ગુજરાત રાજ્યની ટીબી મુકત ગુજરાત તરફ આગેકુચ, 23 સપ્ટેમ્બરના રોજ રેકોર્ડ બ્રેક 1717 ટીબીના દર્દીઓ શોધાયા
ઘનિષ્ઠ એક્ટિવ ટીબી કેસ ફાઈન્ડીંગ કામગીરીમાં રાજ્યના તમામ ગામોમાં 1.91 કરોડ વસ્તીનુ મેપિંગ કરવામાં આવેલું છે, જે વસ્તીમાં 21000 ટીમો અને 46,948 આરોગ્ય અને NTPE કાર્યકર દ્વારા ઘર મુલાકાત કરી સ્ક્રીનીંગ કરવામાં આવશે.
AHMEDABAD : વડાપ્રધાન દ્વારા ભારત દેશને 2025 સુધીમાં ટીબી રોગથી નિર્મૂલન કરવા માટે આહવાન કરેલ છે અને તાજેતરમા ગુજરાત રાજ્યના આરોગ્યપ્રધાન રૂષિકેશ પટેલ દ્વારા પણ ટીબીની કામગીરીની પ્રસંશા કરી ટીબી નિર્મૂલન કાર્યક્રમને વેગ આપવા અને ટીબી રોગથી દેશ અને રાજ્યને મુક્ત કરવાનું આહવાન કરેલ છે અને સમાજમાંથી ટીબી રોગ અંગે ગેરમાન્યતા અને અંધશ્રધ્ધા દુર કરી ટીબીના લક્ષણો જણાય તો ટીબીનું નિદાન કરવા અને સારવાર લેવા માટે સમાજને અપીલ કરી હતી અને ટીબી જન-આંદોલનમાં ભાગ લેવા વિનંતી કરી હતી.
ટીબી રોગનું નિર્મુલન કરવા માટે સમાજમાં આ રોગથી પીડાતા દર્દીઓને શોધીને તુરંત સારવાર આપવી ખુબજ જરુરી છે. તમામ દર્દીને શોધી સારવાર પર મુકવામા આવે તો ટીબીના નવા કેસનું પ્રમાણ ઘટાડી શકાય અને ટીબીનો ચેપ લાગવાની પ્રક્રિયાને રોકી શકાય. આ હેતુને સિધ્ધ કરવા માટે ભારત સરકારના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યમાં ઘનિષ્ઠ એક્ટીવ કેસ ફાઈન્ડીંગ એક્ટીવીટીનો આરંભ કરવામા આવેલ છે તેમજ ટીબીના કેસની સક્રીય નોંધણી શરૂ કરવામાં આવી હતી.
ઘનિષ્ઠ એક્ટિવ ટીબી કેસ ફાઈન્ડીંગ કામગીરી અંતર્ગત ગુજરાત રાજ્યમાં પણ સ્ટેટ ટીબી ઓફિસર અને સંયુક્ત નિયામક (ટીબી) ડો. સતીષ મકવાણાના માર્ગદર્શન હેઠળ ટીબી માટે જોખમી વસ્તીમાં આરોગ્ય અને NTPE સ્ટાફ દ્વારા 16-09-2021 થી ઘનિષ્ઠ એક્ટિવ ટીબી કેસ ફાઈન્ડીંગ” કામગીરી શરૂ કરવામાં આવેલ છે, જે 31-10-2021 સુધી ચાલશે.
આ કામગીરીમાં રાજ્યના તમામ ગામોમાં 1.91 કરોડ વસ્તીનુ મેપિંગ કરવામાં આવેલું છે, જે વસ્તીમાં 21000 ટીમો અને 46,948 આરોગ્ય અને NTPE કાર્યકર દ્વારા ઘર મુલાકાત કરી સ્ક્રીનીંગ કરવામાં આવશે અને ટીબીના લક્ષણોવાળા વ્યક્તિના સ્થળ પર જ ગડફાના નમુના લઈ તપાસ માટે લેબોરેટરીમા મોકલવામાં આવશે અને ટીબીની સારવાર દર્દીને તુરંત મળી જાય તેવી વ્યસ્થા ગોઠવવામાં આવી છે.
ગુજરાત રાજ્યમાં દરરોજ આશરે 500 થી 600 દર્દીની નોંધણી કરવામાં આવતી હોય છે જ્યારે 23 સપ્ટેમ્બરના રોજ આરોગ્ય અને NTPE સ્ટાફની જહેમતથી 1717 ટીબીના દર્દીઓ શોધાયા છે, જે અત્યાર સુધીની રેકોર્ડબ્રેક કામગીરી છે. ભારત સરકાર દ્વારા ગુજરાત રાજ્યને વર્ષ 2021માં 1,95,000 દર્દી શોધવાનો લક્ષ્યાંક આપવામા આવેલ છે જેમા ગુજરાતમાં અત્યાર સુધીમાં 1,01,379 દર્દીઓ શોધી લેવામાં આવ્યાં છે. ઉપરાંત 87 % દર્દીઓને સારવાર આપી રોગમુકત કરવામા આવેલ છે.
ટીબી નિર્મુલન માટે ગુજરાત રાજ્યમાં પણ સ્ટેટ ટીબી ઓફિસર અને સંયુક્ત નિયામક (ટીબી) ડો. સતીષ મકવાણાની આગેવાની હેઠળ નીચે મુજબ વિશીષ્ટ કામગીરી કરવામાં આવી છે :
1) બધા સરકારી દવાખાનામાં નિદાન માટેની સુવિધા ઉપ્લબ્ધ છે.
2) ખાનગી ક્ષેત્રના દર્દીઓ માટે પણ નિઃશુલ્ક દવાઓ અને નિદાન.
3) દરેક ગામ/ વોર્ડમાં સારવાર કેન્દ્રો શરુ શરૂ કરવામાં આવ્યાં છે.
4)ટીબીના દર્દીની તંદુરસ્તી માટે યોગની પ્રવૃત્તિ શરુ કરવામાં આવી છે.
5)ગંભીર પ્રકારના ટીબીની સારવાર માટે બેડાક્વેલિન અને ડેલામિનીડ નામની નવી દવાઓ રાજ્યના દર્દી માટે ઉપલબ્ધ છે અને તમામ જિલ્લામા ગંભીર પ્રકારના ટીબીના નિદાન અને સારવાર માટેની સુવિધા ઉપ્લબ્ધ કરાવવામાં આવી છે.
6)ટીબીના દર્દીઓ માટે નિક્ષય પોષણ સહાય- પોષણ યુકત આહાર માટે દર્દીની સારવાર ચાલુ રહે ત્યા સુધી દર મહિને 500 રૂપિયા લેખે સહાય સીધી દર્દીના બેંક ખાતામાં જમા કરવામા આવે છે,જેમાં ભારત દેશમાં ગુજરાત રાજ્ય પ્રથમ નંબર પર છે.
7) રાજ્યની તમામ મેડીકલ કોલેજને ટીબી કાર્યક્રમમાં સાંકળવામાં આવી અને ટીબીના બાળ દર્દીઓને બ્રોકીઓઆલ્વીઓલર લવાજથી નિદાનની સુવિધા ઉપલ્બધ કરવામાં આવી છે.
8) ન્યુટ્રીશન સેન્ટર (CMTC & NRC) માં દાખલ દર્દીનો મોન્ટુક ટેસ્ટ કરી ટીબીનું નિદાન કરવામાં આવ્યું.