AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amitabh Bachchanની ફિટનેસનું રહસ્ય, આ વસ્તુઓથી રહે છે દૂર, કરે છે નિયમિત વર્કઆઉટ

અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) આ ઉંમરે પણ તેઓ ફિટ છે અને પોતાના આરોગ્યનું ખાસ ધ્યાન રાખે છે.

Amitabh Bachchanની ફિટનેસનું રહસ્ય, આ વસ્તુઓથી રહે છે દૂર, કરે છે નિયમિત વર્કઆઉટ
અમિતાભ બચ્ચનની તંદુરસ્તી જુવાનીયાને શરમાવે તેવી
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 07, 2022 | 6:38 PM
Share

Amitabh Bachchan : અમિતાભ બચ્ચનની આટલી ઉમર હોવા છતાં અમિતાભ બચ્ચનની તંદુરસ્તી જુવાનીયાને શરમાવે તેવી છે. અમિતાભ બચ્ચન અભિનયમાં તો અવ્વલ છે સાથે સાથે તેટલા જ તંદુરસ્ત પણ છે. આ ઉમરે પણ તેઓ દરરોજના 12 કલાકથી વધુ કામ કરે છે. આજે પણ ફિલ્મો (Movies)માં કે જાહેરાતોમાં અમિતાભ બચ્ચન જોવા મળે છે, અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ની ફિટનેસનું રહસ્ય છે કે તેઓ પોતાના સ્વાસ્થ્યને લઈ ગંભીર છે.

અમિતાભ બચ્ચન હેલ્થનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. અમિતાભ બચ્ચન ન માત્ર કસરત કરે છે પરંતુ ડાયેટિંગનું સંપૂર્ણ ધ્યાન રાખે છે.

અમિતાભ બચ્ચનનું લંચ એકદમ સાદું

લખનઉમાં ગુલાબો સિતાબોના શૂટ દરમિયાન તેમને રસોઇયાએ અમિતાભ બચ્ચનને નાસ્તામાં એક ગ્લાસ દૂધ અને અંડા ભુર્જી આપી હતી. બિગ બી તેમના સવારના નાસ્તા તરીકે નાળિયેર પાણી આમળાનો રસ, કેળા, ખજૂર, તુલસીના પાન અથવા બદામ લેવાનું પસંદ કરે છે. અમિતાભ બચ્ચન લંચ એકદમ સાદું લે છે અને તેમાં દાળ સબજી અને રોટલીનો સમાવેશ કરે છે. તે અગાઉ નોન વેજિટેરિયન હતા પરંતુ 2000થી ફરી વેજિટેરિયન બન્યા છે.

દિલ્હીમાં ચાટ માટેનો તેમનો પ્રેમ પણ જાહેર કર્યો

કેબીસી 12ના એક એપિસોડમાં બિગ બીએ દિલ્હીના બજારની તેમની મુલાકાતો યાદ કરી જ્યાં તમામ પ્રકારની ચાટ ઉપલબ્ધ હતી, તેમણે બંગાળી સ્વીટ હાઉસ દિલ્હીમાં ચાટ માટેનો તેમનો પ્રેમ પણ જાહેર કર્યો હતો.બિગ બી તેમના રાત્રિભોજન લાઈટ રાખવાનું પસંદ કરે છે અને અહેવાલો અનુસાર કોઈપણ પ્રકારના સૂપ પસંદ કરે છે, તેઓ પનીર ભુર્જી પણ ક્યારેક-ક્યારેક ખાવાનું પસંદ કરે છે.

અમિતાભ બચ્ચન ફિટનેસને લઈ ખૂબ એક્ટિવ

અમિતાભ બચ્ચને લાંબા સમયથી આલ્કોહોલ છોડી દીધો છે અને હાલમાં ચા કોફી અથવા કોઈપણ AERATED પીણું પણ પીતા નથી. બિગ બી ચાલવાનું પણ પસંદ કરે છે.અભિનેતા અમિતાભ બચ્ચન ફિટનેસને લઈ ખૂબ એક્ટિવ છે. તેઓ દરરોજ વર્કઆઉટ કરે છે.

આ પણ વાંચો : Tv9 Exclusive: IC-814 હાઈજેકિંગમાં સામેલ ઝહૂર મિસ્ત્રીની કરાચીમાં હત્યા, 5 અપહરણકર્તાઓમાં સામેલ હતો આરોપી

Follow Us
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
g clip-path="url(#clip0_868_265)">