ખેડૂતો (Farmers) સિઝન પ્રમાણે પોતાના ખેતરમાં અલગ-અલગ પાકનું વાવેતર કરતા હોય છે. વાવણી કરતા પહેલા જમીનની તૈયારી, બિયારણની પસંદગી, માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. ખેડૂતોએ સમયાંતરે પાકમાં જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. પાકમાં જ્યારે રોગ-જીવાતનો ઉપદ્રવ થયો હોય છે ત્યારે તેના નિયંત્રણ માટે જુદા-જુદા પગલા લેવા જોઈએ. કપાસ (Cotton) અને બાજરીના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે ખેડૂતોએ કયા ખેતી કાર્યો કરવા તેની માહિતી.
1. પિયત પાકને વરસાદ બંધ થયા પછી ૧૫ દિવસ પછીથી જરૂરીયાત મુજબ પિયત આપવું.
2. કપાસ તૈયાર થયે વહેલી સવારે વીણી કરી, ભેજ ઉડી જાય ત્યારે સુકી જગ્યામાં સંગ્રહ કરવો.
3. રોગના નિયંત્રણ માટે જરૂર જણાય તો કોપર ઓક્ઝીક્લોરાઈડ ૫૦ ડબલ્યુ.પી. ૦.૨ ટકા (૪૦ ગ્રામ/ ૧૦ લીટર પાણીમાં), મેન્કોઝેબ ૭૫ ડબલ્યુ.પી. ૦.૨ ટકા (૨૭ ગ્રામ/ ૧૦ લીટર પાણીમાં ) અને કાર્બનડેઝીમ ૫૦ ટકા ડબલ્યુ.પી. ૦.૦૫ટકા (૧૦ ગ્રામ/ ૧૦ લીટર પાણીમાં) છંટકાવ કરવો.
4. કપાસની ફૂલ અને જીંડવાની અવસ્થાએ ૧ટકા (૧૯-૧૯-૧૯ના. ફો. પો.) નો છંટકાવ કરવો.
5. કપાસની સપ્રમાણ વૃધ્ધિ માટે ૭૫ દિવસે કપાસના છોડની ટોચ કાપવાની ભલામણ છે.
6. કપાસની વાવણી બાદ ૯૦ દિવસે ઇથરેલ ૫૦ પી.પી.એમ. (૨-૩મિ.લિ./૧૦ લીટર) પાણીમાં નાખી છંટકાવ કરવો.
7. કપાસમાં ચૂસિયા પ્રકારની જિવાતના નિયંત્રણ માટે બ્યુવેરિયા બેસિયાના ૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં નાખી ૨-૩ છંટકાવ કરવા.
અર્ધ શિયાળુ ઋતુમા સંકર બાજરાનુ વાવેતર કરતા ખેડુતોનુ મહતમ ઉત્પાદન અને નફો મેળવવા બાજરાની વહેલી પાકતી જાત જી.એચ.બી. ૫૩૮ અથવા અર્ધશિયાળુ પ્રચલીત જાતનુ વાવેતર ઓક્ટોબર મહિનાના પ્રથમ અઠ્વાડિયામાં કરવું.
માહિતી સ્ત્રોત: ડો. જી.આર. ગોહિલ, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી