AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Exam Tips : JEE Main Session 2 ની એક્ઝામ નજીક, એક્ઝામ માટે આ ટિપ્સ રહેશે ફાયદાકારક

JEE Main Exam : જેઇઇ મેઇન 2023ની પરીક્ષા એપ્રિલ મહિનામાં આયોજિત થવાની છે. પરીક્ષા 6 એપ્રિલથી શરૂ થશે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે તેની તૈયારી કેવી રીતે કરવી.

Exam Tips : JEE Main Session 2 ની એક્ઝામ નજીક, એક્ઝામ માટે આ ટિપ્સ રહેશે ફાયદાકારક
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 25, 2023 | 11:35 AM
Share

JEE Main : નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન મેન્સ (JEE Mains 2023) ના સેક્શન 2 નું શેડ્યૂલ બહાર પાડ્યું છે. JEE મેન્સ સત્ર 2 ની પરીક્ષા 6, 8, 10, 11 અને 12 એપ્રિલ, 2023 ના રોજ લેવામાં આવશે. એનટીએ દ્વારા એડમિટ કાર્ડ પણ જાહેર કરવામાં આવ્યા છે. એકવાર એડમિટ કાર્ડ જાહેર થઈ જાય પછી, વિદ્યાર્થીઓ તેને JEE ની ઓફિશિયલ વેબસાઇટ, jeemain.nta.nic.in પરથી ડાઉનલોડ કરી શકે છે. એડમિટ કાર્ડ વિના પરીક્ષા હોલમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.

આ પણ વાંચો : Exam Tips: ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ સાથે વાલીઓમાં પણ રહે છે પરીક્ષાની ચિંતા, આ રીતે ડર દૂર કરી શકાય છે

ઈન્ફોર્મેશન બ્રોશર અનુસાર, પરીક્ષા અંગ્રેજી, હિન્દી, બંગાળી, આસામી, ગુજરાતી, કન્નડ, મલયાલમ, તમિલ, તેલુગુ, ઉર્દૂ, મરાઠી, ઉડિયા અને પંજાબી સહિત 13 ભાષાઓમાં લેવામાં આવશે. પરીક્ષા શરૂ થવામાં હવે માત્ર 10 દિવસ બાકી છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે આ છેલ્લા અઠવાડિયામાં પરીક્ષાની તૈયારી માટે કઈ ટીપ્સનો ઉપયોગ કરવો.

પરીક્ષાની તૈયારી માટે આ ટિપ્સ અનુસરો

  • પરીક્ષાઓના તૈયારી માટે આ છેલ્લું અઠવાડિયું છે, જેનો ઉપયોગ રિવિઝન અને મોક ટેસ્ટ માટે થવો જોઈએ.
  • હવે કોઈ નવું પ્રકરણ શરૂ કરવાનો આગ્રહ રાખશો નહીં. પરીક્ષા માટે કોઈ નવા પુસ્તકનો સહારો પણ ન લેવો.
  • ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિતના સૂત્રોને યાદ કરવાનું શરૂ કરો, જેથી પ્રશ્નો હલ કરવામાં સરળતા રહે.
  • JEE પરીક્ષા માટે પોતે બનાવેલી નોટ્સની મદદ લો.
  • સ્વસ્થ અને ઘરે બનાવેલો ખોરાક ખાઓ.
  • દરરોજ 6 થી 7 કલાક સૂવાનો આગ્રહ રાખો. અભ્યાસની સાથે આ નિત્યક્રમનું પાલન કરો.
  • અભ્યાસ વચ્ચે ટૂંકા વિરામ લો. દરરોજ ટૂંકા ધ્યાન અને કસરત કરવાનો આગ્રહ રાખો.
  • અભ્યાસ વચ્ચે વિરામ લેવો પણ જરૂરી છે, કારણ કે તે મનને સ્થિર કરવામાં મદદ કરે છે.

JEE Main Pape માટે ફોલો કરો આ સ્ટ્રેટેજી

વિદ્યાર્થીઓનો ક્રમ નક્કી કરવામાં યોગ્ય સ્ટ્રેટેજી અને ટાઈમ મેનેજમેન્ટ મોટી ભૂમિકા ભજવે છે. તેથી પરીક્ષાના લેવલને ધ્યાનમાં રાખીને દરેક વિદ્યાર્થીએ તેની તૈયારી માટે પોતાને યોગ્ય રીતે ઢાળવા જોઈએ. ચાલો જાણીએ કે પરીક્ષામાં સારો રેન્ક મેળવવા માટે કઈ સ્ટ્રેટેજી અપનાવી શકાય.

  • પ્રથમ પાંચ મિનિટ માટે પ્રશ્નપત્ર સંપૂર્ણપણે વાંચો.
  • પહેલા સરળ પ્રશ્નો ઉકેલો.
  • પહેલા એવા સેક્શન સોલ્વ કરો, જેમાં વધુ માર્ક્સ મેળવવાની તક હોય.
  • પરીક્ષા શરૂ કરતાં પહેલા, તેના પર લખાયેલો સમય તપાસો.
  • પરીક્ષા આપ્યા પછી, બધા પ્રશ્નો અને તેના જવાબો તપાસો.
  • એવા પ્રશ્નોથી શરૂઆત ન કરો કે જેના જવાબ તમને ખબર નથી.
  • કોઈપણ વિભાગ મુશ્કેલ હોય તો નિરાશ ન થાઓ.

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
g clip-path="url(#clip0_868_265)">