21.2.2025

Plant In Pot : બારમાસીનો છોડ આ રીતે ઉગાડો, ફૂલથી ભરેલો રહેશે બગીચો

Image - Freepik\ Social media 

લોકો પોતાના ઘરના બગીચામાં વિવિધ પ્રકારના ફૂલના છોડ ઉગાડે છે.

ત્યારે બારમાસીનો છોડ ઉગાડવા માટે સૌથી પહેલા મોટુ કૂંડુ લો.

હવે કૂંડામાં સારી ગુણવત્તાની માટી અને છાણિયું ખાતર મિક્સ કરી ભરી લો.

હવે તમે ઈચ્છો તો માટીમાં કોકોપીટ પણ ઉમેરી શકો છો.

બારમાસીના છોડના બીજને માટીમાં 3-4 ઈંચની ઊંડાઈએ મુકી તેના પર માટી નાખો.

ત્યાર બાદ કૂંડામાં પાણી નાખો. ધ્યાન રાખો કે છોડમાં વધારે પાણી ન આપો.

હવે છોડને પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળે તેવી જગ્યાએ રાખો. જેથી છોડની વૃદ્ધિ સારી થાય

છોડમાં રોગ ન થાય તે માટે તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરો.