બિગ બોસ 16 ફેમ અબ્દુ રોજિકે શોમાં આવીને દરેકનું દિલ જીતી લીધું હતું. અબ્દુ રોજિક શોની અંદર ગ્રૂપનો એક ભાગ રહ્યો. સમગ્ર ભારતે તેમને ખુલ્લા હૃદયથી અપનાવ્યા અને ખૂબ પ્રેમ વરસાવ્યો. ભૂતકાળમાં, એવા અહેવાલો આવ્યા હતા કે જ્યારથી બિગ બોસ શો સમાપ્ત થયો છે, ત્યારથી ગ્રૂપ પણ તૂટી ગયું છે. જોકે કેટલાક સમય પહેલા સ્ટાર્સ સાથે જોવા મળ્યા હતા. પરંતુ ધીરે ધીરે તેમના અલગ થવાના સમાચાર આવતા રહ્યા
થોડા મહિના પહેલા અબ્દુ રોજિક અને એમસી સ્ટેન વચ્ચે ઝઘડો થયો હોવાના અહેવાલ હતા. પરંતુ હવે લાગે છે કે આ બંને વચ્ચે સમાધાન થઈ ગયું છે અને તેઓ ફરીથી સારા મિત્રો બની ગયા છે. હકીકતમાં, તાજેતરમાં જ અબ્દુ રોજિક રેપર એમસી સ્ટેનના મ્યુઝિક કોન્સર્ટનો ભાગ બનવા માટે દુબઈ પહોંચ્યો હતો. એવું માનવામાં આવે છે કે અબ્દુએ જ પોતાની અને એમસી વચ્ચે પેચ-અપ શરૂ કર્યું હતું. આ મીટીંગ માટે અબ્દુએ એમસી માટે ખાસ ભેટ પણ પસંદ કરી.
અબ્દુ રોજિકે યુએઈથી એમસી સ્ટેનને અલગ પ્રકારનું ગુલાબ ભેટમાં આપ્યું. આ ગુલાબની ખાસિયત એ છે કે તે લાંબા સમય સુધી કરમાતા નથી. આ ફૂલો સાથેની પોતાની તસવીર શેર કરતા અબ્દુએ કેપ્શનમાં લખ્યું છે કે તેમને લાંબા આયુષ્ય, પ્રેમ અને ભાઈચારાની નિશાની પણ માનવામાં આવે છે. આ સાથે તેણે એમસી સ્ટેનને પણ ટેગ કર્યું છે. આ સિવાય તેણે તેની ઈન્સ્ટા સ્ટોરીમાં MCના કોન્સર્ટની કેટલીક ઝલક પણ શેર કરી છે.
તમને જણાવી દઈએ કે, થોડા મહિના પહેલા અબ્દુ રોજિકને એરપોર્ટ પર પૂછવામાં આવ્યું હતું કે તમારી અને એમસી વચ્ચે બધુ બરાબર છે. આ વાત ને લઈ તે ખૂબ જ નારાજ હતો અને કહ્યું કે શું થયું છે તેની તેને ખબર નથી. લોકો તેને ગેરસમજ કરી રહ્યા છે. આ સિવાય અબ્દુએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક સંકેત આપ્યો હતો કે તેની અને એમસી વચ્ચે કઈ અનબનાવ નથી. પરંતુ હવે અબ્દુએ દુબઈમાં એમસીનું ખુલ્લા દિલે સાથે સ્વાગત કર્યું હતું
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
Published On - 8:17 am, Thu, 27 April 23