PM Modi Gujarat Visit : ગરીબી હટાવોના નારા બહુ લાગ્યા અને રાજકારણીઓએ પોતાના મહેલ બનાવ્યા : પીએમ મોદી
PM Modi Gujarat Visit : ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા પીએમ મોદીએ આજે રાજકોટમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ હતું.આ દરમ્યાન પીએમ મોદીએ જણાવ્યું હતું કે કેટલાય લોકોએ ગરીબી હટાવાનો નારા લગાવ્યા પરંતુ ખરા અર્થમાં ગરીબી દૂર કરવામાં લોકો નિષ્ફળ નીવડ્યા પરંતુ અમે લોકોને ગરીબી હટાવવાનો પૂર્ણ પ્રયાસ કર્યો.
PM Modi Gujarat Visit : ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા પીએમ મોદીએ આજે રાજકોટમાં(Rajkot) વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ હતું. આ વિકાસ કાર્યોમાં ફોરલેન ફ્લાયઓવર બ્રિજ, સ્પ્લીટ ફ્લાયઓવર બ્રિજ, ફાયર સ્ટેશન, સ્ટાર્ફ ક્વાર્ટસ બિલ્ડિંગનો સમાવેશ થાય છે આ સાથે જ રાજકોટના લોધિકા તાલુકામાં ખીરસરા-2, પીપરડી અને નાગલપર GIDCનું પણ ખાતમુહૂર્તનો પણ સમાવેશ થાય છે. આ દરમ્યાન પીએમ મોદીએ જણાવ્યું હતું કે કેટલાય લોકોએ ગરીબી હટાવાનો નારા લગાવ્યા પરંતુ ખરા અર્થમાં ગરીબી દૂર કરવામાં લોકો નિષ્ફળ નીવડ્યા પરંતુ અમે લોકોને ગરીબી હટાવવાનો પૂર્ણ પ્રયાસ કર્યો. રાજકોટને મે વર્ષો પહેલા કહયું હતું કે રાજકોટ મિની જાપાનની જેમ વિકસશે, પરંતુ તે સમયે લોકોએ આ વાતને મજાક ગણી લીધી હતી. જોકે હાલમાં રાજકોટ, મોરબી અને જામનગર ઔદ્યૌગિક નગર તરીકે વિકસ્યા છે. કામ કરવા આવતા શ્રમિકોને પણ સારા ઘર મળે તેવા કામ અમે કરીએ છીએ, તે લોકો પર અહેસાન કરતા હોય તેમ નહીં પરંતુ આ લોકોને પણ પૂર્ણ વ્યવસ્થા સાથેના ઘર મળે તેવો અમારો પ્રયત્ન છે.
જકોટમાં આશરે રૂ. 5,860 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ કંપનીઓના નામ ગણાવ્યા હતા અને રાજકોટમાં બનતા વિવિધ સ્પેર પાર્ટસ અંગે માહિતી આપી હતી.
કનેક્ટિવિટી, ઇન્ડસ્ટ્રી, પાણી અને જનસુવિધા પ્રોજેક્ટ રાજકોટને અનેકગણું શક્તિશાળી બનાવશે
રાજકોટમાં વડાપ્રધાને અર્બન હાઉસિંગ કોન્કલેવ 2022નું ઉદ્ધાટન કર્યું હતું તેમજ જણાવ્યું હતું કે નવી ટેકનિકથી બનેલા સંુદર મકાનો માટે તેમજ ઘરની માલિક બનેલી માતા અને બહેનોને શુભેચ્છા આપું છું. નવા ઘરમાં દીવાળી કરવાનો આનંદ અન સંતોષ લોકોના ચહેરા પર દેખાય છે. વિતેલા 21 વર્ષમાં આપણે સાથે મળીને અનેક સપના જોયાં છે અને અનેક સિદ્ધિઓ સર કરી છે. કનેક્ટિવિટી, ઇન્ડસ્ટ્રી, પાણી અને જનસુવિધા સાથે જોડાયેલા અનેક પ્રોજેક્ટ રાજકોટને અનેકગણું શક્તિશાળી બનાવશે અને નાગરિકોના જીવન સરળ બનાવવામાં મદદ કરશે
રાજકોટમાં વસતા અનેક નાગરિકોનું ઘરના ઘરનું સપનું સાકાર થયુંછે વડાપ્રધાનના હસ્તે લાભાર્થીઓને આવાસની ચાવી અપર્ણ કરવામાં આવી હતી. રાજકોટના રૈયા વિસ્તારમાં તૈયાર થયેલો આ એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે. એની રસપ્રદ વાત એ પણ છે કે ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-ઇન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર દેશમાં પસંદગી કરવામાં આવેલા 6 શહેરોમાંનું એક રાજકોટ છે.
આ પ્રોજેક્ટ હેઠળ રૂપિયા 118 કરોડના ખર્ચે અદ્યતન ટેકનોલોજીથી EWS-II પ્રકારના 1100થી પણ વધુ આવાસો બનાવવામાં આવ્યા છે. કેન્દ્રીય આવાસ અને શહેરી મંત્રાલય દ્વારા ખાસ ટેક્નોલોજીની મદદથી સસ્તા અને મજબૂત મકાનોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટમાં દરેક આવાસમાં 2 રૂમ, લિવિંગ રૂમ, વોશિંગ એરિયા, એલ.ઈ.ડી. લાઈટ અને પંખા જેવી વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ ઉપરાંત આવાસોમાં પાર્કિંગ, કોમર્શિયલ કોમપ્લેક્ષ, આંગણવાડી અને કોમ્યુનિટી હોલ, કમ્પાઉન્ડ વોલ, સોલાર સ્ટ્રીટ લાઈટ જેવી વિશેષ સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે.