Anant Ambani પોતે જ આપી રહ્યા છે લગ્નની કંકોત્રી, અજય દેવગનના ઘરે ગયા અને આપ્યું ભાવભીનું આમંત્રણ

|

Jun 25, 2024 | 2:13 PM

Anant Ambani At Ajay Devgn House : અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે. અનંત અંબાણી અજય દેવગનના ઘરે લગ્નનું કાર્ડ આપવા ગયા હતા.

Anant Ambani પોતે જ આપી રહ્યા છે લગ્નની કંકોત્રી, અજય દેવગનના ઘરે ગયા અને આપ્યું ભાવભીનું આમંત્રણ
Anant ambani wedding card video goes viral

Follow us on

Anant Ambani Wedding Invitation : મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી લગ્ન કરવા જઈ રહ્યા છે. અનંત અને રાધિકા મર્ચન્ટના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અંબાણી પરિવારે લગ્નના આમંત્રણ કાર્ડનું વિતરણ પણ શરૂ કરી દીધું છે.

નીતા અંબાણીએ 24 જૂને કાશી વિશ્વનાથ મંદિરમાં આ કાર્ડ આપ્યું હતું. જે બાદ અંબાણી પરિવારે કાર્ડનું વિતરણ શરૂ કરી દીધું છે. અનંત અંબાણી પોતે બોલિવૂડ એક્ટર અજય દેવગનના ઘરે તેમના લગ્નનું કાર્ડ આપવા ગયા હતા. અજય દેવગનના ઘરેથી બહાર આવતા અનંતનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

Girlfriend On Rent : અહીં ભાડે મળે છે ગર્લફ્રેન્ડ ! બસ આટલું હોય છે ભાડુ
ઘરના મુખ્ય દરવાજા પર કપૂરનું પાણી છાંટવાથી થશે આ ફાયદો
લંચ લેવાનો યોગ્ય સમય કયો છે?
રેપર એમીવે બન્ટાઈ લગ્નના બંધનમાં બંધાયો, જુઓ ફોટો
કરોડોમાં છે સૈફ અલી ખાનના બોડીગાર્ડનો પગાર
આ 4 ભૂલના કારણે ઘરમાં નથી ટકતા પૈસા ! જાણી લેજો તમે નથી કરતાને આ ભૂલ

અનંત અંબાણી પોતે અજય દેવગન અને કાજોલના ઘરે તેમને આમંત્રણ આપવા માટે પોતે ખુદ ગયા હતા. અજય દેવગનના ઘર શિવશક્તિમાંથી બહાર આવતા અનંતનો એક વીડિયો સામે આવ્યો છે. અનંત ટાઈટ સિક્યોરિટી સાથે હતો.

લગ્ન કયા દિવસે છે

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે. આ લગ્ન Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટર મુંબઈમાં થવા જઈ રહ્યા છે. મહેમાનોને ‘સેવ ધ ડેટ’ આમંત્રણો, ત્રણ દિવસીય ફંક્શનની તમામ વિગતો સાથેનું પરંપરાગત લાલ અને ગોલ્ડ કાર્ડ મળવાનું શરૂ થઈ ગયું છે.

જુઓ વીડિયો…………..

આ ફંક્શનની વિગતો છે

12 જુલાઈથી લગ્નની વિધિઓ શરૂ થશે. પહેલા શુભ વિવાહ થશે. જેનો ડ્રેસ કોડ પરંપરાગત છે. 13મી જુલાઈ એ શુભ આશીર્વાદનો દિવસ હશે અને ડ્રેસ કોડ ઈન્ડિયન ફોર્મલ છે. 14મી જુલાઈના રોજ મંગલ ઉત્સવ અથવા લગ્નનું રિસેપ્શન હશે અને ડ્રેસ કોડ ભારતીય ચિક છે. આ તમામ ફંક્શન BKCમાં Jio વર્લ્ડ સેન્ટરમાં આયોજિત કરવામાં આવશે.

આવું રહ્યું હતું પ્રી-વેડિંગ ફંક્શન

અનંત અને રાધિકાએ આ વર્ષે થોડાં સમય પહેલા વંતારા ખાતે ત્રણ દિવસીય પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન કર્યું હતું. આ ફંક્શનમાં બોલિવૂડના ઘણા સેલેબ્સ પણ હાજર રહ્યા હતા. સલમાન ખાન, શાહરૂખ ખાન અને આમિર ખાને પણ સાથે પરફોર્મ કર્યું હતું. આટલું જ નહીં રિહાનાએ ખાસ પરફોર્મન્સ પણ આપ્યું હતું. પંજાબી ગાયક દિલજીત દોસાંઝે પણ એક દિવસ પરફોર્મ કર્યું હતું.

 

Next Article