તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ગરબા ક્વિન દયા ભાભી ચણિયા ચોળી પહેરી ગરબા ઈવેન્ટમાં પહોંચી જુઓ Video
ચાહકો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah)ની દયા ભાભી એટલે કે દિશા વાકાણીને જોવા આતુર હોય છે. નવરાત્રિ શરુ થઈ ચૂકી છે ત્યારે હાલમાં જ અભિનેત્રી એક ગરબા ઈવેન્ટમાં જોવા મળી હતી, જેનો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે. લાંબા સમય બાદ દયાભાભીને જોતા તેના ચાહકોને આ વીડિયો ખુબ પસંદ આવી રહ્યો છે.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની આખી સ્ટાર કાસ્ટને ચાહકો ખુબ પ્રેમ કરે છે. સૌથી વધુ દયા ભાભી એટલે કે, દિશા વાકાણી અને જેઠાલાલ બનેલા દિલીપ જોશીનું પાત્ર લોકોને ખુબ પસંદ આવ્યું હતુ. દયા ભાભી ભલે હાલમાં શોમાં જોવા મળી રહ્યા નથી પરંતુ તેના ચાહકો આજે પણ પુષ્કળ પ્રમાણમાં છે. લોકો તેના શોમાં પરત ફરવાની રાહ પણ જોઈ રહ્યા છે. દયા ભાભી (Disha Vakani)ના ગરબા કોણ ભુલી શકે, લોકોને તેના આ ગરબા યાદ આવી જાય છે. છેલ્લા કેટલાક સમયથી અભિનેત્રી શોમાંથી દુર છે સાથે કોઈ ઈવેન્ટમાં પણ જોવા મળતી નથી પરંતુ હાલમાં તે ગરબા ઈવેન્ટમાં જોવા મળી હતી. આ ઈવેન્ટનો તેનો એક વીડિયો સામે આવ્યો છે.
દિશા વાકાણી ચણિયા-ચોલી પહેરીને ગરબામાં પહોંચી
સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, દયા ભાભી ચણિયા -ચોલી પહેરીને ગાડીમાંથી ઉતરે છે, અને ગરબા ઈવેન્ટમાં જતી જોવા મળે છે. તેણે ક્રિમ અને ગુલાબી રંગની સિમ્પલ ચણિયા ચોલી પહેરી છે. તેમણે મેકઅપ પણ મિનિમલ કર્યો છે. આ સાથે તેનો પતિ અને પુત્રી પણ જોવા મળી રહ્યા છે. તે વર્ષો બાદ પણ આટલી જ સુંદર દેખાઈ રહી છે જેટલી તે પહેલા જોવા મળતી હતી.
View this post on Instagram
વીડિયો જોયા બાદ ચાહકો કોમેન્ટ પણ કરી રહ્યા છે.કે, દયાભાભી વગર જેઠાલાલ અધુરા છે. કેટલાક લોકો દયાભાભીના લુકના વખાણ કરી રહ્યા છે. થોડા સમય પહેલા એવા સમાચાર આવ્યા હતા કે, દયાભાભી શોમાં પરત ફરશે. ત્યારે અભિનેત્રી તરફથી કોઈ સ્પષ્ટતા સામે આવી નથી. ત્યારે એ તો જોવાનું રહેશે કે, દયાભાભી શોમાં પરત ફરશે કે નહિ, શોના 15 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. જેના પર મેકર્સે જાહેરાત કરી હતી કે, દયા ભાભી સિરીયલમાં પરત ફરશે. જોકે, મેકર્સનું કહેવું છે કે તેઓ આ વિશે અભિનેત્રી સાથે વાત કરી રહ્યા છે.