થલાપતિ વિજયે શા માટે ઈન્ડસ્ટ્રી છોડવાનો નિર્ણય લીધો? છેલ્લી ફિલ્મની જાહેરાત કરી
સુપરસ્ટાર થલાપતિ વિજયે પોતાની છેલ્લી ફિલ્મની જાહેરાત કરવાની સાથે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી સંન્યાસ લેવાની પણ જાહેરાત કરી દીધી છે.તમને જણાવી દઈએ કે, થલાપતિ વિજયે પોતાની છેલ્લી ફિલ્મ થલાપતિ 69ની જાહેરાત કરી છે.
સાઉથ ફિલ્મના સુપરસ્ટાર થલાપતિ વિજય હવે ફિલ્મો દુનિયામાં નજર આવશે નહિ. અભિનેતાએ ફિલ્મ લાઈન છોડવાનો નિર્ણય લીધો છે. આ વાતની જાહેરાત ખુબ અભિનેતાના પ્રોડકશન હાઉસે એક વીડિયોની જાહેરાત કરીને કરી છે. આ વીડિયોમાં થલાપતિની ફિલ્મ જર્નીની એક નાનકડી ઝલક દેખાડવામાં આવી છે. જેને જોયા બાદ ચાહકો ખુબ ઈમોશનલ થઈ રહ્યા છે.કેટલાક લોકો આ વાતથી પરેશાન થઈ રહ્યા છે. થલાપતિની દરેક ફિલ્મ સુપરહિટ અને બ્લોકબસ્ટર સાબિત થઈ રહી છે અને અચાનક તેમણે આ મોટો નિર્ણ લીધો છે.
ઈન્ડસ્ટ્રીમાંથી સંન્યાસ લઈ રહ્યા છે થલાપતિ
તમને જણાવી દઈએ કે, થલાપતિ વિજયે પોતાની છેલ્લી ફિલ્મ થલાપતિ 69ની જાહેરાત કરી છે. આ ફિલ્મની રિલીઝ બાદ સુપરસ્ટારે ઈન્ડસ્ટ્રીમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો છે.
View this post on Instagram
તેમની ફિલ્મ ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ (GOAT) થોડા સમય પહેલા જ થિયેટરમાં રિલીઝ થઈ છે. રિલીઝ બાદ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ફિલ્મે બોક્સ ઓફિસ પર અત્યારસુધી 177 કરોડ રુપિયાથી વધુની કમાણી કરી છે. તમને જણાવી દઈએ કે, આ કમાણી માત્ર એક અઠવાડિયાની છે.
ફિલ્મ જર્ની જોઈ ચાહકો ઈમોશનલ થયા
વિજય થલાપતિએ છેલ્લી ફિલ્મની જાહેરાત કરી છે.થલાપતિ વિજયની છેલ્લી ફિલ્મ થલાપતિ 69ની જાહેરાત કરતા પ્રોડક્શન હાઉસ KVN તરફથી ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. પોસ્ટ શેર કરતા કેપ્શનમાં લખ્યું કે, થલાપતિ વિજય સર માટે પ્રેમ અમે બધા તમારી આ ફિલ્મ જોઈ તેની સાથે આગળ વધી રહ્યા છે. તમે દરેક પગલે અમારી જિંદગીનો ભાગ રહ્યા છો. 30 વર્ષ સુધી અમારું મનોરંજન કરવા બદલ તમારો ખુબ ખુબ આભાર,
View this post on Instagram
અભિનેતાએ લીધો આ નિર્ણય
મીડિયા રિપોર્ટની વાત માનીએ તો થલાપતિ વિજય ફિલ્મોથી દુર થઈ હવે રાજનીતિ કરિયરમાં ધ્યાન આપવા માંગે છે. લોકસભા ચૂંટણી 2024 પહેલા અભિનેતાએ પોતાની પાર્ટી ‘તમિઝગા વેત્રી કઝગમ’ બનાવી હતી. હાલમાં તેમની પાર્ટીએ ફ્લેગ પણ લોન્ચ કર્યો છે.થાલાપતિએ કહ્યું હતું કે તેમની પાર્ટી 2026ની વિધાનસભા ચૂંટણીમાં ભાગ લેશે.