Maha Kumbh 2025 : અમદાવાદમાં ધુમ મચાવ્યા બાદ કોલ્ડપ્લે સ્ટાર ગર્લફ્રેન્ડ સાથે મહા કુંભમાં પહોંચ્યો, જુઓ વીડિયો

|

Jan 28, 2025 | 2:38 PM

ક્રિસ માર્ટિને તાજેતરમાં ભારતમાં મુંબઈ અને અમદાવાદમાં પોતાનો કોન્સર્ટ પૂર્ણ કર્યો છે. અને તરત જ, તે તેની ગર્લફ્રેન્ડ ડાકોટા જોહ્ન્સન સાથે મહાકુંભ માટે રવાના થયો. સિંગરનો પ્રયાગરાજ પહોંચવાનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જ્યારે તેઓ ભગવા કપડાં પહેરીને પહોંચ્યો છે,

Maha Kumbh 2025 : અમદાવાદમાં ધુમ મચાવ્યા બાદ કોલ્ડપ્લે સ્ટાર ગર્લફ્રેન્ડ સાથે મહા કુંભમાં પહોંચ્યો, જુઓ વીડિયો

Follow us on

ભારતમાં અમદાવાદ અને મુંબઈમાં કોલ્ડપ્લે કોન્સર્ટ બાદ ક્રિસ માર્ટિન અને તેની ગર્લફ્રેન્ડ ડકોટા જોનસન પ્રયાગરાજ મહાકુંભમાં જવા રવાના થયા હતા. ફેમસ સિંગર પણ મહાકુંભ મેળામાં પહોંચ્યો હતો. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ચાહકોએ પણ ભારતીય સંસ્કૃતિને અપનાવવા માટે તેના વખાણ કર્યા હતા. ક્રિસ માર્ટિન અને ડકોટ સોમવાર 27 જાન્યુઆરીના રોજ મહાકુંભ મેળામાં પહોંચ્યા હતા. બંન્ને ભગવા રંગના કપડાંમાં જોવા મળ્યા હતા.

 

ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી ઉમરાહ માટે મક્કા પહોંચ્યો
પાકિસ્તાનના બધા ખેલાડીઓની મળીને પણ નથી કરી શકતા ભારતના કેપ્ટન રોહિત શર્માની બરાબરી
Jioનો 56 દિવસનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
સ્મૃતિ મંધાનાએ બોયફ્રેન્ડ સામે રમી ધમાકેદાર ઈનિંગ
પઠાણના ઘરમાં બ્રાહ્મણ પેદા થયો- બોલિવુડમાં આવુ કોના માટે કહેવાયુ?
પ્રિયંકા ચોપરાએ પિતાની બાઇકથી લઈને પ્રથમ મોડેલિંગ શૂટના ફોટો શેર કર્યા

 

 

 

 

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ધુમ મચાવી

26 જાન્યુઆરીના રોજ કોલ્ડપ્લે કોન્સર્ટ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ધુમ મચાવી હતી. કોન્સર્ટ દરમિયાન ક્રિસે 76મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે દેશભક્તિના ગીતો ‘મા તુઝે સલામ’ અને ‘વંદે માતરમ’ ગાયું હતુ. તેમણે ‘ભારત માતા કો સલામ’ સાથે કોન્સર્ટનો અંત કર્યો અને બધાને શુભકામનાઓ પાઠવી હતી.

શોમાં ક્રિસે ભારતીય સ્ટાર ક્રિકેટર જસપ્રીત બુમરાહનું પણ નામ લીધું હતુ અને તેના વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે, હે જસપ્રીત મેરે ભાઈ, ક્રિકેટમાં બેસ્ટ બોલર તમને ઈંગ્લેન્ડ માટે એક બાદ એક વિકેટ લેતા જોવું અમને પસંદ આવતું નથી.

 

 

કોલ્ડપ્લેએ ભારતમાં તેના મ્યુઝિક ઓફ ધ સ્ફિયર્સ પ્રવાસનું સમાપન 25 અને 26 જાન્યુઆરીના રોજ અમદાવાદમાં કોન્સર્ટ સાથે કર્યું છે. આ પહેલા તેમણે 18,19 અને 21 જાન્યુઆરીએ મુંબઈમાં પરફોર્મ કર્યું હતું.અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટ જોવા માટે મોટી સંખ્યામાં ચાહકો પહોંચ્યા હતા. 2 લાખથી વધારે ચાહકોએ કોલ્ડપ્લે કોન્સર્ટનો આનંદ માણ્યો હતો. જેમાં ગુજરાત બહારથી અંદાજે 1 લાખ 70 હજારથી વધુ લોકો આવ્યા હતા.કોલ્ડપ્લે એક બ્રિટિશ રોક બેન્ડ છે.જેની રચના વર્ષ 1997માં થઈ હતી.

કુંભ મેળાનું આયોજન દર 12 વર્ષે એકવાર કરવામાં આવે છે અને તે ચાર મુખ્ય તીર્થસ્થળો, હરિદ્વાર, પ્રયાગરાજ (અલ્હાબાદ), ઉજ્જૈન અને નાસિક ખાતે યોજાય છે.13 જાન્યુઆરી 2025થી મહાકુંભનો પ્રારંભ થયો છે. તેનુ સમાપન 26 ફેબ્રુઆરી 2025 મહાશિવરાત્રિના દિવસે થશે. 45 દિવસ સુધી ચાલશે. જેમાં દેશ વિદેશથી ભક્તો મહાકુંભમાં આવી રહ્યા છે.