફ્રન્ટ ખાતે નાબાર્ડ દ્વારા યોજાયેલ સહયોગ મેળા 2.0 માં ખેડૂત અને અન્ય એગ્રીકલચર તેમજ હેંડીક્રાફટ ક્ષેત્ર અને વેપારીને પ્રોત્સાહીત કરવાનો પ્રયાસ કરાયો. જે મેળામાં ગુજરાતના 60 જેટલા જ્યારે અન્ય 10 રાજ્યના 40 જેટલા સ્ટોલ રખાયા હતા. એમ 100 સ્ટોલ મેળામાં રખાયા. જે ત્રણ દિવસ ચાલનાર સહયોગ મેળા 2.0 થી સ્ટોલ ધારકોને રોજગારી મળવાની આશા ઉભી થઇ.
મેળામાં એવા સ્ટોલ ધારકો પણ જોવા મળ્યા કે જેઓ પેઢીથી તેમના ધંધા સાથે જોડાયેલા છે. આવા જ વનિતા ચૌહાણ કે જેઓ કોરોનામાં તેઓની રોજી રોટી ક્યાંક બંધ થઈ ગઈ હતી. જે બાદ આ મેળામાં તેઓએ ભાગ લેતા તેમને ફરી રોજગારીની તક મળવાની આશા જાગી છે. જેના કારણે તેઓ નાબાર્ડનો આભાર માન્યો. તેમજ સ્ટોલ ધારકોએ આવા મેળા યોજવા જોઈએ તેવું પણ જણાવ્યું.
તો સાથે જ વધુ વરસાદમાં ખેડૂતોને નુકશાન પર રાજ્ય કૃષિ મંત્રીએ નિવેદન આપતા જણાવ્યું કે ખેડૂતના નુકશાન અંગે સર્વે કરવામાં આવશે. તેમજ કૃષિ મંત્રી વડાપ્રધાનની ખેડૂતોને મદદ થવાની અને આવક ડબલ કરવાના ધ્યેય પર વિભાગ સરકાર કાર્યરત હોવાનું પણ જણાવ્યું.
એટલું જ નહીં પણ કૃષિ મંત્રીએ હમણાં ચાર્જ સાંભળ્યો હોવાનું જણાવી ખેડૂત લગતા અભ્યાસ કરી મદદના તમામ પ્રયાસ કરાશે તેમ જણાવી વધુ વરસાદના કારણે પાકને નુકશાન થવાના અહેવાલ મળ્યા હોવાનું પણ જણાવ્યું. તો કૃષિ ખાતાએ સર્વે કરાવી અહેવાલ મળી ગયો હોવાનું જણાવી સરકાર ખેડૂત અંગે ચિંતિત છે અને તમામ મદદના પ્રયાસ કરાશે તેમ પણ જણાવ્યું.
વધુમાં ગત વર્ષથી પાક વીમા ભરાતા તે બંધ કરી મુખ્ય મંત્રી કિસાન સહાય યોજન હેઠળ મદદ કરશે તેવું પણ કૃષિ મંત્રીએ નિવેદન આપી. ચાલુ વર્ષે જે નુકશાન થયા છે તેના માટે સરકાર મદદ કરવા તતપર છે અને ટૂંક સમયમાં તેની જાહેરાત કરવામાં આવશે તેમ જણાવી પાક વીમા સંબંધી ફરિયાદ હતી તેના માટે સરકાર પ્રયાસ કરી રહી છે તેમ પણ જણાવ્યું.
એટલું જ નહીં પણ રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવની 1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી નોંધણીની પ્રક્રિયાની જાહેરાત કરાઈ હતી જે આજથી શરૂ કરી દેવાઈ છે. જેમાં ગ્રામ પંચાયતના વીસી નોંધણી કરશે અને બાદમાં ટેકાના ભાવ અપાશે તેવું પણ કૃષિ મંત્રીએ નિવેદન આપતા કહ્યું હતું.