શ્રીદેવીના ચેન્નાઈના ઘરમાં ફ્રીમાં રહેવાની ઓફર, પરંતુ જાહ્નવી કપૂરે મુકી આ શરત

|

May 04, 2024 | 7:03 PM

બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂરે હાલમાં જ તેના ફેન્સને એક મોટું સરપ્રાઈઝ આપ્યું છે. આ સાંભળીને તેના ચાહકો આનંદથી ઉછળી પડશે. જાહ્નવી કપૂરે કહ્યું છે કે હવે ફેન્સ ચેન્નાઈમાં શ્રીદેવીના ઘરે રહી શકશે. અને આ માટે કેટલાક ચાહકોએ પૈસા પણ ચૂકવવા પડશે નહીં.

શ્રીદેવીના ચેન્નાઈના ઘરમાં ફ્રીમાં રહેવાની ઓફર, પરંતુ જાહ્નવી કપૂરે મુકી આ શરત
Sridevi Chennai house

Follow us on

બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીના નિધનને ઘણો સમય થઈ ગયો છે. મૃત્યુ સમયે તે ફિલ્મોમાં સક્રિય હતી અને સારું કામ કરતી હતી. હવે તેમની ગેરહાજરીમાં તેમની પુત્રી જાહ્નવી કપૂર ફિલ્મો કરી રહી છે અને સારું નામ કમાઈ રહી છે. આ સિવાય અભિનેત્રી તેની માતાના ચાહકોનું પણ ખાસ ધ્યાન રાખી રહી છે. એટલા માટે તેણે હવે શ્રીદેવીના ચેન્નાઈના ઘરમાં ફ્રીમાં રહેવાની ઓફર કરી છે. વાસ્તવમાં, Airbnb સાથે જોડાણ કરીને, જાહ્નવીએ તેની માતા શ્રીદેવીનું સપનું પૂરું કર્યું છે.

તેની માતાનું સ્વપ્ન તેના ઘરને હોટલમાં ફેરવવાનું હતું. પરંતુ તે સમયે થઈ શક્યું નહીં. પરંતુ હવે જાહ્નવી કપૂર અને બોની કપૂરે મળીને શ્રીદેવીનું આ સપનું પૂરું કર્યું છે. અને આ ઘરને લોકોના રહેવા માટે ખુલ્લુ મુક્યું છે પણ તેમાં એક શર્ત મુકવામાં આવી છે ચાલો જાણીએ શું છે આ શરત

જ્હાન્વીએ મુકી આ શરત

અભિનેત્રી જાહ્નવી કપૂરે પણ હોટલને લઈને ચાહકોને ખાસ વિનંતી કરી હતી. તેણે કહ્યું- કે તમે આ ઘરમાં રહી શકો છો પણ કૃપા કરીને કંઈપણ વસ્તુની ચોરી ન કરતા. અમને અમારા ચાહકો પર પૂરો વિશ્વાસ છે. અમને Airbnb પર ઘણો વિશ્વાસ છે અને તેમની સાથે મળીને અમે તેને વધુ આગળ લઈ જવા માંગીએ છીએ. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો જાહ્નવી કપૂર હવે મિસ્ટર એન્ડ મિસિસ માહી ફિલ્મમાં જોવા મળશે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

જ્હાન્વીએ શું લખ્યું?

આ ખુશખબર શેર કરતી વખતે જાહ્નવી કપૂરે કહ્યું- જ્યાં સુધી અમને યાદ છે, અમે તે ઘરમાં માતાના ઘણા જન્મદિવસની ઉજવણી કરી છે. મારા અને પિતાનો જન્મદિવસ પણ આ ઘરમાં ઉજવવામાં આવ્યો છે. પરંતુ માતાના ગયા પછી રિનોવેશનના કામને કારણે અમે તે ઘરમાં વધુ રહી શક્યા નહીં. જ્યારે પણ પપ્પા આવતા ત્યારે કહેતા કે મારે શ્રીની ઈચ્છા પૂરી કરવી છે. રિનોવેશનનું કામ પૂરું થયું ત્યારે અમે ફરીથી ત્યાં પાપાનો જન્મદિવસ ઉજવ્યો. પપ્પાએ તેમનો જન્મદિવસ યોગ્ય રીતે ઉજવ્યો ન હતો. પરંતુ તે જન્મદિવસ પર તે ખૂબ જ ખુશ હતો.

આ પણ વાંચો : Heeramandi cast fees : સંજય લીલી ભણસાલીની “હિરામંડી”માં કોણે કેટલી લીધી ફી? જાણો અહીં

Next Article