Allu Arjunને મેડમ તુસાદમાં મળ્યું સ્થાન, દક્ષિણના આ સ્ટાર્સ પણ મ્યુઝિયમની સુંદરતામાં કરી રહ્યા છે વધારો

|

Sep 20, 2023 | 1:01 PM

દુનિયાભરમાં પોતાના અભિનયથી દેશને ગૌરવ અપાવનાર એવા ભારતીય સ્ટાર્સની કોઈ કમી નથી, જેમને પોતાની પ્રતિભાના આધારે મેડમ તુસાદ મ્યુઝિયમમાં સ્થાન મળ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અલ્લુ ટૂંક સમયમાં લંડન જવા રવાના થશે.

Allu Arjunને મેડમ તુસાદમાં મળ્યું સ્થાન, દક્ષિણના આ સ્ટાર્સ પણ મ્યુઝિયમની સુંદરતામાં કરી રહ્યા છે વધારો
Allu Arjun wax statue

Follow us on

આજે અમે આ વિશે એટલા માટે વાત કરી રહ્યા છીએ કારણ કે હાલમાં જ સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુને આ સિદ્ધિ મેળવી છે. હવે તેમનું મીણનું પૂતળું લંડનના મેડમ તુસાદ મ્યુઝિયમમાં પણ સ્થાપિત કરવામાં આવશે. ચાલો જાણીએ કે દક્ષિણ ભારતીય કલાકારો ત્યાં પહેલાથી જ હાજર છે.

આ પણ વાંચો : અમેરિકાના એક મ્યુઝિયમમાંથી હટાવવું પડ્યું ટ્રમ્પનું સ્ટેચ્યુ, વારંવાર થતા હતા હુમલા

અલ્લુ અર્જુન

સૌથી પહેલા વાત કરીએ અલ્લુની જે હવે તે સેલિબ્રિટીની યાદીમાં સામેલ થઈ ગયા છે જેમના વેક્સ સ્ટેચ્યુ લંડનના મેડમ તુસાદમાં સ્થાપિત કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર અલ્લુ ટૂંક સમયમાં લંડન જવા રવાના થશે. આ પછી તેમના પૂતળા પર કામ શરૂ થશે. માપ આપવાની પ્રક્રિયા 2 દિવસ સુધી ચાલશે. તેલુગુ સિનેમાના ‘સ્ટાઈલિશ સ્ટાર’ તરીકે ઓળખાતા અલ્લુને તાજેતરમાં ‘પુષ્પા’ માટે નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો.

EX તારા સાથે 4 વર્ષ કર્યો ટાઈમપાસ! પત્ની સામે આ શું બોલી ગયો આદર જૈન-Video
બજરંગી ભાઈજાનની મુન્ની હવે લાગે છે આટલી સુંદર! ગ્લેમરસ લુકનો જુઓ-Video
Jioનો માત્ર 189 રૂપિયાનો પ્લાન ! મળશે 2GB ડેટા અને કોલિંગનો લાભ
Plant In Pot : ઉનાળામાં છોડને લીલોછમ રાખવાની સરળ ટીપ્સ જાણો
Vastu Tips: પતિ-પત્ની વચ્ચે ઝઘડાનું કારણ હોય છે આ વાસ્તુ દોષ! તમે તો નથી કરતાને ભૂલ
ઘરે જ બનાવો કેમિકલ ફ્રી કલર, સલૂનમાં ગયા વગર મેળવો સુંદર વાળ

પ્રભાસ

પ્રભાસ દક્ષિણ ભારતીય સિનેમાના પ્રથમ અભિનેતા છે. જેમની મીણની પ્રતિમા મેડમ તુસાદમાં સ્થાપિત કરવામાં આવી હતી. ‘બાહુબલી’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મ આપ્યા બાદ તેને આ મોટી ઉપલબ્ધિ મળી છે. પ્રભાસ માટે અહીં પહોંચવું એક મોટી વાત હતી. કારણ કે અત્યાર સુધી દક્ષિણના ભગવાન તરીકે ઓળખાતા રજનીકાંત અને કમલ હાસન જેવા દિગ્ગજ સ્ટાર્સને પણ આ મ્યુઝિયમમાં સ્થાન મળ્યું નથી. પ્રભાસને દેશના પહેલા પૈન ઈન્ડિયા સ્ટારનો દરજ્જો પણ મળેલો છે.

મહેશ બાબુ

દક્ષિણ ભારતીય સિનેમાના જાણીતા અભિનેતા મહેશ બાબુનું મીણનું પૂતળું પણ મેડમ તુસાદમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું. આ સિદ્ધિ મેળવનારા તે સાઉથનો બીજા એક્ટર બન્યા છે.  25 માર્ચ, 2019 ના રોજ, હૈદરાબાદમાં અભિનેતાની મીણની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. મહેશે તેના હૈદરાબાદ સ્થિત AMB સિનેમા થિયેટરમાં તેનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે અભિનેતાના ઘણા ચાહકો પણ તેની એક ઝલક મેળવવા માટે ત્યાં એકઠા થયા હતા.

કાજલ અગ્રવાલ

અભિનેત્રી કાજલ અગ્રવાલે પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવી છે. સિંગાપોરના મેડમ તુસાદ મ્યુઝિયમમાં તેની મીણની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે અને તે આ સિદ્ધિ મેળવનારી દક્ષિણની પ્રથમ અભિનેત્રી છે. 2020માં જ્યારે કાજલ તેની પ્રતિમાનું અનાવરણ કરવા સિંગાપોર પહોંચી ત્યારે તેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. કાજલે પણ ‘સિંઘમ’ અને ‘સ્પેશિયલ 26’ જેવી સુપરહિટ ફિલ્મો આપીને બોલિવૂડમાં પોતાનું એક ખાસ સ્થાન બનાવ્યું છે.

4 મહિના જેટલો લાગશે સમય

જે વ્યક્તિનું મીણનું પૂતળું બનાવવું છે, તેના માથાથી પગ સુધીના દરેક એન્ગલથી લગભગ 250 માપ લેવામાં આવે છે. શરૂઆતથી મીણના આકૃતિને પૂર્ણ કરવાની પ્રક્રિયામાં લગભગ 4 મહિનાનો સમય લાગે છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો