Gujarati NewsEntertainmentBollywoodAmitabh Bachchan and Bowman Irani pays dance tribute to Suraj Barjatya on the set of movie 'Unchai', Watch Viral Video
Viral Video: અમિતાભ બચ્ચન અને બોમન ઈરાનીએ ફિલ્મ ‘ઊંચાઈ’ના સેટ પર સૂરજ બરજાત્યાને આપ્યું ડાન્સ ટ્રિબ્યુટ
સૂરજ બરજાત્યાની (Sooraj Barjatya) અપકમિંગ ફિલ્મ 'ઉંચાઈ'માં અમિતાભ બચ્ચન, બોમન ઈરાની, અનુપમ ખેર, નીના ગુપ્તા અને અન્ય કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. તાજેતરમાં આ ફિલ્મના અંતિમ તબક્કાનું શૂટિંગ પૂર્ણ થયું છે.
બોલિવુડના દિગ્ગજ ફિલ્મ નિર્માતા સૂરજ બરજાત્યાની (Sooraj Barjatya) આગામી ફિલ્મ ઉંચાઈએ (Unchaai Film) તેનું છેલ્લું શૂટિંગ શેડ્યુલ પૂરું કર્યું છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, (Amitabh Bachchan) પરિણીતી ચોપરા, અનુપમ ખેર, બોમન ઈરાની, સારિકા અને નીના ગુપ્તા મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે. પીઢ અભિનેતા બોમન ઈરાનીએ આ ફિલ્મના સેટ પરથી છેલ્લા દિવસની ઝલક આપવા માટે તેના સોશિયલ મીડિયા પર એક મજેદાર વીડિયો પોસ્ટ કર્યો છે. તેણે આ વાયરલ વીડિયોની સાથે એક સ્વીટ નોટ પણ લખી છે. આ વાયરલ વીડિયોમાં કલાકારો અને સમગ્ર શૂટિંગ ક્રૂ તેમના શૂટના છેલ્લા દિવસે એકસાથે જોઈ શકાય છે.
તેઓએ સાથે મળીને ડાયરેક્ટર સૂરજ બરજાત્યાને તેમના ‘સિગ્નેચર જમ્પ’ કરીને ડાન્સ ટ્રિબ્યુટ આપ્યું છે. આ વીડિયો શેયર કરતી વખતે બોમન ઈરાનીએ લખ્યું કે “આ નાનકડી જમ્પ એક્શન અમે બધાએ કરી હતી, જ્યારે અમે સારો શોટ કર્યો હતો. ત્યારે આ સૂરજજીનું સિગ્નેચર સ્ટેપ હતું. અમે બધાએ #Uunchai film દરમિયાન તેમના ઉમદા કાર્ય અને નમ્ર એટિટ્યૂડને એક ડાન્સ ટ્રીબ્યુટ તરીકે તેમના માટે કર્યું છે. અમે તમને પ્રેમ કરીએ છીએ…#uunchai.”
અભિનેતાએ આ ડાન્સ વીડિયો પોસ્ટ કરતાની સાથે જ ચાહકો નીચે કમેન્ટ સેક્શનમાં સ્વીટ કમેન્ટ્સ આપી રહ્યા છે. તેઓએ ટિપ્પણી પણ કરી છે, અને હાર્ટ ઇમોજીસ પણ મુક્યા છે.
અગાઉ, પરિણીતી ચોપરાએ ઈન્સ્ટાગ્રામ પર સૂરજ બરજાત્યાની સાથે પર્વતોની સુંદર પૃષ્ઠભૂમિ સાથેની એક તસવીર સાથે શેયર કરીને ફિલ્મની જાહેરાત કરી હતી. તેણીએ કેપ્શનમાં લખ્યું છે કે “સૂરજ બરજાત્યા સરના આઈકોનિક સિનેમેટિક યુનિવર્સનો ભાગ બનવા માટે રોમાંચિત અને સન્માનિત અનુભવી રહી છું. સૂરજ સર એ વ્યાખ્યાયિત કરે છે કે તેઓ ભારતના પારિવારિક મનોરંજનકારોના મશાલધારક છે અને હું તેમના માર્ગદર્શન હેઠળ કામ કરવા માટે રાહ જોઈ શકું તેમ નથી.”