‘પુષ્પા 2’ના સેટ પરથી રશ્મિકા મંદાનાનો લુક થયો વાયરલ, જુઓ Video
અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના સ્ટારર 'પુષ્પા' ફિલ્મે 3 વર્ષ પહેલા આવી હતી. આ ફિલ્મે ધૂમ મચાવી હતી. 'પુષ્પા'એ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી. ફિલ્મને લોકો તરફથી ઘણો પ્રેમ મળ્યો તેથી મેકર્સ બીજો પાર્ટ લઈને આવી રહ્યા છે. પાર્ટ 2માં અલ્લુ અર્જુનની જોડી જોવા મળશે. આ ફિલ્મમાં અલ્લુ અર્જુનનો લુક સામે આવી ગયો છે, પરંતુ હજુ સુધી રશ્મિકાની કોઈ પણ તસવીર શેર કરવામાં આવી નથી. હાલમાં ફિલ્મમાંથી ફર્સ્ટ લુકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
વર્ષ 2021માં આવેલી ફિલ્મ ‘પુષ્પા’ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. ફિલ્મને દર્શકો તરફથી જોરદાર પ્રેમ મળ્યો હતો. ફિલ્મના ડાયલોગ અને ગીતો લોકોને યાદ રહી ગયા હતા. દરેક લોકો ‘ઝુકેગા નહીં સાલા’ અને ‘સામી સામી’ જ કહી રહ્યા હતા. ફિલ્મમાં રશ્મિકા મંદાનાએ શ્રીવલ્લીનો રોલ પ્લે કર્યો હતો. તેની એક્ટિંગના ખૂબ વખાણ કરવામાં આવ્યા હતા. તેના સામી સામી ડાન્સને લઈને દરેક ફેન્સ દિવાના થઈ ગયા હતા. હવે ફેન્સ ફિલ્મના પાર્ટ 2ની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન ફિલ્મમાંથી શ્રીવલ્લી એટલે કે રશ્મિકા મંદાનાનો ફર્સ્ટ લુકનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
એ વીડિયોમાં રશ્મિકા મંદાના લાલ સાડી પહેરેલી જોવા મળે છે, તેને વાળમાં ગજરો લગાવ્યો છે અને માંગમાં સિંદૂર લગાવ્યું છે. વીડિયોમાં તે પ્રોડક્શન ટીમની સાથે જતી જોવા મળે છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો રશ્મિકાના એક ફેન પેજ તરફથી શેર કરવામાં આવ્યો છે. તેના કેપ્શનમાં લખ્યું છે કે આ ‘પુષ્પા 2’માંથી શ્રીવલ્લીનો ફર્સ્ટ લુક.
Wooohoooooo Here is Srivalli’s 1st look
Now the excitement to watch this film has increased further.
Teri Jhalak Asharfi @iamRashmika ❤️#RashmikaMandanna ❤️pic.twitter.com/EsZEfMcXkS
— Rashmika Delhi Fans (@Rashmikadelhifc) March 19, 2024
આ પહેલા રશ્મિકા મંદાનાએ પણ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેણે ‘પુષ્પા 2’નું એક ગીત સંપૂર્ણ રીતે શૂટ કર્યું છે. આ સાથે તેણે એ પણ કહ્યું કે આ ફિલ્મને પુષ્પાની જેમ હિટ બનાવવા માટે તેની આખી ટીમ સખત મહેનત કરી રહી છે.આ સિવાય ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક મંદિરનો ફોટો શેર કરતા રશ્મિકા મંદાનાએ લખ્યું કે, “આજનું શૂટ પૂર્ણ થયું છે. આજે અમે આ મંદિરમાં શૂટિંગ કર્યું, જેનું નામ ગાયત્રી મંદિર છે. આ એક અદ્ભુત ઐતિહાસિક સ્થળ છે. આ મંદિર વિશે કંઈક છે, અહીં સમય વિતાવવો ખૂબ સારું લાગે છે.” રશ્મિકાએ કેપ્શનમાં ‘પુષ્પા 2 ધ રૂલ’નું હેશટેગ પણ લખ્યું છે.
આ દિવસે રિલીઝ થશે ફિલ્મ
‘પુષ્પા 2’ આ વર્ષે 15 ઓગસ્ટના દિવસે થિયેટરો રિલીઝ થશે. ફિલ્મ એક નહીં ઘણી ભાષાઓમાં રિલીઝ થશે. ‘પુષ્પા 2’માં અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના સિવાય ફહદ ફાસિલ, જગદીશ પ્રતાપ ભંડારી, જગપતિ બાબૂ, પ્રકાશ રાજ સહિત ઘણા એક્ટર્સ જોવા મળશે. અલ્લુ અર્જુને હાલમાં જાણકારી આપી હતી કે ‘પુષ્પા’નો પાર્ટ 3 પણ બનાવવામાં આવશે.
આ પણ વાંચો: રણબીર કપૂરની ‘રામાયણ’માં આ ટીવી એક્ટર બનશે લક્ષ્મણ !
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો