દેશમાં બમ્પર કમાણી કરી રહેલી યામી ગૌતમની આર્ટિકલ 370ના મેકર્સેને મોટો ઝટકો, આ દેશોમાં બેન થઈ ફિલ્મ

આદિત્ય સુહાસ જાંભલેના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'આર્ટિકલ 370' હાલમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવા પહેલા અને પછીનો સમયગાળો દર્શાવે છે. ફિલ્મમાં ઈન્ટેલિજન્સ એજન્ટનો રોલ કરનારી યામી ગૌતમની એક્ટિંગ લોકોને પસંદ આવી રહી છે. આ દરમિયાન તેના મેકર્સેને મોટો ઝટકો લાગ્યો છે. ગલ્ફ દેશોમાં આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

દેશમાં બમ્પર કમાણી કરી રહેલી યામી ગૌતમની આર્ટિકલ 370ના મેકર્સેને મોટો ઝટકો, આ દેશોમાં બેન થઈ ફિલ્મ
Yami Gautam
Follow Us:
| Updated on: Feb 26, 2024 | 5:24 PM

યામી ગૌતમની ફિલ્મ ‘આર્ટિકલ 370’ 23 ફેબ્રુઆરીએ થિયેટરોમાં આવી છે. ફિલ્મને દર્શકોનો સારો રિસપોન્સ પણ મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ યામી ગૌતમની ફિલ્મનો ઉલ્લેખ કર્યો છે. જ્યાં ફિલ્મને લોકોનો પ્રેમ મળી રહ્યો છે. આ દરમિયાન તેના મેકર્સને પણ મોટો ઝટકો લાગ્યો છે. આર્ટિકલ 370ને ગલ્ફ દેશો જેવા કતર, કુવૈત, ઓમાન, સાઉદી અરેબિયામાં પ્રતિબંધ છે.

આ ફિલ્મમાં કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદની સ્થિતિ દર્શાવવામાં આવી છે. 370 હટાવ્યા પછી ત્યાંની સ્થિતિ કેવી હતી, લોકો કેવી રીતે જીવનનિર્વાહ ચલાવતા હતા? આ સાથે આ કલમ હટાવવા માટે કેટલો સંઘર્ષ કરવો પડ્યો, આ બધું યામી ગૌતમની ફિલ્મમાં જોઈ શકાય છે. આ સિવાય ફિલ્મમાં રાજકીય બાબતો પણ જોવા મળે છે. પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહના પાત્રો પણ બતાવવામાં આવ્યા છે.

પીએમ મોદીએ કર્યો હતો ઉલ્લેખ

પીએમ મોદીએ ફિલ્મ વિશે કહ્યું હતું કે, “મેં સાંભળ્યું છે કે આર્ટિકલ 370 પર એક ફિલ્મ રિલીઝ થવાની છે. આ એક સારી વાત છે. “આનાથી લોકોને સાચી માહિતી મળશે.” પીએમ મોદીની પ્રતિક્રિયા પછી, યામી ગૌતમે તેના ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, “પીએમ મોદી પાસેથી ફિલ્મ વિશે સાંભળવું ખૂબ જ સન્માનની વાત છે. હું અને મારી ટીમ તમારી અપેક્ષાઓ પર ખરા ઉતરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરીશું.”

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

ફેન્સે કર્યા યામી ગૌતમની એક્ટિંગના ખૂબ વખાણ

‘આર્ટિકલ 370’નું નિર્દેશન આદિત્ય સુહાસ જાંભલેએ કર્યું છે. ફિલ્મમાં યામી ગૌતમે ઈન્ટેલિજન્સ ઓફિસર જુની હક્સરની ભૂમિકા ભજવી છે. તેની એક્ટિંગને ઘણી પસંદ કરવામાં આવી છે. લોકો તેની એક્ટિંગના ખૂબ વખાણ કરી રહ્યા છે. આ ફિલ્મમાં તેમના સિવાય અરુણ ગોવિલ, પ્રિયમણિ અને ઈરાવતી હર્ષે સહિત અન્ય ઘણા એકટર્સ પણ જોવા મળશે.

આ પણ વાંચો: ઉર્વશી રૌતેલાએ બર્થ ડે પર 24 કેરેટ સોનાની કેક કટ કરી, કિંમત જાણીને થઈ જશો હેરાન

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">