કારગિલ Heroesએ KBC ગ્રાન્ડ ફિનાલેમાં જીત્યાં 25 લાખ, જાણો જીતની રકમનું શું કર્યું
કૌન બનેગા કરોડપતિ 12 (Kaun Banega Crorepati 12)ના સમાપનના એપિસોડમાં મેજર યોગેન્દ્રસિંહ યાદવ અને સુબેદાર સંજય કુમાર જોવા મળ્યા હતા.
કૌન બનેગા કરોડપતિ 12 (Kaun Banega Crorepati 12)ના સમાપનનો એપિસોડ કારગિલ યોદ્ધાઓને સમર્પિત કરવામાં આવ્યો. શોનો છેલ્લો એપિસોડ 26 જાન્યુઆરીના થોડા દિવસો પહેલા ટેલિકાસ્ટ કરવામાં આવ્યો. આ સમય દરમિયાન અમિતાભ બચ્ચને બહાદુર સૈનિકોની બહાદુરી અને સમર્પણને યાદ કર્યા. શોના છેલ્લા એપિસોડમાં કારગિલમાં યુદ્ધમાં પરમવીર ચક્રથી સમ્માનિત થયેલા મેજર યોગેન્દ્રસિંહ યાદવ અને સુબેદાર સંજય કુમાર જોવા મળ્યા હતા. આ એપિસોડમાં નિષ્ણાંત તરીકે સૌર ચક્ર સમ્માનિત નવાજાયેલા નિવૃત્ત કર્નલ વેંબૂ શંકર જોવા મળ્યા હતા.
શો દરમિયાન મેજર યોગેન્દ્રસિંહ યાદવ અને સુબેદાર સંજય કુમાર 25 લાખ રૂપિયા જીત્યા. જે તેમણે આર્મી બેટલ કેઝ્યુઅલ વેલ્ફેરમાં દાન આપ્યા. કૌન બનેગા કરોડપતિ દરમિયાન મેજર યોગેન્દ્ર યાદવે ટાઇગર હિલ દરમિયાનના યુદ્ધને યાદ કર્યું હતું. કહ્યું કે તેમના સાથીઓનું યુદ્ધ દરમિયાન મૃત્યુ જોવું તેમના માટે કેટલું મુશ્કેલ હતું. તેમણે કહ્યું કે ઘણી વાર હાથ અને પગમાં ગોળી વાગી હતી. પરંતુ તેમણે પોતાના સાથીઓનું જીવન બચાવવું હતું અને આ કારણે તેમને દુશ્મનો પર ગ્રેનેડ ફેંકી દીધું હતું.
યોગેન્દ્ર યાદવે કહ્યું કે યુદ્ધ બાદ તેમને પહેલા બેઝ કેમ્પ અને ત્યારબાદ શ્રીનગરથી દિલ્હી ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની 18 મહિનાથી સુધી સારવાર ચાલી. સુબેદાર સંજયસિંહે કહ્યું કે તેઓ કારગિલ યુદ્ધ દરમિયાન લદ્દાખની મુશકોહ ખીણમાં એરિયા ફ્લેટ ટોપ પર કબજો મેળવવા ટીમની આગેવાની કરી રહ્યા હતા. તેઓને પાકિસ્તાની સૈનિકોએ ઘેરી લીધા હતા અને પાકિસ્તાની સૈનિકો સતત તેમના પર ફાયરિંગ કરી રહ્યા હતા. ઘણી વાર ઘાયલ થયા પછી પણ તેઓ પાકિસ્તાની સૈનિકો સાથે લડતા રહ્યા. લડત આપ્યા બાદ ભારતે પાકિસ્તાનને હરાવીને એરિયા ફ્લેટ ટોપ પર કબજો કર્યો હતો.
આ પણ વાંચો: NetajiSubhashChandraBose: નેતાજીની આજે જન્મ જયંતિ, આ ફિલ્મો અને વેબ સિરીઝ કહે છે નેતાજીની સ્ટોરી