Happy Birthday: ‘લેજા-લેજા રે’ થી ‘વાસ્તે’ સુધી, ધ્વની ભાનુશાળીના સાંભળો આ હિટ ગીતો
ધ્વની ભાનુશાલી, જે અત્યાર સુધી પોતાના ગીતોથી દરેકનું દિલ જીતી રહી હતી, તે ટૂંક સમયમાં જ એક્ટિંગની દુનિયામાં પણ પોતાની કમાલ દેખાડવા જઈ રહી છે. ધ્વનિ સિંગરથી હવે એક્ટ્રેસ બનવા જઈ રહી છે.
ધ્વની ભાનુશાળી (Dhvani Bhanushali) બોલિવૂડની યુવા અને પ્રતિભાશાળી ગાયિકામાંથી એક છે. તેણે પોતાના કરિયરમાં અત્યાર સુધી ઘણા હિટ ગીતો આપ્યા છે. જોકે ફિલ્મો પહેલા ધ્વનીએ તેના સિંગલ ગીતોથી ઘણી પ્રશંસા મેળવી છે. ધ્વનીના પિતાનું નામ વિનોદ ભાનુશાલી છે. જેઓ 27 વર્ષ સુધી T-Seriesના ગ્લોબલ માર્કેટિંગ અને મીડિયા પબ્લિશિંગના પ્રમુખ હતા. પરંતુ પછી વર્ષ 2021માં તેણે આ નોકરી છોડી દીધી અને પોતાની ભાનુશાલી સ્ટુડિયો લિમિટેડ શરૂ કરી.
ધ્વનીએ વર્ષ 2017માં ફિલ્મ બદ્રીનાથ કી દુલ્હનિયાથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં ધ્વનીએ હમસફર ગીતમાં પોતાનો અવાજ આપ્યો હતો. જે તેના પહેલા ગીતથી જ ધ્વનીએ લોકોના દિલમાં પોતાનું સ્થાન બનાવી લીધું હતું. આજે, ધ્વનીના જન્મદિવસ પર, તેના હિટ ગીતો સાંભળો.
લે જા
વાસ્તે
સાયકો સૈયા (સાહો)
સૌદા ખરા-ખરા (ગુડ ન્યૂઝ)
ધ્વનીએ ‘સત્યમેવ જયતે’, ‘લુકા છુપી’, ‘વેલકમ ટુ ન્યૂયોર્ક’, ‘વીરે દી વેડિંગ’, ‘મરજાવાં’, સાહો, ગુડ ન્યૂઝ, સ્ટ્રીટ ડાન્સર 3D જેવી ફિલ્મો માટે ગીતો ગાયા છે. આ ઉપરાંત તેણે લેજા, વાસ્તે, ઈશાર તેરે, બેબી ગર્લ, નયન, રાધા જેવા પોતાના સિંગલ્સ જેવા હિટ્સ ગીતો પણ આપ્યા છે.
ધ્વનિના નામ પર રેકોર્ડ
ધ્વનીનું ગીત ‘વાસ્તે’ યુટ્યુબ પર સૌથી વધુ પસંદ કરવામાં આવ્યું છે. આ ગીતને 1 બિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા હતા. 21 વર્ષની ઉંમરે ધ્વનીએ આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો.
આ સિવાય ધ્વનીના બીજા ગીત ‘લે જા રે’ને પણ 1.3 બિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે.
અભિનયની દુનિયામાં મૂકી રહી છે પગ
કહેવામાં આવી રહ્યું છે કે, ધ્વની હવે સિંગિંગની સાથે એક્ટિંગ કરવા માંગે છે. તે ટૂંક સમયમાં બોલિવૂડ ફિલ્મમાં કામ કરવા જઈ રહી છે. અહેવાલો અનુસાર, તેના પિતા જ તેને તેના પ્રોડક્શન હાઉસ દ્વારા લોન્ચ કરશે. ધ્વનીના બોલિવૂડ ડેબ્યૂને લઈને ચાહકો પણ ઉત્સાહિત છે. તો ચાલો જોઈએ કે સિંગિંગની દુનિયામાં પોતાનું નામ કમાયા પછી અભિનયની દુનિયામાં શું અદ્ભુત વસ્તુઓ બતાવે છે.
હાલમાં ધ્વની સંગીત નિર્દેશક યુવા શંકર રાજા સાથે કેન્ડી ગીત લઈને આવી રહી છે. આ ગીત ધ્વનીએ હિન્દી અને તમિલમાં ગાયું છે.
આ પણ વાંચો: Bollywood News: પૂજા હેગડેએ કબૂલ્યું કે રાધેશ્યામ બની ગઈ ફ્લોપ, કહ્યું- દરેક ફિલ્મનું હોય છે નસીબ